સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકામાં આવેલ શાળાઓ અને કોલેજ ખાતે ૧૦૮ વાનનું માર્ગદર્શન ૧૦૮ લીંબડીના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું અને ૧૦૮ ના પઇલોટ અને ઇ.એમ.ટી. મારફત ૧૦૮ વાનનું શું મહત્વ છે.
આ વાનનો ઉપયોગ કઇ રીતે કરવો તેમજ ૧૦૮ માં ઇમરજન્સી સારવાર અર્થે કયા કયા સાધનો આપવામાં આવેલ છે. તેનો ઉપયોગ કઇ રીતે કરવામાં આવે છે તેમજ કોઇ ઇમરજન્સી ધટના ઘટે તો ૧૦૮ નો કઇ રીતે સંર્પક કરવો તેવા અલગ અલગ રીતે ૧૦૮ લીંબડીના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપાયું હતું.
તેમજ ઓનલાઇન ૧૦૮ ની જે એપ્લીકેશન છે , તેનો ઉપયોગથી કઇ રીતે ૧૦૮ ની મદદ કઈ રીતે લઈ શકાય તે જણાવાયું હતું.