કંગના રનોટ સ્ટાર ફિલ્મ સિમરણ આજ બોક્સ ઓફિસ પર રીલીઝ થઈ. ક્વિન અને તનુ વેડ્સ મનુ જેવી સુપેરિત ફિલ્મ આપનારી કંગના પાસે આ ફિલ્મથી પણ ઘણી ઉમ્મીદ હતી. પરંતુ પાછલી ફિલ્મોની જેમ કંગનાની આ ફિલ્મ એ જાગું બિખેરી શકી નહીં.
કહાની-
કંગનાની આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મમાં કંગના એક ગુજરાતી ગર્લના કિરદારમાં જોવા મળે છે જે એક તલાકશુદા હોય છે અને જોર્જિયા સ્થિત પોતાના માતા-પિતા સાથે રહેતી હોય છે. પોતાને વ્યસ્ત રાખવા અંતે તે એક હોટલમાં હાઉસ કીપીંગની જોબ કરતી હોય છે. હમેશા કંગાનાએ તેના પિતા પાસેથી બીજી વાર લગ્ન કરવાનો ફોર્સ કરવામાં આવે છે પરંતુ તે આ વાત માટે તૈયાર થતી નથી. ઘણા પૈસા કમાવા અને ઘર ખરીદવાની લાલચ તેને એક અપરાધ તરફ ધકેલે છે. જેમથી નીકળવું મુશ્કેલ બની જાય છે. ત્યાર બાદ શું થાય છે જે જાણવા તમારે ફિલ્મ જોવી પડશે.
નિર્દેશક-
હાંસલ મહેતા એક મશહૂર નિર્દેશક છે જેની જૂની ફિલ્મોને જોઈને એવું લાગે છે કે તે દર વખતે કઈક અલગ વિષય લઈને આવે છે. પરંતુ સિટિલાઈટ અને અલીગઢ જેવી ફિલ્મો આપનાર હસંલ મહેતા આ ફિલ્મ એ કમાલ કરી શકી નહીં.
સંગીત–
ફિલ્મનુ સંગીત પણ કઈ ખાસ નથી. ટાઇટલ સોંગ, મીતઅને પીંજરા તોડની કહાનીને અનુરૂપ આપવામાં આવ્યું છે. પરંતુ કોઈ પણ સોંગ તમે લાંબા સમય સુધી યાદ રાખી નહીં શકો.
ફિલ્મ પાસે જેટલી આશા રાખી હતી તે પ્રમાણે ફિલ્મમાં કઈ ખાસ છે નહીં પરંતુ તમે જો કંગનાની અદાકારીના ફેન છો તો આ ફિલ્મ તમે જોઈ શકો છો.