તમામ મોરચે પાક.ને ભીંસમાં લેતું ભારત: અમેરિકા બન્ને તરફથી દબાણમાં
પાકિસ્તાનનાં વડાપ્રધાન ઈમરાન ખાન અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પને મળવા પહોંચ્યા હતા જયાં તેઓએ પાકિસ્તાનની કફોડી હાલત વિશે પણ ચર્ચા કરી હતી અને કાશ્મીર મુદાનો વહેલાસર અંત આવે તે દિશામાં પણ ચર્ચા કરવામાં આવી હતી. સવિશેષ વાત કરવામાં આવે તો ઈમરાનખાને આશ્ચર્યજનક નિવેદનમાં જણાવ્યું હતું કે, ૯/૧૧નાં હુમલા પછી પાકિસ્તાને અમેરિકાનો સાથ દઈ સૌથી મોટી ભુલ કરી હતી. અગાઉની સરકારે પણ એવું વચન ન આપવું જોઈતું હતું જે તે પુરું ન કરી શકત. ઈમરાન ખાને સંબોધનમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે જે રીતે પાકિસ્તાને અમેરિકાનો સાથ આપ્યો તેનાથી દેશને ઘણું ખરું વેઠવું પડયું છે.
પાક.નાં વડાપ્રધાન ઈમરાન ખાને જણાવતા કહ્યું હતું કે, ભારત દ્વારા જે કાશ્મીર મુદો ઉઠાવવામાં આવ્યો છે તેને જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે કાશ્મીર મુદો વહેલાસર પૂર્ણ થવો જોઈએ તેનાં માટે અમેરિકા મધ્યસ્થી કરે. આ નિવેદન બાદ અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવતાં કહ્યું હતું કે, અમેરિકા કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવા તૈયાર છે પરંતુ જો ભારત પરવાનગી આપે તો ? કયાંકને કયાંક એવી પણ વાત સામે આવે છે કે, ભારતે પાકિસ્તાનને તમામ મોરચે ભીસમાં લીધું છે તેમાં અમેરિકાને પણ બંને પક્ષે દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. કયાંકને કયાંક પાકિસ્તાનની જરૂરીયાત અમેરિકાને પણ રહેલી છે. તાલીબાનમાં આતંકી સંગઠનોને ખતમ કરવા માટે ત્યારે બીજી તરફ ભારત દ્વારા જે કુટનીતિનો પ્રયોગ કરવામાં આવ્યો છે તેનાથી અમેરિકાને પણ ઘણી ખરી રીતે તકલીફ પડી શકે તેમ છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને વધુ એક મોટો ખુલાસો કરીને દુનિયાનાને ચોંકાવી દીધી છે. પોતાના દેશમાં ઉછરી રહેલા આતંકવાદ બાદ ઈમરાને વધુ એક ખુલાસો કરીને કહ્યું છે કે, ખૂંખાર આતંકી સંગઠન અલ કાયદાને તેમના જ દેશમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ આતંકવાદ પર પાકિસ્તાનની સૌથી મોટી કબૂલાત છે. ઓસામા બિન લાદેનના નેતૃત્વવાળા આતંકી સંગઠન અલ કાયદાએ જ ૯/૧૧ જેવી ભયાનક આતંકી ઘટનાને અંજામ આપ્યો હતો. અમેરિકાની કિં ટેક કાઉન્સિલ ઓન ફોરેન રિલેશનમાં ઈમરાને કહ્યું કે ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧એ અમેરિકાને વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર યેલા હુમલા પહેલા અલ કાયદાના આતંકવાદીઓને પાકિસ્તાની આર્મી અને આઈએસઆઈ દ્વારા ટ્રેનિંગ મળી હતી.
૧૯૮૦નાં દાયકામાં જયારે રશિયાને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવા માટે અફઘાન અને પાકિસ્તાનને અમેરિકાએ જે મદદ કરી હતી અને આઈએસઆઈ દ્વારા જે સોવિયત સામે જેહાદ માટે મેદાનમાં ઉતર્યા હતા તેમાં અમેરિકાનો અફઘાનિસ્તાનનો સાથ છોડી દીધો હતો જેથી પાકિસ્તાન પણ એકલું પડી ગયું હતું. આ તકે પાકિસ્તાનનું નામ વિદેશમાં અનેક ગેરપ્રવૃતિઓમાં આગળ આવી રહ્યું છે ત્યારે પાકિસ્તાનમાં આર્થિક સંકળામણ અને ભારતની કૂટનીતિનાં આધારે એફએટીએફ દ્વારા જે પાકિસ્તાનને બ્લેકલીસ્ટ કરવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે તેનાં વિશે પણ ઈમરાનખાને સ્વિકાર્યું હતું. અફઘાનિસ્તાનમાંથી સોવિયત રશિયાને બહાર કાઢવા જે આઈએસઆઈને તાલીમ આપવામાં આવ્યા બાદ મેદાનમાં ઉતારવામાં આવી હતી ત્યારે પાકિસ્તાને અમેરિકાની મદદ કરી હતી પરંતુ હાલની સ્થિતિમાં અમેરિકા જ પાકિસ્તાનને પડોશી દેશમાં આતંકી પ્રવૃતિઓને પ્રોત્સાહન કરવા માટે કસુરવાર ગણી રહ્યું છે.
તેમણે કહ્યું કે પાકિસ્તાની સરકારે ૯/૧૧ પછી એ આતંકી સમૂહો પ્રત્યે પોતાની નીતિ બદલી, પણ પાકિસ્તાની આર્મી બદલવા ની માગતી. જ્યારે ઈમરાનને પૂછવામાં આવ્યું કે અલ કાયદા ચીફ ઓસામા બિન લાદેનની એબટાબાદમાં હયાતી અને યુએસ નેવી સીલ્સના હો માર્યા જવાની ઘટનાની પાકિસ્તાનની સરકારે તપાસ શા માટે ના કરાવી? તેના પર ઈમરાને કહ્યું, અમે તપાસ કરાવી હતી, પણ હું કહીશ કે પાકિસ્તાની આર્મી, આઈએસઆઈએ એ ૯/૧૧ પહેલા અલ કાયદાને ટ્રેડ કર્યું હતું. માટે, હંમેશા લિંક જોડાતી રહી. આર્મીમાં ઘણાં હોદ્દેદાર ૯/૧૧ પછી નીતિ બદલવા માટે સહમત નહોતા. અલ કાયદા અને તેના ચીફ ઓસામા બિન લાદેન પર પાકિસ્તાન તરફી પાછલા ત્રણ મહિનામાં આ બીજી મોટી કબૂલાત છે. ખાને જુલાઈમાં કહ્યું હતું કે પાકિસ્તાનને ઓસામાની હયાતી અંગે ખબર હતી. પાકિસ્તાનના પીએમએ કહ્યું હતું કે આ ઈન્ટેલિજન્સ આઈએસઆઈને ઓસામા વિશે ખબર હતી. તે જાણકારીના આધારે અમેરિકાએ તેને શોધીને મારી નાખ્યો. ઓસામાને પાકિસ્તાને ૨ મે, ૨૦૧૧ની અડધી રાત્રે એકદમ ગુપ્ત ઓપરેશન હેઠળ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યો હતો.