1993માં આપણાં વૈજ્ઞાનિકોએ પોખરણમાં અણુ પરીક્ષણ કર્યુ અને તે જ દિવસે પહેલા સ્વદેશી હંસા-3 વિમાને પ્રથમ ઉડાન ભરી હતી. જેની યાદમાં આ દિવસ ઉજવાય છે: આપણા ટકાઉ અને સારા ભવિષ્ય માટે ટેકનોલોજીની ભૂમિકા મહત્વ પૂર્ણ છે.

1999 મા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી દ્વારા આ દિવસની ઉજવણી કરાય ત્યારથી આપણાં દેશે સાયન્સ એન્ડ ટેકનોલોજીએ હરણ ફાળ ભરી છે આ વર્ષની થીમમાં પણ સ્કુલ ટુ સ્ટાર્ટ અપ સાથે યુવા વર્ગના ઇનોવેશનની વાત કરે છે.

વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન એટલે વિજ્ઞાન, આપણાં દેશે છેલ્લા સાડા ત્રણ દાયકામાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઘણી સફળતા મેળવી છે. માનવ વિકાસ માટે શોધ -સંશોધનોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો ફાળો વિશેષ હોય છે. પહેલાના જમાનામા: આવી કાંઇ પ્રગતિ ન હોવાથી અતિવિકસીત દેશોમાં ટેકનોલોજી હતી ત્યારે આપણાં દેશે ઓછી પ્રગતિ કરી હતી. ધીમે ધીમે શિક્ષણનો વ્યાપ વધતાં અને દેશના યુવા વર્ગના વિવિધ ઇનોવેશનને કારણે નાસા જેવી વૈશ્ર્વિક સંસ્થાએ પણ નોંધ લેવી પડી છે. દેશના સારા ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકા અહંમ છે.

1993માં આપણાં વૈજ્ઞાનિકોએ પોખરણ રેન્જમાં અણું પરિક્ષણ કરીને દુનિયામાં ડંકો વગાડી દીધો હતો તો આજ દિવસે આપણાં દેશે બનાવેલ પ્રથમ સ્વદેશી વિમાન હંસા-3 એ પ્રથમ ઉડાન ભરી હતી. તે વખતે દેશના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા 11 મે ના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવણી કરી હતી. દેશની આ સફળતાની યાદમાં દર વર્ષે આજે આ દિવસ ઉજવાય છે. ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકા અહંમ છે. ત્યારે આ વર્ષની ઉજવણી થીમમાં પણ સ્કુલ ટુ સ્ટાર્ટ અપ સાથે યુવા વર્ગના ઇનોવેશન બાબતે પ્રોત્સાહનની વાત કરી છે.

સાયન્સ એન્ડ ટેકનોલોજીના વિકાસ દેશની ઇસરો દ્વારા પણ અવકાશયાન છોડીને સમગ્ર વિશ્ર્વને અચંબિત કરી દીધા છે. દેશનું યુવા ધન  હવે ટેકનોલોજીની દુનિયામાં વિશ્ર્વમાં પ્રથમ નંબરે આવે છે, જેમાં ગુગલ, ફેસબુક, નાસા, કોમ્પ્યુટર સોફટવેર ડેવલપમેન્ટની વૈશ્ર્વિક કંપનીઓમાં સૌથી વધારે બ્રેઇન ભારતીય યુવાનોનું છે જે એક ભવ્ય સફળતા દેશને મળી છે. પ્રાયોગિક હેતુ માટે વિજ્ઞાનને લાગુ કરવું તે જ ટેકનોલોજી છે, જો કે તેના સારા – નરસા પરિણામો પણ પૃથ્વીવાસીઓ ભોગવી રહ્યા છે. ઇનફરમેશન ટેકનોલોજીની પ્રગતિએ આપેલા વિવિધ ગેઝેટોના કારણે યુવા ધન અવળા પણ ફંટાયું છે. ટેકનોલોજીએ જીવનને સરળ તો બનાવ્યું પણ ઘણી મુશ્કેલી પણ વધારી દીધી છે. વિજ્ઞાન આશિર્વાદ છે તો શાપ પણ છે.

કોઇપણ વૈજ્ઞાનિકો દિવસ-રાતની વર્ષોની મહેનત બાદ ઇનોવેશન કરીને માનવ જાતને અપર્ણ કરતાં હોય છે. આજથી પાંચ દાયકા પહેલાની આપણી જીવનશૈલી અને આજની જીવન શૈલીમાં જે બદલાવ જોવા મળે છે તે ટેકનોલોજી અને વિવિધ શોધ સંશોધનોને આભારી છે. દુર સંચારમાં આવેલી ક્રાંતિને કારણે અને ઇન્ટરનેટ માઘ્યમના વપરાશને કારણે આજે દુનિયા આપણી આંગણીના ટેરવે આવી ગઇ છે. આજે પૃથ્વીના ગમે તે ખુણામાં તમો મોબાઇલમાં વાત કર શકો છો કે વિડીયો કોલ પણ કરી શકો છો. સાયન્સ ના સંશોધનો હંમેશા આપણું જીવન વધારે સારૂ બનાવે છે. ટેકનોલોજીની સફળતાની પ્રશંસા દર્શાવવી એટલે જ આજનો દિવસ ઉજવણી કરાય છે.

માનવીએ પોતાના કાર્યોને સફળ બનાવવા વર્ષોથી કંઇકને કંઇક શોધો કરી જ હતી પણ ટેકનોલોજીનો આધુનિક ઇતિહાસ 18મી સદીનો ગણાય છે. શરુમાં ઓદ્યોગિક ક્રાંતિના પગલે બ્રિટન, યુરોપ અને અમેરિકા જેવા દેશોમાં વિવિધ મશીનોની શોધ થઇ અને વિજ્ઞાન નો વિકાસ થયો, આ ગાળા દરમ્યાન ટેકનોલોજીના ઉઘોગમાં પણ સતત પ્રગતિ થઇ હતી. કોઇપણ ઇનોવેશન કંઇક જુદુ નિર્માણ કરે છે. આપણાં દેશમાં ટેકનોલોજી અને તેના વિકાસને સતત ટકાવી રાખતા આપણાં દેશના વૈજ્ઞાનિકોને એક સલામ સાથે અભિનંદન આપવા જ પડે, કારણ કે તેના કાર્યો થકી માનવ જીવનમાં ઘણા કામો સરળ બન્યા છે.

આજે તો કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ, સ્માર્ટ ફોન સાથે 5-જી નેટવર્કના ઇન્ટરનેટના કારણે વિશ્ર્વની સાથે આપણાં દેશે પણ ઘણી પ્રગતિ કરી છે. મેડીકલ સાયન્સમાં કોરોના વેકિસીનની શોધ કરીને આપણાં દેશે દેશના અને વિદેશના ઘણા લોકોના જીવ બચાવ્યા છે. આપણાં દેશે મેડીકલના જે અદ્યતન સાધનો નિર્માણ કરતાં વિદેશથી લોકો અહીં ટ્રીટમેન્ટ કે સર્જરી માટે આવવા લાગ્યા છે. આપણે આજના યુગમાં વિશ્ર્વ ગુરુ બનવા તરફ હરણ ફાળ ભરી રહ્યા છે. ત્યારે વિશ્ર્વમાં સૌથી વધુ યુવા ધન ધરાવતા આપણાં દેશના યુવાનોને એન્જીનીયરીંગ, મેથેમેટીકસ, ટેકનોલોજી, અવકાશ યાત્રા, કોડિંગ, વિવિધ શોધો જેવા રસપ્રદ વિષયોમાં રસ લેતા કરવાની જરુરી છે. શાળા કોલેજોમાં શિક્ષકો દ્વારા બાળકોમાં વિજ્ઞાન વિશે રસ કેળવાય અને તે તેમાં વિવિધ પ્રયોગો કરવા લાગે એવા શિક્ષણની જરુરીયાત છે.

આજનો દિવસ સૌના માટે એક તકનીકી દુનિયાના સંશોધક બનવા હાંકલ કરે છે. પહેલા કરતાં આજની ફિલ્મે પણ ઘણી પ્રગતિ કરી છે, થ્રીડી, ફોરડી કે પ-જી જેવી ફોટોગ્રાફીને ફિલ્મી પડદે વાસ્તવિકતા ચરમ સીમા ઉભી કરી દીધી છે. સાયન્સ ફિકશન ફિલ્મો યુવા વર્ગે ખાસ જોવી જરુરી છે. અને મગજમાં આવતા વિચારોથી કેમ માનવ જાતને કંઇક નોખુ અને કંઇક અનોખુ આપી શકું તેના સંકલ્પ સાથે કાર્ય કરવાનો આજનો દિવસ છે. આજે તો દરેક દિશાએ, દરેક કાર્યોમાં નવીનતમ ટેકનોલોજીના માઘ્યમના ઉપયોગથી માનવીના ઘણા કાર્યો સહેલા થઇ ગયા છે.

આજે તો વિવિધ શોધોની વાત, ઇતિહાસ વિગેરેની એક ટાઇમ કેપ્સ્યુલ બનાવવામાં આવે છે, જેમાં એક ક્ધટેનરમાં બધી પ્રકારની વસ્તુઓ મુકીને તેને સાચવી રખાય છે. જે વર્ષો બાદ જેના હાથમાં આવે તો તેને તેના ભૂતકાળની બધી વાતોની ખબર પડે છે. આજના યુગમાં ઇલેકટ્રોનિક ટાઇમ કેપ્સ્યુલ બનાવવાની શરુઆત કરી દીધી છે. ડિજિટલના ઉપયોગથી બનાવાતી આ ટાઇમ કેપ્ટસ્યુલ ઘણા વર્ષો સુધી વાપરી શકાય છે. ટેકનોલોજી એજયુકેશનએ એક એવી જગ્યા છે. જયાં તેને વિવિધ શોધ-સંશોધનો કરવા પ્રોત્સાહન  મળે છે. આવા શિક્ષકો પણ ઘણા હોય છે. જે છાત્રોને સતત આ કાર્ય કરવા પ્રેરણા આપે છે.

ટેકનોલોજી દ્વારા જ આપણે વાયરલ, બેકટેરીયા જેવા સૂક્ષ્મ જીવનને જોઇ શકયા

 

માનવ શરીર પર થતી બેકટેરીયા, વાયરલની વિવિધ અસરો અને તેનો ઇલાજ આપણે ટેકનોલોજીની મદદથી જ કરી શકયા છીએ. ટેકનોલોજી દ્વારા જ વાયરસ અને બેકટેરીયા જેવા સુક્ષ્મ જીવનને જોઇ શકયા છીએ. કોઇપણ ઘાતુને આપણે જરુરીયાત મુજબ ઢાળી  શકયા તે પણ ટેકનોલોજીને આભારી છે. ટેકનોલોજીથી આપણને કોમ્યુનિકેશન, એજયુકેશન, મેડીકલ, ઉઘોગો વિગેરેમાં ઘણો ફાયદો મળ્યો છે. આપણી પૃથ્વી પર અને પૃથ્વી બહાર શું થઇ રહ્યું છે. તે આપણે આજની ટેકનોલોજીને કારણે જાણી શકીએ છીએ. બેન્કીંગ સુવિધાએ તો આજે જબરદસ્ત પ્રગતિ કરી છે. ઇન્ટરનેટના માઘ્યમથી આજના માણસોની આવડત ધંધા અને તેની કાબેલયતને જાણી શકયા છીએ. તેના ગેરફાયદામાં ડેટા સુરક્ષા, ઓન લાઇન ફ્રોડ, ગુનાઓ, આતંકવાદ સાયબર ક્રાઇમ જેવી ઘણી યાતના આપણે ભોગવવીએ છીએ તે તેના ગેર ફાયદા છે. માણસો મોબાઇલ આવતા એકબીજા દૂર થયા અને બાળકો તેના આદી થતા ગયા છે. આ ઇન્સ્ટાઇન જેવા વૈજ્ઞાનિકે આપેલા પરમાણું વિશ્ર્લેષણનો ઉપયોગ પરમાણું શસ્ત્રો બનાવવામાં આજના માનવીએ કર્યો છે, અને વિશ્ર્વની શાંતિ હણાય ગઇ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.