જમ્મુ-કાશ્મીરમાં કલમ 370માં હતાવ્યાબાદ પછી પાકિસ્તાન હજુ પણ શાંતિ જાળવી શકતું નથી. પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે POKની વિધાનસભાને ઇમરાન ખાને કહ્યું કે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે તો સમગ્ર વિશ્વ જવાબદાર હશે. તેમને ડર વ્યક્ત કરતા કહ્યું હતું કે બાલાકોટથી પણ વધુ ખતરનાક પ્લાન ભારત કરી રહ્યું છે. બીજીબાજુ પાક. રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વીએ કહ્યું કે અમે કાશ્મીરીઓને એકલા નહીં છોડીએ. તેઓ અમારા છે. અમે ભારત વિરુદ્ધ સોશિયલ મીડિયામાં જંગ ચાલુ રાખીશું. તો બીજીબાજુ પાક. આર્મી ચીફ બાજવાએ કહ્યું કે તેઓ ભારત સાથે યુદ્ધ માટે તૈયાર છે. દુશ્મનના ઇરાદાની તેઓને જાણ છે. કાશ્મીરીઓ માટે અમે એક મજબૂત દીવાલ તરીકે ઊભા છીએ.
અમારી પાસે માહિતી છે કે મોદીએ બાલાકોટથી પણ ખતરનાક પ્લાન બનાવી રાખ્યો છે.POK વિધાનસભામાં ઇમરાન ખાને કહ્યું કે, અમારી પાસે માહિતી છે. સિક્યુરિટી મીટિંગ થઈ છે. પાકિસ્તાનની ફોજને સંપૂર્ણપણે ખ્યાલ છે કે આમને યોજના બનાવી છે કે આઝાદ કાશ્મીર (POK)માં કાર્યવાહી કરશે. જે રીતે પુલવામા પછી તેમણે બાલાકોટમાં પગલાં ભર્યા હતા તેનાથી પણ વધુ ખતરનાક યોજના બનાવી હોવાની માહિતી અમારી પાસે છે. હું નરેન્દ્ર મોદીને પડકાર આપું છું કે તેઓ એક્શન લે. અમે ઇંટનો જવાબ પથ્થરથી આપીશું. પાક. આર્મી તૈયાર છે, લોકો પણ તૈયાર છે.