પાક.ને આર્થિક કટોકટીથી ઉગારવા ઇમરાન એક મહિનામાં બીજી વખત સાઉદી અરેબીયા પહોંચ્યા
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન આર્થિક રીતે ભાંગી પડેલા પાકિસ્તાનને ફરીથી બેઠુ કરવા અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. સાઉદી અરેબીયાના તુર્કી ઇસ્તામ્બુલ કોન્સ્યુલેટમાં પણ ઇમરાન ખાન સતત બીજી વાર દોડી ગયા હતા. સાઉદી અરેબિયામાં પત્રકાર ખુશોગીની હત્યા બાદ એક ઇન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સ યોજાઇ હતી. જેનો અન્ય લીડર્સે બહિષ્કાર કર્યો હતો પરંતુ ઇમરાન આ ઇન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા.
ઇમરાનખાને અગાઉ એક ઇન્ટરવ્યુમાં પત્રકાર ખાશોનીના મૃત્યુ અંગે ચિંતા વ્યકત કરી હતી જો કે તેઓએ કોન્ફરન્સ છોડી નથી કારણ એ જ માનવામાં આવી રહ્યું છે કે પાક. તેની આર્થિક પરિસ્થિતિને સુધારવા સાઉદી અરેબીયાનો સહારો લેશે.
મહત્વનું છે કે ઇમરાન ખાન એક મહીનાની અંદર જ બીજી વાર સાઉદી અરેબિયાની મુલાકાત છે. જો કે ઇમરાનને આર્થિક ભંડોળ એકઠુ કરવામાં સફળતા મળી નથી. ખાને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે મને સાઉદી લીડર્સ સાથે મળવાનો યોગ્ય સમય મળ્યો નથી. મારુ માનવું છે કે ર૧૦ મિલિયન લોકોના ઉજવળ ભવિષ્ય માટે અને આર્થિક કટોકટી તેમજ મંદી ને નિવારવા માટે સાઉદી અરેબિયા સાથે ચર્ચા કરવી યોગ્ય છે. જયાં સુધી મૈત્રી પૂર્ણ દેશો અથવા ઇન્ટરનેશનલ મોનેટરીફંડ પાસેથી લોન મેળવીશું નહી ત્યાં સુધી આયાત નિકાસ માટે પુરતા નાણા ચુકવવા વિદેશી વિનિમય શકય નહી.
આ અંગે પાકિસ્તાનના નાણા પ્રધાન અસદ ઉમર અને કોમર્સ મિનિસ્ટ અબ્દુલ રઝાક દાઉદે તેમના નિવેદનમાં જણાવ્યું કે, પાકિસ્તાનમાં જે લોકો રોકાણ કરવા માંગતા હોય તેમને પાક. આવકારે છે આ સાથે પાંચ વર્ષમાં દેશની બીજી સંભયત બેલઆઉટ માટે ચર્ચા કરવા પણ ઇન્ટરનેશનલ મોનટરી ફંડને આવકારવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે જુલાઇ મહિનામા જ પાકિસ્તાન નો કાર્યભાર સંભાળનાર પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન પાક.ની આર્થિક ડામાડોળ પરિસ્થિતિની બેઠક કરવાના સતત પ્રયત્નો કરી રહ્યા છે. ખાન અગાઉના વડાપ્રધાનો પર હાલની આર્થિક પરિસ્થિતિ બાબતે આરોપ લગાવી રહ્યા છે અને પાક.ની સ્થિતિ સુધારવા માટે સાઉદીની દોટ લગાવી રહ્યા છે.