10 હજાર કિંમતના એક એવા 35 ઈન્જેકશનો અપાયા: સમયસર ઓપરેશન ન થયું હોતતો કાયમી અપંગતા આવી જાત: રાજકોટ હિમોફિલીયા સોસાયટી અને વોકહાર્ટ હોસ્પિટલનું માનવતાવાદી પગલું

મોરબી તાલુકાના લુણસર ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો વિરલ જીતેન્દ્રભાઈ સાબરીયા સ્કુલમા લપસી પડતા તેને લોહિ નીકળવાનું શરૂ થયું હતુ વિરલને હિમોફિલીયાની સમસ્યા હોવાથી એકવાર લોહી નીકળવાની શરૂઆત થાય ત્યારે તેબંધ થતું નથી હોવાથી મુશ્કેલી વધી ગઈ હતી. રાજકોટમાં હિમોફિલીયા સોસાયટીનું ચેપ્ટર કાર્યરત હોવાથી તેને તુરંત જાણ કરીને મોરબી ખાતે પ્રાથમિક સારવાર અપાયા બાદ પગમાં ફેકચરની વધુ સારવાર અને ઓપરેશન માટે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં વિરલને લાવવામાં આવ્યો હતો.

વોકહાર્ટ હોસ્પિટલનાં સ્ટાફે તાત્કાલીક સારવાર માટેના સમયસર પગલાઓ ભર્યા હતા. તાત્કાલીક બાળરોગ, ઓર્થોપેડીક સર્જન અને ઓન્કો હિમેટોલોજીસ્ટની ટીમે રાજકોટની હિમોફીલીયા સોસાયટીને કોર્ડીનેટ કરીને ઓપરેશન કરવામા આવ્યું હતુ. વોકહાર્ટ હોસ્પિટલની સુંદર ટ્રીટમેન્ટ થકી સાત દિવસ બાદ બાળકને રવિવારે રજા આપવામાં આવી હતી.

મોરબીના સિરામીક ઉદ્યોગમાં મજૂર તરીકે કામ કરતા પિતાના પુત્ર વિરલ જીતેન્દ્રભાઈ સાબરીયાને સૌનાસહિયારા પ્રયાસોથી નવજીવન મળ્યું હતુ. હોસ્પિટલનું બીલ આ પરિવારને પોસાય તેમ ન હોવાથી પરેશ સાકરીયા, ડો. કિરણ અવાસીયા, સીટી પોલીસના ઝાલાભાઈએ આર્થિક સહાય આપીને સહયોગ આપ્યો હતો. અશોક ગોંધીયા મેમોરિયલ ટ્રસ્ટે બાકીનો સહયોગ આપ્યો હતો. સમગ્ર ટ્રીટમેન્ટમાં અશોક ગોંધીયા ટ્રસ્ટના બળવંતભાઈ દેશાઈએ સુંદર સહયોગ આપ્યો હતો.

ઓપરેશન પહેલા અને પછી સારવાર દરમ્યાન લોહી ન નીકળે તે માટે લોહીગંડાવવા માટે દશ હજારની કિમંતના એક એવા 35 ઈન્જેકશનો અપાયા હતા જેનો સાડા ત્રણ લાખ ખર્ચો થયો હતો. જે તમામ ઈન્જેકશનો એચ.ટી.સી. અને સોસાયટી દ્વારા નિ:શુલ્ક અપાયા હતા. એન્ટી હિમોફીલીક ફેકટર 8 બાળકના નવજીવન માટે અતિ આવશ્યક હોવાથી સારવાર વ્યવસ્થા થઈ જતા બાળક વિરલને નવજીવન મળ્યું હતુ.

સમગ્ર ટ્રીટમેન્ટમાં વોકહાર્ટનાં પિડિયાટ્રીક ડો. તૃપ્તી વૈશ્ર્નાણીએ સુંદર સહયોગ આપ્યો હતો. જો આ વિરલને સમયસરની સારવાર અને ઓપરેશનની સુવિધા ન મળી હોત તો કાયમી અપંગતા આવી ગઈ હોત. વિરલના પરિવારને સીટી પોલીસનાં ઝાલાભાઈએ તથા વોકહાર્ટની મેડીકલી ટીમે સ્ટાફે સુંદર સહયોગ આપ્યો હતો. મોરબીનાં બાબુભાઈ એ પણ આર્થિક સહયોગ આપીને બાળકને નવજીવન આપ્યું હતુ.

વોકહાર્ટ હોસ્પિટલની સમયસર સારવારે આપ્યું બાળકને નવજીવન

મોરબીના હિમોફીલીક બાળક વિરલ જીતેન્દ્રભાઈ સાબરીયા ઉ.13 ને રાજકોટ હિમોફીલીયા સોસાયટી અને વોકહાર્ટ હોસ્પિટલની સમયસરની સારવારે નવજીવન આપ્યું હતુ. જીવન રક્ષક એન્ટિ હિમોફિલીક ઈન્જેકશન ફેકટર 8ની સમયસરની વ્યવસ્થાએ બાળકને કાયમી અપંગતામાંથી મૂકત કર્યો હતો. વોકહાર્ટ હોસ્પિટલના પિડીયાટ્રીક અને ઓર્થોપેડિક વિભાગે સુંદર ટ્રીટમેન્ટ સહયોગ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.