ઈમરાન ખાને પાકિસ્તાનના 18મા વડાપ્રધાન તરીકે શપથ લીધા. તેમના આ શપથગ્રહણ સમારોહમાં ભારતથી નવજોત સિંહ સિદ્ધુ પણ પહોંચ્યા. નવજોતસિંહ સિદ્ધૂ અહીંયા પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવાને મળ્યા. નવું પાકિસ્તાન ઈમરાનનો નારો હતો, પરંતુ બેરોજગારી, ગરીબી અને નબળી અર્થવ્યવસ્થા તેમના માટે સૌથી મોટા પડકારો રહેશે. દેશની હાલત એવી છે કે તેમને પદ સંભાળતા જ 25 અબજ ડોલરની (લગભગ 1 લાખ 74 હજાર કરોડ રૂપિયા) લોનની જરૂર છે.
Islamabad: #ImranKhan takes oath as the Prime Minister of #Pakistan pic.twitter.com/nhzRqpJQ6I
— ANI (@ANI) August 18, 2018
ઇમરાન તમામ ઔપચારિકતાઓ પૂરી કરી ચૂક્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ઇમરાનના શપથ લેતાં જ ઇસ્લામિક બેંક રકમ ટ્રાન્સફર કરી દેશે. જ્યારે પાકિસ્તાનના સંભવિત નાણામંત્રી અસદ ઉમર પણ કહી ચૂક્યાં છે કે, “દેશની પરિસ્થિતિ ઘણી ખરાબ છે. કેન્દ્રીય બેંક પાસે માત્ર 10 અબજ ડોલર (આશરે 70 હજાર કરોડ રૂપિયા) છે. આશા છે કે થોડા સમય માટે અમને ક્યાંયથી પણ 8-9 અબજ ડોલરની લોન મળી જશે. જોકે, તે પછી પણ અમારી જરૂરિયાતો પૂરી થવી અશક્ય છે.