વિશ્વનાં અન્ય દેશોની સરખામણીમાં હૃદયરોગની બીમારીમાં ભારત પ્રથમ ક્રમે ભારતમાં હવે નાની વયના લોકોમાં પણ હૃદય રોગનું પ્રમાણ જોવા મળે છે
‘શિશા હો યા દીલ આખીર ટુટ જાતા હૈ’ ૫ંકિત મુજબ કાચ હોય કે હૃદય તેનીકાળજી લેવામાં ન આવે તો કાચ તુટી જાય છે અને હૃદય ધબકતુ બંધ થઇ જાય છે. જયારે કોઇ તબીબ કહે કે હૃદય ધબકતુ બંધ થયું છે તો સામાન્ય માનવી પણ સમજી જતું હોય છે કે મૃત્યુ થયું છે. હાલની લોકોની બદલાતી જીવન શૈલી હૃદય રોગનું મુખ્ય કારણ છે હાલના સમયમાં લોકો ત્યા પ્રકારનાો ખોરાક ખાવો તે અંગે પણ જાગૃત નહીં હોવાથી હૃદય રોગનું પ્રમાણ વઘ્યું છે.
આજે વિશ્ર્વ આખુ હૃદય દિવસ મનાવી રહ્યું છે અચંભાની વાત તો એ છે કે, વિશ્ર્વના અન્ય દેશોની સરખામણીમાં ભારત દેશ હૃદય રોગમાં પ્રથમ ક્રમે આવે છે. દેશમાં નાની વયનાં લોકોથી વયોવૃઘ્ધ લોકોમાં હૃદયરોગનું પ્રમાણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે. બીજી તરફ લોકો વ્યસન, જીવનશૈલીમાં બદલાવ હૃદય રોગ થવા માટે મુખ્ય કારણોમાંના એક છે. લોકોએ પોતાના હૃદયની કાળજી રાખવી પણ એટલી જ જ જરૂરી છે, પરંતુ દેશમાં લોકો તેમના શરીરનું નિયમીત ચેકઅપ પણ કરાવતા ન હોવાથી હૃદયરોગ જેવી બીમારી જોવા મળે છે.
હાલનાં સમયમાં તબીબો પણ ચિંતાતૂર છે કે, લોકોમાં જાગૃતા કેવી રીતે કેળવવી, ટેકનોલોજી વિકસીત થતાં જટીલ એવા હૃદયરોગનું નિદાન સરળ થયું છે, પણ સામે નાની ઉમરના લોકોમાં આ પ્રશ્ર્ન દેખાતા ચિંતા પણ એટલી ઉદભવીત થઇ છે, ત્યારે વિશ્ર્વ હૃદય દિવસ નિમિતે અબતક દ્વારા અનેકવિધ નામાંકિત ડોકટરો સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો, જેમાં ઘણી નવી બાબતો પણ સામે આવી છે.
દેશ અને રાજયોમાં હૃદયરોગની બીમારીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે જે અત્યંત જોખમી: ડો. હર્ષ ધોણીયા
કાર્ડીયોલોજીસ્ટ ડો. હર્ષ ધોણીયાની અબતક સાથે વાતચીત દરમિયાન એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી હતી. અને જણાવવામાં આવ્યું હતું કે:, દેશ અને રાજયોમાં હૃદય રોગની બીમારનું પ્રમાણ દિન -પ્રતિદિન વધી રહ્યું છે જે અત્યંત જોખમી છે, બીજી તરફ લોકોની બદલાયેલી જીવન શૈલી પણ એટલી જ જવાબદાર છે. લોકોનું જંકફુડ પ્રત્યેનો ઝુકાવ હોય રોગની બીમારીને સૌથી વધુ નોતરે છે. જે રીતે લોકો વ્યસનને આદી થયા છે તેનાથી તેમનું હૃદય પણ એટલું જ જોખમાયું છે. ટેકનોલોજીનો વ્યાપ વધતા હવે જટીલ હૃદયરોગની બીમારી માટેના ઓપરેશન સરળ બન્યા છે. પરંતુ બીજી તરફ લોકોમાં જે સજાગતા હોવી જોઇએ તે ન દેખાતા ઘણા પ્રશ્ર્નો ઉભા થયા છે. હૃદય રોગથી લોકોને જો બચવું હોઇ તો તેઓએ તેમાં શરીરની જાળવણી પૂરતા પ્રમાણમાં કરવી જોઇએ, અંતમાં તેઓએ જણાવ્યું હતું કે હાલ વૈશ્ર્વિક રીતે જે કોરોનાનો કહેર વરસ્યો છે. તેનાથી હૃદય ઉપર પણ તેની ઘણી અસર જોવા મળી રહી છે. જેથી લોકો પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવી એટલી જ જરૂરી અને આવશ્યક છે.
લોકો દ્વારા લેવામાં આવતું ટેન્શન હૃદય રોગ માટે મુખ્યત્વે કારણભૂત: ડો. સર્વેશ્ર્વર પ્રસાદ
ક્રાઇસ્ટ હોસ્૫િટના કાર્ડીયાક સર્જન ડો. સર્વેશ્ર્વર પ્રસાદે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હ્રદય રોગ શું કામ થાય છે તે જાણવું જરુરી છે. આજના દિવસે લોકો સૌથી વધુ સ્ટ્રેસમાં રહેતા હોવાથી તેમને હ્રદય રોગની બીમારીથી પીડાતા હોઇ છે, લોકો જો તેમનું જીવનશૈલીમાં ફેરફાર કરે, તો હ્રદય રોગની બીમારીથી બચી શકાય છે. હાલના સમયમાં લોકો જંડફુડ ઉપર વધુ ઘ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે, જે હ્રદય માટે સૌથી વધુ જોખમી છે. એવી જ રીતે હવા પ્રદુષણ અને ઘ્વની પ્રદુષણના કારણે પણ અનેક વિધ પ્રકારે હ્રદય રોગની બીમારી આવતી હોઇ છે. લોકો જયારે સારવાર અર્થે આવતા હોઇ, તો ઘણી વખતે તેઓ મોડા પડતા હોય છે, તો બીજી તરફ બાયપાસ સર્જરીની વાત
તબીબો દ્વારા કરવામાં આવે તો તેમનામાં ડરનો સંચાર થતો હોઇ છે, પરંતુ હવે ટેકનોલોજી વિકસીત થતા લોકોને હવે ‘કી હોલ’સર્જરી મારફતે તેમનું નિદાન કરવામાં આવે છે, વધુમાં ડો. સર્વેશ્ર્વર પ્રસાદે જણાવ્યું હતું કે જો હ્રદયરોગનું ઓપરેટર સહજતાથી અને કૌશલ્યથી કરવામાં આવે તો દર્દીઓને ઘણી રાહત પહોંચે છે. ડો. પ્રસાદ દ્વારા કુલ ૧ હજારથી પણ વધુ ઓપરેશન ક્રાઇસ્ટ હોસ્પિટલમાં કરવામાં આવ્યા છે. જેમાં તેમને ધાર્યા કરતી પણ વધુ સફળતા પ્રાપ્ત થઇ છે. તેમના જણાવ્યા પ્રમાણે લોકો જો તેમના શરીરને ઓળખતા થાય તો હ્રદયરોગથી
થી બચી શકાય છે. જે લોકોની ઉમર ૩પ થી ૪૦ વર્ષ ઉ૫રની હોય તો તેઓએ નિયમિત પોતાના શરીરનું ચેકઅપ કરાવું જોઇએ અને પોતાની લાઇફ સ્ટાઇલમાં પણ સુધારો કરવો જોઇએ.
હૃદયની તંદુરસ્તી માટે સ્વાસ્થ્યવર્ધક પ્રવૃતિઓ જરૂરી : ડો. અમિતરાજ (પ્લેક્ષસ કાર્ડિયાક કેર)
પ્લેક્ષસ કાર્ડિયાક કેરના કાર્ડિયોલોજીસ્ટ ડો. અમિત રાજે કહ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં આરોગ્યલક્ષી સંસ્થા અને તબીબી નિષ્ણાંતો દ્વારા હૃદયને લગતી તમામ બાબતોને લોકો સમક્ષ જાગૃતતાના ભાગરૂપે મુકવા હેતુસર વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે હાલની જીવનશૈલીના કારણે લોકોમાં માનસિક તણાવનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. જેના કારણે બ્લડ પ્રેસરની બીમારી શરૂ થતી હોય છે અને જો સમયસર કાળજી લેવામાં ન આવે તો સામાન્ય બીમારી હૃદય રોગમાં પરિણમે છે. હૃદય રોગ ન થાય તે માટે જીવનશૈલી બદલાવવાની જરૂરિયાત છે. તેમણે કહ્યું હતું કે હૃદય રોગ માટે મુખ્યત્વે બ્લડ પ્રેસર, કોલેસ્ટ્રોલ અને મીઠાનો અતિરેક વધવાથી હૃદય રોગ થતો હોય છે. ઉપરાંત રોજિંદા જીવનમાં કસરત અને વ્યાયામના અભાવે તેમજ માનસીક તણાવના કારણે હૃદય રોગ થતો હોય છે. તેમણે કહ્યું હતું કે, હૃદય રોગ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ થતી બીમારી છે પરંતુ સૌરાષ્ટ્રમાં લોકોમાં હૃદયને લઈને જાગૃતતાના અભાવે લોકો વધુ ભોગ બનતા હોય છે ત્યારે મારી સૌરાષ્ટ્રવાસીઓને અપીલ છે કે આપ હૃદય વિશે જાગૃત થાવ, યોગ્ય કાળજી લો જેથી આપને અથવા આપના પરિજનોને હૃદય રોગનો ભોગ બનતા અટકાવી શકાય. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આપણી જે રીતે જીવનશૈલી બદલાઇ રહી છે તેના કારણે હૃદય રોગ વધી રહ્યો છે અને ઉલ્લેખનીય બાબત છે કે, અગાઉ ફક્ત મોટી ઉંમરના લોકોને જ હાર્ટ એટેક આવતો હતો પરંતુ હવે યુવાનો પણ આ રોગનો ભોગ બની રહ્યાં છે જેનું મુખ્ય કારણ એ છે કે આપણે સ્વાસ્થ્યવર્ધક પ્રવૃતિઓ કરવાનું ભૂલી ગયા છીએ જેના પરિણામે તકલીફનો સામનો કરવો પડે છે. લોકોના હૃદય ધીરે ધીરે નબળા પડતા જી રહ્યા છે જેથી મારી સૌ કોઈને અપીલ છે કે આપ મહેરબાની કરીને આપના સ્વાસ્થ્યની કાળજી રાખો અને સ્વાસ્થ્યવર્ધક પ્રવૃતિ કરો જેથી આપના હૃદયને સ્વસ્થ રાખી શકાય.
લોકોની જીવનશૈલી હૃદયરોગને નોતરે છે: ડો. જિગીશ દોશી
યુનીકેર હોસ્૫િટલના કાર્ડીયો વાસ્કયુલર સર્જન ડો. જિગીશ દોશીએ વિશ્ર્વ હૃદય દિવસ અન્વયે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, લોકોમાં હૃદયની મહત્વતા અને જાગૃતા કેળવાઇ તે હેતુસર હૃદય દિવસની ઉજવણી કરવામાં આવે છે. હૃદય રોગ થવાના મુખ્ય કારણ પર જો ઘ્યાન કેન્દ્રીત કરવામાં આવે, તો એ વાત સામે આવે છે કે લોકોની જીવનશૈલી, ખાન-પાન અને મુખ્યત્વે વેશન સૌથી મોટો ભાગ ભજવે છે. લોકોએ નિયમીત શરીરની તપાસ કરાવી જોઇએ તે કરવા માટે લોકોમાં સજાગતા જોવા મળતી નથી. એવી જ રીતે લોકોની અનિયમિતતા હૃદય રોગને નોતરે છે. આ પ્રસંગે યુનીકેર હોસ્પિટલના કાર્ડીયો સર્જનએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં જે રીતે ટેકનોલોજીનો વ્યાપ વઘ્યો છે. તેને જોતા ઘણા હૃદયના ઓપરેશન સફળતા પૂર્વક થઇ શકે છે.
વધુમાં એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે વિશ્ર્વની સરખામણીમાં ભારત બ્લડ પ્રેસર અને હૃદય રોગની બીમારીમાં વિશ્ર્વના પ્રથમ ક્રમે છે. હૃદય રોગ પહેલા મોટા ઉમરના લોકોમાં જોવા મળતો હતો. પરંતુ હવે નાની વયના લોકોમાં પણ આ પ્રશ્ર્ન સામે આવી રહ્યો છે. જેનાથી લોકોએ તેમની જીવનશૈલીમાં ફેરફાર કરવો જોઇએ, લોકોએ તેમના શરીરનું પૂરતા પ્રમાણમાં ઘ્યાન રાખવું જોઇએ. હૃદય રોગને ઘ્યાને લઇ સૌરાષ્ટ્ર વિશે વાત કરતા ડોકટરે જણાવ્યું હતું કે, હાલના નવ યુવાનો જે રીતે વ્યસન તરફ આગળ વધી રહ્યા છે, તેનાથી તેમના ફેફસા અને હૃદય નબળુ પડી જતુ હોઇ છે, જે હૃદય રોગને નોતરે છે. વિશ્ર્વ હૃદયરોગ દિવસની ઉજવણીનું મુખ્ય કારણ એ છે કે લોકો તેમના હૃદયને ઓળખે અને હૃદયરોગની બીમારથી બચે.
હૃદય રોગના લક્ષણો જણાતા જ તાત્કાલીક નિદાન કરાવું જરૂરી: ડો. જયદીપ રામાણી (કાર્ડીયોવાસ્કુલર સર્જન)
ડો. જયદીપ રામાણી કાર્ડીયો વાસ્કુલર સર્જન એ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, હાલ જે મહામારીનો દોર જોવા મળી રહ્યો છે. તેમાં આપણે ખૂબ તકેદારીઓ રાખવી જરૂરી તેમજ હૃદયના રોગના દર્દીઓ તેમજ જે લોકોને હૃદય રોગના લક્ષણ જણાતા જ તાત્કાલીક ધોરણે નિદાન કરાવું તેમજ સમગ્ર ભારતમાં આમ જોવા જાય તો ભારતમાં ૧પ ટકા લોકો એવા હોય છે કે જે ને અનડાયગ્નોસ કાર્ડીયો વાસ્કુલ ડાયગ્નોસ થયા વગરના દર્દીઓ ઘણીવાર તકલીફની લીધે એકસપાઇર થતા હોય છે.
ભારતમાં હૃદયને લગતુ સ્કીનીંગ પ્રોગ્રામ કોઇપણ સ્થળે કાર્યરત નથી જયારે વિદેશમાં ખુબ જ સારી રીતે કાર્યરત છે. હું બધાને એજ સલાહ આપું છું. જેવા હૃદયરોગને લગતા કોઇપણ લક્ષણ જણાય ત્યારે જ સારવાર લેવી ફરજીયાત પણે હાર્ટ ડિશીઝ ઘણા બધા પ્રકારના હોય છે. સ્ટચર લાય હાર્ડ ડિઝીશ મતલબ હૃદયમાં જ પહેલેથી ખામી હોય છે. વાલની તકલીફ એમાની એક છે, લોકોની લાઇફ સ્ટાઇલ હૃદયરોગ પર વધારે અસર કરે છે. કોઇપણ જાતની એકટીવીટનો અભાવ હોવો જંકફુડનો વધારે સમાવેશ કરવો બેડ હેબીટ છે આ બધુ જ સૌરાષ્ટ્રમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. મારી દરેકને નમ્ર અપીલ છે ખોટા વેશનો કરવા નહિ સ્વાસ્થયની જાણવણી રાખવી જરુરી હાર્ટ ફેલીયરના ઘણા બધા કારણો છે. હૃદયની નળીઓ બ્લોક થવી વાલમાં લીકેજ તેમજ કિડનીની બીમારીના લોડને લીધે પણ હાર્ડ ફેલીયર થતું હોય છે. આ ઘણા બધા કારણો થકી હાર્ડ ફેલ થતા હોય છે.
હૃદય રોગની તકલીફ પહેલાના સમયમાં પ૦ વર્ષની ઉમર વાળી વ્યકિતઓમાં વધુ જોવા મળતી જયારે હવે ઉમર અને હૃદયરોગને કોઇ સંબંધ છે. નહિ આજના સમયમાં નાના બાળકોથી યુવાનો અને વૃઘ્ધોમાં વિવિધ પ્રકારના હૃદય રોગ જોવા મળે છે. વર્લ્ડ હાર્ટ ડે નીમીતે મારો માત્ર સૌ પ્રજાજનોને એટલો સંદેશ છે કે જે દિવસથી આપણે બધા ભેગા થઇને વિચારીએ આજથી આપણે શરીર માટેની ફિઝીકલ એકટીવીટી વધારીએ વ્યસનનોને ટાળીએ આપણી લાઇફ સ્ટાઇલમાં ફેરફાર કરીએ અને આપણા સ્વાસ્થ્યને સાચવીએ અને વર્લ્ડ હાર્ડ ડેની ઉજવણી કરીએ.