૨૦૧૭-૧૮માં તમામ એફ.ડી.કે ૨૦૧૬-૧૭ કરતા ઓછો હોવાનું અપેક્ષિત
ગુજરાત ઔદ્યોગિક પ્રોજેકટી માટે એક પ્રિય સ્થળ બની રહ્યું છે. રોકાણ દરખાસ્તો આકર્ષવામાં ગુજરાત બીજા સ્થાને રહ્યું હતું, અને ગત વર્ષે સમગ્ર ભારતમાં રૂ. ૩,૭૭,૩૬૨ કરોડમાં રોકાણમાં ૧૯.૯૮ ટકા હિસ્સો ધરાવે છે. વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ ઔદ્યોગિક નીતી અને પ્રમોશન દ્વારા સંચાલીત કરાયેલા ડેટા દર્શાવે છે કે, કર્ણાટકમાં કુલ ૧,૪૯,૮૪૭ કરોડ અથવા દેશમાં કુલ દરના ૩૯,૭૧ ટકા રોકાણના ૧૭૯ રોકાણ દરખાસ્તો છે ૨૦૧૭માં ગુજરાતને અનુક્રમી ૨૦૧૬ અને ૨૦૧૪ માં રૂ ૫૬,૧૫૬ કરોડ અને રૂ. ૬૪,૭૩૩ કરોડનાં ઔદ્યોગિક ઉદ્યોગ સાહસિક અથવા તો રોકાણના હેતુઓ મળ્યા હતા.
ઉદ્યોગના નિષ્ણાંતોનું કહેવું છે કે, ગુજરાત પાસે મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો છે અને તેમની ક્ષમતા વિસ્તારીને તેઓ રાજયને પસંદ કર્યુ છે. કેન્દ્ર અને રાજય સરકારની ટેકસટાઇલ નીતિઓ ખુબ જ સારી છે. ગુજરાત સરકારે પ્લાસ્ટિક ઉઘોગ માટે પ્રોત્સાહક નીતિ રજુ કરી છે, એવું માનવામાં આવે છે કે વર્ષ ૨૦૧૭માં ગુજરાતમાં પ૦ ટકા રોકાણ પ્રસ્તાવિત કાપડ અને પ્લાસ્ટિક સેકટરમાં વાણિજય અને ઉઘોગક્ષેત્રે ગુજરાત સ્ટેટ કાઉન્ટિલના અઘ્યક્ષ ઓફ વસ્તુપાલે જણાવ્યું હતું કે, વિદેશી ઉત્સાહપૂર્ણ નથી એપ્રિલ-સપ્ટેમ્બર ૨૦૧૭-૧૮ ના સમયગાળા દરમ્યાન ગુજરાતને પણ કરોડ ડોલરનું એફ.ડી.આઇ. પ્રવાહ જોવા મળ્યું હતું. જે ગયા નાણાકીય વર્ષના સમાન ગાળાના ૩૬૮ મીલીયન અમેરીકન ડોલર કરતા ઊંચુ છે. ચાલુ નાણાકીય વર્ષ માટે કવાર્ટર ચાલુ હોવા છતાં અને ડીસેમ્બર કવાર્ટરનાં આંકડા હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. નિષ્ણાંતોના માનવા પ્રમાણે ૨૦૧૭-૧૮ માં તમામ એફ.ડી.આઇ. પ્રવાહ ૨૦૧૬-૧૭ માં એફ.ડી.આઇ કરતા ઓછાં હોવાનું અપેક્ષિત છે. રાજયમાં સક્રિય સંચાલનના અભાવના લીધે, અમે અન્ય રાજયોમાં વિદેશી સીધા રોકાણ ગુમાવી રહ્યા છીએ. રાજયો વચ્ચેભારે સ્પર્ધા છે. અને એફ.ડી.આઇ. ને આકર્ષવામાં સક્રિય બનાવની જરુર તેવું શહેરના ઔદ્યોગીક સલાહકાર સુનીલ પારેખે જણાવ્યું હતુ.