વિશ્વ આખામાં ૩ર કરોડ લોકો હીપેટાઇટીસથી પીડાય છે જેનાથી દર વર્ષે ૧પ લાખ લોકોના મૃત્યુ નીપજે છે:ડો. દેવાંગ ટાંક
વોકહાર્ટ હોસ્પિટલના સીનીયર ગેસ્ટ્રોલોજીસ ડો. પ્રફુલ એમ. કામાણી અને ગેસ્ટ્રો એન્ટ્રોરોલોજીસ્ટ ડો. દેવાંગ ટાંકએ અબતક સાથે કરી હિપેટાઇટીસને લઇ વિશેષ ચર્ચા
તા.ર૮ જુલાઇ એટલે વર્લ્ડ હીપેટાઇટીસ ડે વિશ્ર્વભરમાં મનાવામાં આવે છે હીપેટાઇટીસ રોગથી વિશ્વના અનેક વિશ્વ લોકો પીડાતા હોય છે. માનવશરીરમાં પાચનનું મહત્વ ખુબ જ વધું જોવા મળે છે. પરંતુ લોકોની આદત, લોકોની પાચનશકિત અને તેમની જે દિનચર્ચા છે. તે ખુબ જ મહત્વપૂર્ણ બની રહેતી હોય છે. પરંતુ લોકો હીપેટાઇટીસને લઇ સહેજ પણ જાગૃત નથી. ત્યારે વર્લ્ડ હીપેટાઇટીસ ડે નીતીમે વોકાર્ડ હોસ્૫િટલના સીનીયર ગેસ્ટ્રોલોજીસ્ટ ડો. પ્રફુલ કામાણી અને ડો. દેવાંગ ટાંકએ અબતક સાથે વિશેષ વાતચીત કરી હતી.
આજે વર્લ્ડ હીપેટાઇટીસ ડે નીમીતે વોક હાર્ટના પ્રખ્યાત ગ્રેસ્ટોલોજીસ્ટ ડો. પ્રફુલ કામાણી સાથેની અબતક સાથેની સ્પેશ્યલમાં હીપેટાઇટીસ વિશે ઘણી બધી માહીતી આપી.
હીપેટાઇટીસનું મુળ કારણ પેસ્ટીસાઇઝડ ફુડ શાકભાજી કારણ છે. આલ્કોહોલ અને દવાવાળા પદાર્થો પણ અ રોગનું કારણ છ. આ સાથે ભોજન કે ભોજન ત્રણથી ચાર વખત લેવું સવારનું તથા સાંજનું ભોજન હળવું તથા બપોરનું ભોજન પણ હળવું હોવું જોઇએ. દેખાદેખી કે ડાયેટમાં પણ ઘ્યાન રાખવું જોઇએ. સુપ પીવું જોઇએ પ્રમાણસર તથા મીઠાઇઓ પ્રમાણસર લેવી જોઇએ. તથા આઇસ્ક્રીમ, સોડામાં પણ ઘ્યાન દોરતા કહ્યું હતું હું હાઇટ પ્રમાણે વજનમાં ઘ્યાન આપવું જોઇએ. તથા મીઠાઇઓમાં અંકુશ રાખવો. તથા કારણે પણ થાય છે. પરંતુ તેમાં થોડું ઘ્યાન રાખી પાણી તથા ભોજમાં ઘ્યાન આપવું જોઇએ. જંકફુટ, આલ્કોહોલ, ઓબેસીટી આ વસ્તુઓ આપણા માટે નુકશાનકારક છે તો તેમાં કાળજી લેવી જોઇએ.
હીપેટાઇટીસ માટે ‘ટેટુ’ કે છૂંદણાથી પણ થાય છે. તેમાં ઉપયોગ થતા નીડલ્સ પણ કારણ બની શકે. શેરડીનો રસ પીવાથી હીપેટાઇટીસ ઇ થાય છે. કારણ કે તેમાં વપરાતા સાધનો ચોખ્ખા નથી હોતા આ ઉપરાંત અમુક આયુર્વેદીક દવાઓથી પણ લીવરને નુકશાન થાય છે. ગર્ભવતી મહીલાઓને હીપેટાઇટીસ થાય તો ૧૦ માંથી ૩ મહીલાઓને પણ માંડ બચાવી શકાતી નથી. આ રોગોનું મુખ્ય કારણ દુષિત પાણી, બરફ, ચટણી અને શેરડીનો રસ છે. હીપેટાઇટીસ સી થવાના કારણો ડાયાલીસીસના દર્દીઓ જે હોય છે એકબીજાનું ડાયાલેજીસ ઉપયોગ કર્યા હોય,
ઇજેકશનની સીરીજ કે નીડલ વાપરી હોય તો તેમાંથી હીપેટાઇટીસ-સી થઇ શકે છે. દિનચર્ચાનો સમય પણ એવી રીતે હીપેટાઇટીસ અસર કરે છે.
હીપેટાઇટીસ થઇ ગયા પછી બોડી કલોક મેઇન ટેઇન કરવી ખુબ જ જરુરી છે. દર બે કલાકે ફીડ કરાવવું ગ્લુકોઝ તથા પ્રોટીન યોગ્ય પ્રમાણમાં અપાવું જોઇએ. તથા ચહબીવાળો ખોરાક ન ખાવો જોઇએ. આ બધુ કરવાથી એક કે બે અઠવાડીયામાં તેના શરીરમાં ફેરફાર થતા જોવા મળશે. અનિંદ્રા થવાથી સ્ટ્રેસ વધી જાય છે. એસીડીટી વધી જાય છે. પાચન નબળુ થઇ જાય છે. તથા કબજીયાતની બીમારીઓ વધી જાય છે. બાળકોને ૧ર થી ૧૪ કલાક મઘ્યમ વયના લોકોને ૮ થી ૧૦ કલાક ઉમર લાયક માટે ૬ થી ૮ કલાક ઉંઘ જરુરીછે.
હીપેટાઇટીસ-એ અને ઇ પાણીથી થાય છે. ટાઇફોઇડ રોગથી પણ હીપેટાઇટીસ જઇ શકે છે. આ ત્રણે પાણીજન્ય રોગો છે. પાણી ઉકાળીને આર.ઓ. કે ફીલ્ટરનું પાણી પીવું જોઇએ.
મહિલાઓમાં ડાયેટ કે ભુખ્યા રહેવું તે વધારે જોવા મળે છે. જેનાથી નોર્મલ લોકોને ભુખ્યા રહેવું એ નુકશાનકારક નથી. પરંતુ જેને કોઇપણ રોગ હોય એસીડીટી કે કબજીયાત હોય તેણે ભુખ્યું રહેવું જોઇએ. ઉપવાસને લઇને મહિલાઓમાં મોટી માન્યતાઓ હોય છે. ૧૦ કલાકનો ઉપવાસ કરવાથી બોડીમાં સનલાઇટ, લોકો એકટીવ હોય તો બોડીમાં ટી-સેલ્સ સીમીલર્ટ થાય છે. તેનાથી કેન્સર થવાની શકયતા ઓછી થાય છે. મહિનામાં બે વાર ઉ૫વાસ કરવાથી ફાયદા થાય છે. પેટના રોગ માટે જાપાનવાળાએ નવી ટેકનોલોજી શરુ કરી છે. તેમાં એન્ડોસ્કોપીથી થઇ શકે છે. તેનાથી પરફેકટ જજમેન્ટ લઇ શકાય છે. આ અંગે ડો. કામાણી હીપેટાઇટીસ માટે પાણી પીણી તથા જીવનશૈલીની કાળજી રાખવા સંદેશો આપ્યો હતો.
વિશ્વ આખામાં સાડાબત્રીસ કરોડ લોકો હીપેટાઇટીસનો શિકાર બન્યા છે: ડો. દેવાંગ ટાંક
ડો. દેવાંગ ટાંકએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઇઝેશન દ્વારા હીપેટાઇટીસ ડેની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ આખામાં સાડાબત્રીસ કરોડ લોકો હીપેટાઇટીસનો શિકાર બન્યા છે. જેમાંથી ૧પ લાખ જેટલા લોકોનાં મૃત્યુ નીજપતા હોઇ છે. ટીબી બાદ હીપેટાઇટીસ એવો રોગ છે કે જેમાં મૃત્યૃ નિપજે છે. લોકોમાં જાગૃતા વધે તે માટે આ દિવસે ઉજવવામાં આવે છે.
સમય જતાં લોકોને સમજાણું કે ચેપી રોગ ને આપણે નિયંત્રણમાં રાખીયે અથવા તો નવા નવા ચેપ ફેલાતા રોકી શકે તે માટે આ દિવસને ઉજવવામાં આવે છે. લોકોનું સ્વાસ્થય સુધરશે તો રોગમા મુકિત મળી શકશે.
હીપેટાઇટીસ એટલે કોઇપણ રીતે લીવર પર સોજો થયેલો હોઇ તેને હીપેટાઇટીસ માનવામાં આવે છે. હીપેટાઇટીસ બે પ્રકારે થતા હોઇ છે. એક ચેપી રોગથી અથવા કોઇપણનાં શરીરમાં કોઇ અન્ય રોગ હોઇ, જેમાં વ્યસનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી લીવર પર સોજો આવતા હીપેટાઇટીસનો ભોગ બનવું પડે છે.
દિવસે દિવસે જમ જીવન શૈલીમાં ફેરફાર થઇ રહ્યા છે. તેમ તેમ આહારના પ્રશ્નો ઉદભવીત થતાં હોઇ છે. પરંતુ પાચનશકિતની જાણ ન થતાં લોકો તેમના પેટમાં ખોરાક ઠાલવતા નજરે પડે છે જે યોગ્ય નથી. ખોરાકના પાચનનું કામ લીવર કરે છે. જયારે લીવરમાં તકલીફ થાય અને કચરો સાફ ન થાય ત્યારે આ પ્રકારની તકલીફનો સામનો કરવો પડતો હોઇ છે.
સવારથી રાત સુધી લોકોની દીનચર્ચા ફેરબદલ થવાથી લોકોને હીપેટાઇટીસ ની બીમારીનો ભોગ બનવું પડે છે. લોકોની લાઇફ ચાઇલ્સ ફેકટીટ હોવાથી તેઓએ આ પ્રકારની બીમારીનો ભોગ બનવું પડે છે. જેથી આ તમામ ચીજ વસ્તુઓ પાચનશકિત માટે ખુબ જ ઉપયોગી છે. પરંતુ યોગ્ય કાળજી ન લેવાથી તેઓએ આ રોગનો ભોગ બનવું પડે છે.
લોકો કાંઇપણ લગ્ન પ્રસંગમાં જતા હોય ત્યારે તેઓ જે ચાંદલો લખાવે તે પ્રમાણે તેઓ ભોજન આરોગતા હોય છે. પરંતુ ખરા અર્થમાં આ વૃતિ સ્વાસ્થ્યને ખુબ જ નુકશાની પહોચાડે છે. શરીરને જે માત્રામાં જરુરીયાત હોય તે માત્રામાં લોકોએ આરોગવું જોઇએ. અંગ્રેજીમાં ખુબ સારી કહેવત છે કે બ્રેક ફાસ્ટ લાઇફ અ બેગર લંચ લાઇફ કીંગ એન્ડ કોનર લાઇફ કવીન
સવારના સમયમાં જો લોકો નાસ્તો બારે કરે તો તેમની પાચન શકિતમાં ઘણો ખરછ સુધારો થશે. તે સમય લોકો ની પાચનશકિત ખુબ જ મજબુત હોય છે. અનિયમીત જમવાનું લોકોમાં સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનીકારક સાબીત થાય છ
લીવરના કારણે લોકોમાં થતી સ્વાસ્થ્યની સમસ્યા ના કારણે લીવર પર સોજો આવતો હોય છે. હીપેટાઇટીસ ઓબીસીડીથી લીવર પર સોજો પડતો હોય છે. જે સર્વ લોકો હીપેટાઇટીસનો શિકાર બન્યા છે. તે બેખુબી રીતે અને પારખે છે. દીન પ્રતિદિન સૌરાષ્ટ્રના લોકોમાં ડાયાબીટીસનો રોગ વધુ પડતો પ્રસરીયો હોય તો લીવ પર સોજાની અનુભુતિ થતી હોય છે. બે પ્રકારના વાઇરસથી હીપેટાઇટીસનોરોગય ઉદભવ થતો હોય છે.
જેમાં પ્રથમ છે કોપેટોટ્રોપીક અને બીજુ નોન કોપેટોટ્રોપીક વાઈરસ હિપેટાઈટીસના રોગના ફેલાવાને રોકવા પહેલા જાણવું તે જરૂરી છે કે વાઈરસ કઈ રીતે ફેલાય છે. હાલ ભારતમાં હિપેટાઈટીસ બી વાયરસ જોવા મળતો નથી. જ્યારે હિપેટાઈટીસ એ અને ઈ એવા વાયરસ છે જે પાણીજન્ય છે તે ખોરાક અને સ્વાસ્થ્ય સાથે સીધા સંકળાયેલા છે. જ્યારે હિપેટાઈટીસ બી અને સી જે લોહીથી ફેલાતા વાયરસ છે જે વાયરસ વસ્તુથી ફેલાય છે. જો તે વાયરસથી કાબુ મેળવીએ તો આ રોગ પ્રસરતો નથી.
હવે હિપેટાઈટીસ ન થાય તે માટે ઘરની આજુબાજુ સ્વચ્છતા, ખોરાકની સ્વચ્તા, નિયમીત હાથ ધોવા તથા અમુક નાની-નાની વસ્તુઓમાં ધ્યાને દેવું પડે છે. હિપેટાઈટીસ બી અને સી જે લોહીથી ફેલાય છે તેનાં ડિસ્પોહોબલ સીરીઝનો ઉપયોગ કરવો જોઈએ. લોહી ચડાવામાં આવે ત્યારે બ્લડની જાણવણી કરવી અને સ્વચ્છતાપૂર્વક જો ચડાવવામાં આવે તો હિપેટાઈટીસ રોગી બચી શકાય છે.
હિપેટાઈટીસની સાર સંભાળ લેવા ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે છે. ત્યારે અંતમાં ડોકટર દેવાંગ ટાંકે ‘અબતક’ સો વાતચીતમાં જણાવ્યું હતું કે, હિપેટાઈટીસ રોગથી બચવું હોય તો લોકોએ સ્વાસ્થ્ય જાળવવું પડશે અને તે દીશામાં આગળ વધી જાગૃતતા કેળવવી પડશે. તા.૨૮ જુલાઈ એટલે વર્ક હિપેટાઈટીસ ડે વિશ્વભરમાં મનાવવામાં આવે છે. હિપેટાઈટીસ રોગથી વિશ્વના અનેકવિધ લોકો પિડાતા હોય છે. માનવ શરીરમાં પાચનનું મહત્વ ખૂબજ વધુ જોવા મળે છે. પરંતુ લોકોની આદત લોકોની પાચન શક્તિ અને તેમની જે દિનચર્યા છે તે ખૂબજ મહત્વપૂર્ણ બની રહેતી હોય છે પરંતુ લોકો હિપેટાઈટીસને લઈ શહે જ પણ જાગૃત નથી ત્યારે વર્લ્ડ હિપેટાઈટીસ ડે નીમીતે વોકહાર્ટ હોસ્પિટલના સીનીયર ગેસ્ટ્રોલોજીસ્ટ ડો.પ્રફુલ કામાણી અને ડો.દેવાંગ ટાંકે ‘અબતક’ સાથે વિશેષ વાતચીત કરી હતી.