પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને હાલના દિગ્ગજ નેતા ઇમરાન ખાન પર તેમની પૂર્ન પત્નીએ પાછલા સમયમાં ઘણાં ગંભીર આરોપ લગાવ્યાં છે. તેણે પહેલા શારિરીક શોષણના આરોપ લગાવતા કહ્યું હતું કે ઇમરાન ખાન સમલૈંગિક છે અને તેના પાર્ટીના કેટલાંક નેતાઓ સાથે સંબંધો રહી ચુક્યાં છે. ઉલ્લેખનીય છે કે ઇમરાન પાકિસ્કાનના તહરીક-એ-ઇંસાફના લીડર છે.
રહેમે પોતાના પુસ્તકમાં આ તમામ દાવાઓ કર્યાં છે. પાકિસ્તાની મિડિયા રિપોટ્સ અનુસાર રહેમે દાવો કર્યો છે કે ઇમરાન ખાન, પાકિસ્તાની એક્ટર હમજા અલી અબ્બાસ અને પીટીઆઇ સભ્ય મુરાદ સઇદ સમલૈંગિક છે અને તેમની વચ્ચે સંબંધો હતા. આ મામલે હજુ સુધી ઇમરાન અને હમજા તરફથી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી પરંતુ સઇદે આ તમામ આરોપોને નકારી કાઢ્યાં છે.તેમણે રહેમ ખાનની વાતોને પાયા વિહોણી ગણાવી છે.
રહેમે અગાઉ પણ મરાન ખાન પર યૌન શોષણના આરોપ લગાવ્યાં છે. રહેમ ત્યારથી વિવાદોમાં ઘેરાઇ છે જ્યારથી તેના પુસ્તકનો કેટલોક ભાગ ઑનલાઇન લીક થઇ ગયાં હતા. રહેમે પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમ પર પણ પોતાની સેકેસુઅલ ફેન્ટસી પૂરી કરવા માટે પોતાની પત્નીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.