ટુરીઝમના વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રકચરને બુસ્ટ આપવાનો નિર્ણય મહત્વનો સાબીત થશે
૨૦૨૮ સુધીમાં ટુરીઝમ સેકટરી રોજગારીની ૧ કરોડ નવી તકો ઉભી થશે
દેશમાં ટુરીઝમ ક્ષેત્રના વિકાસ માટે સરકાર સતત પ્રયાસો કરી રહી છે. તેના ભાગરૂપે આગામી ૧૦ વર્ષમાં ભારત વિશ્ર્વની ત્રીજા નંબરની સૌથી મોટી ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ઈકોનોમી બની જશે તેવું વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરીઝમના રિપોર્ટમાં જણાવાયું છે.
તાજેતરમાં આ રિપોર્ટના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે મુજબ વર્ષ ૨૦૨૮ સુધીમાં ટુરીઝમ સેકટરમાં ૧ કરોડ નોકરીઓ ઉભી થશે. આ ઉપરાંત ટુરીઝમ અને ટ્રાવેલ ક્ષેત્ર સો સીધી કે અડકતરી રીતે રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ ૪.૨ કરોડી વધીને ૫.૨ કરોડ થઈ જશે. હાલની સ્થિતિએ ભારત વિશ્ર્વની ૭માં નંબરની સૌથી મોટી ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ઈકોનોમી છે. ભારત સરકારે ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ અને ટ્રાવેલને પ્રોત્સાહન આપતા આ ક્ષેત્રના બુસ્ટ મળ્યું છે. અત્યાધુનિક એરપોર્ટ, બંદરો અને હાઈસ્પીડ રેલ તા રોડ-રસ્તાના માળખાએ પ્રવાસીઓને ભારત તરફ ખેંચ્યા છે. જેના પરિણામે ભારત વિશ્ર્વની સૌી ઝડપી વિકસતી ટુરીઝમ ઈકોનોમીમાં પણ સામેલ થઈ ચૂકયું છે.
ભારતમાં ટ્રાવેલ અને ટુરીઝમ સેકટર માટે સૌથી વધુ ફોકસ કરવાની જરૂરીયાત ઉભી થઈ હતી. જેના પરિણામે ઈન્ફાસ્ટ્રકચરનો ભરપુર વિકાસ કરવામાં આવ્યો છે. ટુરીઝમ મેળવવા પણ વેપારની દ્રષ્ટીએ અન્ય દેશો સો પ્રતિસ્પર્ધા કરવી પડે છે. કેન્દ્રએ તાજેતરમાં રિઝનલ કનેકટીવીટી સ્કીમ લાગુ કરી હતી. જેના હેઠળ દેશમાં ૩૫૦ એરપોર્ટ, રન-વેનો વિકાસ કરવાનું કામ ચાલી રહ્યું છે. મુંબઈમાં નવા ક્રુઝ પોઈન્ટ તૈયાર કરવા માટેના નિર્ણયને ખૂબજ વખાણવામાં આવી રહ્યાં છે. કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષીત કરવા ખરેખર ગણા મહત્વના પગલા ભર્યા છે. ૧૬૩ દેશો માટે ઈ-વિઝાની સુવિધા શરૂ કરી છે. આ સીવાય ઈન્ક્રીડીબલ ઈન્ડિયા ૨.૦ અભિયાનને પણ સારા માર્કેટીંગ સો લોન્ચ કર્યું છે.
આ પ્રયાસોના પરિણામે ભારત ૨૦૨૮માં દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી મોટો ટુરીઝમ ઈકોનોમીવાળો દેશ બની જવાનો છે. ભારતની આગળ ચીન અને અમેરિકાને સન મળશે. આ યાદીમાં ઈન્ડોનેશીયા, થાઈલેન્ડ અને મેકસીકોનો પણ સમાવેશ થાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,