૧૯૭૭માં સૌરાષ્ટ્રમાં પાણીની ખુબ જ અછત હતી ત્યારે રાજકોટ ઈરીગેશન સર્કલના અધિક્ષક ઈજનેર વી.એમ.કોઠારીએ નર્મદાના વધારાના નીરને કેનાલ વાટે સૌરાષ્ટ્ર તરફ વાળીને ઉપયોગમાં લેવાનું સુચન કર્યું હતું પરંતુ ત્યારે ઘણા અવરોધોને લીધે યોજના સાકાર થઈ શકી ન હતી: સ્વાતીબેન પારેખ

સૌરાષ્ટ્રને સૌની યોજના થકી નર્મદાના નીર મળ્યા છે પરંતુ શું તમને ખબર છે ? ૧૯૭૭માં જ ‘સૌની યોજના’ સાકાર થઈ હોત !!! જી હા, સ્વાતીબેન પારેખે ૧૯૭૭ના સંભારણા યાદ કરીને ‘અબતક’ સાથે શેર કર્યા છે. મારા પિતા વિનોદરાય મુળશંકર કોઠારી જે ખુબ જ ગરીબીમાં ઉછરેલ, એમનો જન્મ થતા એમને એમના પિતાનું મોઢુ પણ નહોતું જોયું, એ પહેલા જ મારા દાદાનું એકસિડન્ટમાં મૃત્યુ થયું હતું અને અત્યંત ગરીબીમાં ખુબ જ સંઘર્ષ કરીને મારા પિતા મોટા થયા હતા. તેઓ સિવિલ એન્જિનિયર થયેલા. તે જમાનામાં તો ભણતર ખુબ જ અઘરુ હતું. મારા દાદીએ બીજાના કામ કરીને એમને અમનો ઉછેર કરેલો અને મારા પિતાને એસ.એસ.સી.માં ગોલ્ડ મેડલ મેળલો. તેઓએ ભાવનગર એસ.એસ.સી. કરેલું, ત્યારપછી તેમની દ્રષ્ટિ એન્જીનીયર થવાની હતી, તો તેમને વીજીટીઆઈ-મુંબઈમાં એન્જીનીયરીંગ માટે અપ્લાય કરેલું, જે બોર્મ્બનું ખુબ જ નામાંકીત કોલેજ છે, તેમાં એમનું પહેલું નામ હતું પણ તે સમયે મારા પિતા પાસે ફી ભરવાના પણ પૈસા ન હતા અને તે કોલેજમાં એવી પઘ્ધતિ હતી કે જો તમે ફી ભરો તો જ તમારુ એડમિશન ક્ધફમ થાય, ત્યારે માતા-પિતા બોમ્બે મળવા ગયા અને તેમને પોતાનું ગોલ્ડ મેડલ બતાવ્યું અને કહ્યું કે મારી પાસે ફીના પૈસા નથી પણ હું આ ગોલ્ડ મેડલ વેચીને ફીના પૈસા થોડા ભરી દવ, પરંતુ તમે મારુ એડમિશન જવા ના દેતા, એ રીતે એમણે એન્જીનીયરીંગમાં એડમિશન લીધુ અને સિવિલ એન્જીનીયર બન્યા અને ત્યારે પછી તો એમને ગુજરાત સરકારની સેવાઓ કરી. પહેલા પાટણ હતા ત્યારબાદ ડીસા હતા. અમદાવાદ હતા, સુરત હતા, રાજકોટ હતા અને છેલ્લે ગાંધીનગર જોઈન્ટ ચીફ સેક્રેટરી ઈરીગેશન તરીકે ફરજ બજાવતા તેમને પહેલેથી જ પાણી બચાવી, સિંચાઈ કેમ વધારવી તે માટેની જ હતી અને ત્યારે પણ ગુજરાત સરકારમાં તેમનું ખુબ નામ હતું કે ખુબ ઓછા પાણીમાં વધુ સિંચાઈ કરતા હતા અને જયાં પણ પાણીની અછત હોય, ત્યારે તેમને જ મુકવામાં આવતા ૧૯૭૭માં આજથી ૪૦ વર્ષ પહેલા રાજકોટ-સૌરાષ્ટ્રમાં પાણીની ખુબ જ સમસ્યા હતી. ત્યારે તેમનું ટ્રાન્સફર રાજકોટમાં અધિક્ષક ઈજનેર તરીકે ફરજ બજાવતા અને ત્યારે જ રાજકોટમાં પાણી ખુબ જ સળગતો પ્રશ્ર્ન હતો અને ત્યારથી જ તેમના મગજમા નર્મદાના નીરને અહીંયા લાવવાની દ્રષ્ટિ હતી. હું નાનપણથી જ મારા પપ્પાની દરેક કામમાં મદદ કરતી અને જયારે હું ૧૮ વર્ષની હતી ત્યારે હું એમના સેક્રેટરીની જેમ જ તેમના કામનું ધ્યાન રાખતી, ત્યારે પાણીના સતત પ્રશ્ર્નો હતા અને બધે જ પાણીની અછતની સમસ્યા સર્જાતી, ત્યારે જ મે મારા પિતાને પુછેલું કે આ પાણીના આટલા પ્રશ્ર્નો સર્જાય તેનું નિવારણ શું ? વરસાદની અછત હંમેશા સૌરાષ્ટ્રમાં રહેલી જ છે ત્યારે આ સમસ્યાનો ઉકેલ શું ? ત્યારે જ મારા પિતાએ કહેલું કે આ સમસ્યાનો ઉકેલ એજ છે કે નર્મદા સાગર જેવી છે અને ઘણુ બધુ પાણી નર્મદાનું દર વર્ષ વેડફાઈ છે ત્યારે જો યોગ્ય યોજના બનાવી સૌરાષ્ટ્ર તરફ વાળીએ તો પાણીનો પ્રશ્ર્ન હંમેશ માટે હલ થઈ જાય અને આવુ વિસન એમને આજથી ૪૦ વર્ષ પહેલા હતું જ.

અત્યારે જયારે ‘સૌની યોજના’ સાકાર થઈ ત્યારે એક ગૃહિણી તરીકે જો હું વાત કરુ તો ગૃહિણી માટે આનાથી મોટી ખુશી કોઈના હોઈ શકે. કારણકે મહતમ સ્ત્રીઓને જ પાણી સાથે વધારે કામ હોય છે પરંતુ નર્મદાના નીર આપણને લોકોને મળતુ થયું છે તેનો મતલબ એ નથી કે આપણે પાણીનો બેફામ ઉપયોગ કરીએ અને બધી જ ગૃહિણીને પણ મારી નમ્ર અપીલ છે કે જેમ આપણે ઘીનો ઉપયોગ કરીએ છીએ તેજ રીતે આપના પાણીનો પણ ઉપયોગ કરીએ. એક પિતા તરીકે, એક કર્મનિષ્ઠ અધિકારી તરીકે અને એક વ્યકિત તરીકે હું પણ મારા પિતાને વંદન કરુ છું અને જયારે આ સૌની યોજનાનું સ્વપ્ન સાકાર થયું ત્યારે તેમને હું યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરુ છું. આપણા પી.એમ.નું જે વિઝન છે કે ભારતને ટોચ પર પહોંચાડવાનું અને આવી દ્રષ્ટિકોણ અત્યાર સુધીના કોઈપણ વડાપ્રધાનમાં જોવા નથી મળી અને દરેક ભારતીયોએ ગર્વ લેવા જેવી વાત છે કે આખા વિશ્ર્વમાં પણ એમની ખુબ જ નામના છે. વડાપ્રધાનએ ભારત દેશને વિશ્ર્વ ફલક ઉપર મુકી દીધું છે અને આજે બીજા દેશો પણ વિચારતા થઈ ગયા છે કે આટલો ઝડપી વિકાસ ભારતનો થઈ રહ્યો છે અને સૌની યોજના પણ આપણા મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ તાત્કાલીક ધોરણે પુરી કરીને સૌરાષ્ટ્રમાં પાણીના પ્રશ્ર્નને ભૂતકાળ બનાવી દીધો છે ત્યારે એમનો પણ આપણે ખુબ ખુબ આભાર માનવો જોઈએ.

૨૯ જૂન-૨૦૧૭ના રોજ રાજકોટમાં અભૂતપૂર્વ ઈતિહાસ રચાઈ ગયો. આપણા લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ આજીડેમમાં પધારેલા નર્મદા નીરને વધામણાં કર્યા “સૌની યોજના સાચા અર્થમાં જોઈએ તો રાજકોટની જીવાદોરી સમાન છે. નર્મદાના નીરે સૌરાષ્ટ્રના સમૃધ્ધીના દ્વાર ખોલી નાખ્યા. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું તેમ “સૌની યોજના લાંબી તપસ્યાના અંતે મળી ચે. આપણા સિંચાઈ મંત્રી કેશુભાઈ પટેલ વખતથી શ‚આત થઈને અત્યારના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી વખતે પૂર્ણાહુતિ થઈ આપણા વડાપ્રધાને આ અવસરે આ બધા ઉપરાંત અન્ય ઈજનેરોના કૌશલ્યને બીરદાવ્યું. આવા વખતે આપણે “સૌની યોજનાના પાયાના અધિકારીને બીરદાવવાનું ન ભુલવું જોઈએ. ૧૯૭૭માં જયારે સૌરાષ્ટ્રમાં ખૂબજ પાણીની અછત હતી ત્યારે કેશુભાઈ પટેલ સિંચાઈ મંત્રી હતા. ત્યારે રાજકોટ ઈરીગેશન સર્કલના અધિક્ષક ઈજનેર વી.એમ.કોઠારીએ “સૌની યોજના’ એટલે કે નર્મદાના વધારાના નીરનું કેનાલ બનાવીને સૌરાષ્ટ્ર તરફ વાળીને ઉપયોગમાં લેવાનું સુચન કર્યું હતું. પરંતુ ત્યારે ઘણા બધા અવરોધોને લીધે યોજના સાકાર થઈ શકી ન હતી. ત્યારબાદ આપણા વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી આ યોજનાને અમલમાં મુકીને સાકાર બનાવી આવા વખતે આપણે આવા પાયાના અધિકારીને યાદ કરવા રહે. વી.એમ.કોઠારી ત્યારે પણ થોડા પાણીમાં મહત્તમ સિંચાઈ માટે માહિર હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.