પાકિસ્તાનમાં રાજકીય ઉથલ-પાથલની આંધી: રાજકીય કટોકટીનું વધુ એક સંકટ, નાણામંત્રીએ જ ગુમાવી દીધો વિશ્વાસનો મત
ભારતનું સૌથી વધુ નિકટવર્તી પડોશી/દુશ્મન પાકિસ્તાન બાળોતીયાથી જ દાઝેલું હોય તેમ 14 ઓગષ્ટ 1947ના દિવસે જ મળેલી આઝાદીના પ્રથમ ચરણથી જ પાકિસ્તાન અંમેશા આંતરીક અંધાધૂંધી, અરાજકતા અને રાજકીય કટોકટી વચ્ચે લોકતંત્ર મોટાભાગે નાળચા હેઠળ જ રહેતુ હોય તેમ પાકિસ્તાનની રાજકીય કટોકટીનો ક્યારેય અંત આવતો નથી અને દિવસે દિવસે તે વધુને વધુ ઘેરી બનતી જાય છે.
પાકિસ્તાન ભારતની અદેખાય અને હરિફાયમાં સતતપણે માનસીક રીતે પીડાતુ આવ્યું છે. ભારતની તરક્કી અવકાશ સુધી પહોંચી ચૂકી છે અને પાકિસ્તાન હજુ સુધી પોતાના આંગણે જ લોટ દળવાની ઘંટી સુધા બનાવી શક્યું નથી. પાકિસ્તાનમાં અનેકવાર રાજકીય ચડઉતર આવતી રહે છે. વડાપ્રધાન દરજ્જાની વ્યક્તિને પણ ફાંસીને માંચડે ચડાવી દેવાની ગંદી રાજનીતિએ પાકિસ્તાનને હંમેશા અધ:પતન જ ર્ક્યું છે. ભારત સામે પ્રોકસીવોરના ખ્વાબ જોતુ પાકિસ્તાન અત્યારે ખુદ આંતરીક વર્ગ-વિગ્રહમાં ફસાયું છે. પાકિસ્તાનનું લોકતંત્ર ક્યારેય મુક્ત લોકશાહીના શ્ર્વાસ લાંબા સમય સુધી લઈ શકતું નથી. વધુ એકવાર લોકતાંત્રીક ઢબે ચાલતી ઈમરાન ખાનની સરકાર પડુ-પડુ થઈ ગઈ હોય તેમ સંસદમાં વડાપ્રધાનના વિશ્ર્વાસુ ગણાતા નાણામંત્રી જ વિશ્ર્વાસ ગુમાવી બેઠા છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન માટે અત્યારે સંસદમાં વિશ્ર્વાસનો મત ટકાવી રાખવો અઘરો થઈ પડ્યો છે. નીચલા ગૃહમાં પોતાની સરકારના વિશ્ર્વાસુ નાણામંત્રીએ એક બેઠક પર વિશ્ર્વાસ જાળવી રાખવામાં નિષ્ફળ રહેતા 3 વર્ષ જૂની સરકાર સંકટમાં આવી ગઈ છે.
ઈમરાન ખાન સરકારે નાણામંત્રી અબ્દુલ હાફિઝ શેખ સંસદમાં વિશ્ર્વાસનો મત જાળવી ન શકવાની ઘટનાએ વિપક્ષ પૂર્વ વડાપ્રધાન યુસુફ રઝા ગીલાનીની અધ્યક્ષતામાં ઈમરાન ખાનનું રાજીનામુ માંગી લીધુ છે. સંસદમાં નેશનલ એસેમ્બલી અને ઈમરાન ખાન સરકારે નાણામંત્રી અબ્દુલ આફિઝ શેખ માટે માંગેલો વિશ્ર્વાસનો મત અપુરતા મતોના કારણે ગુમાવી દીધો છે. પોતાની સરકારમાં નીચલા ગૃહમાં વિશ્ર્વાસ મેળવવામાં નિષ્ફળ રહ્યાંનું વિદેશ મંત્રી શાહ મહમદ કુરેશીએ ચૂંટણી બાદ માધ્યમોને જણાવ્યું હતું. ઈમરાન ખાનના વિશ્ર્વાસુ ગણાતા નાણામંત્રી અબ્દુલ હાફિઝ શેખ પૂર્વ વડાપ્રધાન યુસુફ રઝા ગીલાની સાથે પરાજીત થયા હતા. જો કે, વડાપ્રધાન ઈમરાન ખાનની સરકાર ગૃહમાં 342 સભ્યોની સંખ્યા ધરાવતું હોવાથી હાલ સરકારને કોઈ વાંધો આવે તેમ નથી પરંતુ ગીલાનીને 11 જેટલા વિપક્ષની 179 મતની સંખ્યા સામે નાણામંત્રીને માત્ર 164 મત જ મળ્યા હતા. 7 મતો રદ્દ થયા હતા. ઈમરાન ખાન પાસે અત્યારે 180નું સંખ્યાબળ છે. 11 જેટલા વિપક્ષનું ગઠબંધન ધરાવતા ગીલાનીના એક પ્રવકતાએ માધ્યમોને આપેલી માહિતી મુજબ નાણામંત્રી શેખ દ્વારા 164 મતો સામે 169 મત સાથે વિપક્ષ જીતી ગયું છે. સેનેટની 100 સભ્યોની અંતિમ સ્થિતિ હજુ સ્પષ્ટ થઈ નથી પરંતુ ઈમરાન ખાનની તહેરીકે ઈન્સાફ સૌથી મોટો પક્ષ છે. જેમાં ઓછામાં ઓછી સંસદની 26 બેઠકો છે. પાકિસ્તાનના વિકાસ પરિષદના પ્રમુખ અહેમદ બિલાલ મહેબુબે 100 સભ્યોના ગૃહમાં સરકાર લઘુમતીમાં હોવાનું જણાવ્યું હતું.વડાપ્રધાન ઈમરાન ખાનની સરકાર સંસદમાં પુરતી સંખ્યાનું બળ ગુમાવી ચૂકી હોય તેવું દેખાય રહ્યું છે. વિપક્ષ 26 માર્ચે ઈસ્લામાબાદમાં સરકાર વિરોધી રેલીનું આયોજન કરી રહ્યું છે. ઈમરાન સરકાર અત્યારે કાર્યકાળ પૂરો કર્યા પૂર્વે જ બે વર્ષ પહેલા તુટી પડે તેવું દેખાય રહ્યું છે.