ક્રિકેટથી લઇ રાજનીતિના મેદાનમાં ભારત સામે ઝનૂની ઇમરાન ખાન
ઈમરાન ખાન પાકિસ્તાનની સત્તા સંભાળવા તરફ આગળ વધી રહ્યાં છે. નવાઝ શરીફ અને ભુટોના પક્ષ તેમજ આતંકી હાફિઝ શઈદના પક્ષને પ્રજાએ જાકારો આપી ઈમરાન ખાનને પસંદ કર્યા છે.
જો કે, ઈમરાન ખાનના શાસનમાં આતંકવાદ વધુ માુ ઉંચકશે કે, લોકોની સુખાકારી વધશે તે મુદ્દે ચર્ચાઓ વા લાગી છે. ઈમરાન ખાન ક્રિકેટી લઈ રાજનીતિના મેદાનમાં ભારત સામે ઝનૂની રહ્યો છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમને રિવર્સ સ્વીંગની ભેટ ઈમરાનની મદદી મળી છે.
અકરમ અને હક્ક જેવા ક્રિકેટર પણ ઈમરાને શોધ્યા છે. જયારે ૧૯૯૨માં વર્લ્ડકપ જીતી ઈમરાન ખાને ૧૯૯૬માં રાજકારણમાં ઉતરવાનું નકકી કર્યું હતું. પ્રમ તબકકે રાજકારણમાં નિષ્ફળ રહ્યાં બાદ ધીમે ધીમે ઈમરાને લોકોના મનમાં સન હાસલ કર્યું હતું. પાકિસ્તાનના નવા કેપ્ટન તરીકે ઈમરાન ખાન કયાં નિર્ણયો લેશે તે ઉપર આતંકવાદનું ભવિષ્ય ઘડાશે. હાલ તો પાકિસ્તાનના લોકોનું ભવિષ્ય ઈમરાનના હામાં છે.
વર્ષ ૧૯૯૬માં ઈમરાન ખાને તહરીક-એ-ઈન્સાફ નામનો પક્ષ ઘડયો હતો. ઈમરાન ખાન ઓકસ્ફોર્ડમાં શિક્ષણ મેળવી ચૂકયા છે. વર્ષ ૨૦૦૨ની સામાન્ય ચૂંટણીમાં ઈમરાન ખાનનો પક્ષ આખા પાકિસ્તાનમાં માત્ર એક બેઠક જીતી શકયો હતો. ઈમરાન ખાન પોતાના ક્રિકેટકાળી જ ભારત સામે કટ્ટરતાી રમ્યો છે તે જેટલો સમય પાકિસ્તાનનો કેપ્ટન રહ્યો ત્યાં સુધી પાકિસ્તાન સામે ભારત એક પણ ટેસ્ટ મેચ જીતી શકયું નહોતું. વર્ષ ૧૯૮૨-૮૩માં પાકિસ્તાને ભારતને ૩-૦ી ખરાબ રીતે કચડયું હતું.
જો કે નિષ્ણાંતોના મતે ઈમરાન ખાન પાકિસ્તાની આર્મી અને આઈએસઆઈની કઠપુતળી છે. તેણે એવા કાયદાઓને ટેકો આપ્યો છે જે પાકિસ્તાનની પ્રજાની આઝાદી છીનવી શકે છે. પાકિસ્તાનની સેના આતંકીઓને ટેકો આપવા માટે સમગ્ર વિશ્ર્વમાં બદનામ છે.
જો ઈમરાન ખાન સેનાની કઠપુતળી રહેશે તો પાકિસ્તાન ત્રાસવાદમાં ધકેલાઈ જશે.