43 ગામોમાં 75 કરતા વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતિ અપનાવી

જૂનાગઢ જિલ્લાના 495 ગામોમાં પ્રાકૃતિક ઢબે  ખેતી થઈ રહી છે. જેમાં જિલ્લાના 168 ગામોમાં 25 થી વધુ અને 43 ગામોમાં 75થી વધુ ખેડૂતો પાકૃતિક ખેતિ સફળતાપૂર્વક કરી રહ્યા છે.

જૂનાગઢ પ્રાકૃતિક ખેતીનો વધુ સારો અવકાશ છે. કારણ કે, જિલ્લાની મોટાભાગની વસ્તી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલી છે. જૂનાગઢ એક કૃષિપ્રધાન જિલ્લો છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં આવેલ 495 ગ્રામ પંચાયતો માંથી  186 ગામોમાં 25 થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જેઓ પ્રાકૃતિક ખેતી સફળતાપૂર્વક કરી રહ્યા છે. જ્યારે 43 ગામોમાં 75 થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા છે.

બીજી બાજુ જિલ્લા વહીવટી તંત્ર લાંબા સમયથી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સક્રિયપણે સામેલ છે. દર રવિવારે શહેરના સરદારબાગ ખાતે પ્રાકૃતિક હાટ (બજાર) નું આયોજન કરવામાં આવે છે. જ્યાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી ઉત્પાદનોમાં તાજા શાકભાજી, ફળો અને અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરી શકે છે. શહેરી વિસ્તારમાં નાગરિકો પ્રાકૃતિક રીતે ઉગાડવામાં આવતી ખેતીની તાજી પેદાશો મેળવી શકે છે. દર રવિવારે મોટી સંખ્યામાં લોકોને કુદરતી ખેતી ઉત્પાદનોનો લાભ મળે છે.

આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક ખોરાક આધારિત કાફે “પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે” ખોલવામાં આવ્યું છે. જે પ્લાસ્ટિકના કચરાનાં બદલામાં પ્રાકૃતિક ખોરાક પૂરો પાડે છે. અહીં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પાસેથી રોજિંદી જરૂરી ચીજવસ્તુઓ, શાકભાજી, ફળો અને મસાલા ખરીદી કરવામાં આવે છે. જિલ્લા વહીવટી તંત્ર એ કાફે માટે પ્રાકૃતિક રીતે ઉગાડવામાં આવતા શાકભાજી, ફળો આપવા માટે 10 થી વધુ ખેડૂતો સાથે એમઓયુ કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.