41 કેસો પૈકી 21 કેસો દફતરે કરાયા:.6 કેસો પેન્ડિંગ રાખયા
રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં રજૂ કરાયેલા 41 કેસો પૈકી રાજકોટ શહેરના 11 અને ગ્રામ્ય વિસ્તારના 3 એમ કુલ 14 કેસમાં સંબંધિતો સામે એફ.આઈ.આર. દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ-2020 અન્વયે રજૂ થયેલ અરજીઓ પર નિર્ણય લેવા માટે યોજાયેલી આ બેઠકમાં અધિકારીઓએ તપાસ અહેવાલ રજૂ કર્યો હતો. જે મુજબ સમિતિ સમક્ષ મુકાયેલા કુલ 41 કેસો પૈકી 21 કેસો દફતરે કરવામાં આવ્યા હતા. તથા 6 કેસો પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા.
આ બેઠકમા પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ,જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેકટર કે.બી ઠક્કર,પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, પ્રાંત અધિકારી સંદિપ વર્મા, સૂરજ સુથાર, કે.જી.ચૌધરી, વિવેક ટાંક, જે.એન. લિખિયા, રાજેશ આલ, તેમજ વરીષ્ઠ પોલીસ અધિકારીઓ અને સંબંધિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.