પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનને રશિયામાંથી વીલા મોંઢે પાછા આવવું પડ્યું છે. ગુરુવારે જ્યારે તેઓ બે દિવસની રશિયાની મુલાકાતે મોસ્કો પહોંચ્યાં બરાબર તે જ સમયે રાષ્ટ્રપતિ પુતિન યુદ્ધમાં જ રોકાયેલા રહ્યાં હતા, તેથી તેઓ મહેમાન બનીને આવેલા પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન સાથે મુલાકાત કરી શક્યા નથી. રાષ્ટ્રપતિ પુતિને મળવાનો સમય ન આપ્યો હોવાથી પીએમ ઈમરાન માટે તો જોયા જેવો ઘાટ થયો. આખરે તેમણે પાકિસ્તાનનું વળતું વિમાન પકડવું પડ્યું હતું અને સ્વદેશ પરત ફરવું પડ્યું હતું.
આ વચ્ચે ઇમરાન ખાનનો એક બફાટ પણ સામે આવ્યો છે. જેમાં તેને રશિયાની મુલાકાત વેળાએ કહ્યું કે હું કેટલા સાચા સમયે અહી આવ્યો છું, હું ખૂબ જ ઉત્સુક છુ. થોડા સમય બાદ તેઓ ફરી કહે છે કે હું ખૂબ જ ઉત્સુક છું. આવા યુદ્ધના સમયે તેઓએ આવું નિવેદન દેતા ભારે ટીકા થઈ રહી છે.