મહાપાલિકા અને પોલીસ દ્વારા માસ્કના નામે થતાં ઉઘરાણાનો એડવોકેટ ગોપાલ ત્રિવેદીનો આક્રોશ
સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે ઝઝુમી રહ્યું છે ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટેના જરુરી પગલા લેવાના બદલે પોલીસ તંત્ર, નગરપાલિકાઓ અને મ્યુનિસીપાલ કોર્પોરેશન દ્વારા નાગરીકોનું આરોગ્ય બગડે નહી તે માટે દંડનીય કાર્યવાહી સામાન્ય જનતા ઉપર કરવામાં આવી રહી છે. શહેરમાં અલગ અલગ વિભાગો દ્વારા રૂા ર૦૦, પ૦૦ અને ૧૦૦૦ નો દંડ વસુલવામાં આવી રહ્યો છે.
શું? આ બીમારી અટકાવવા માટે આ રીતનો ચાર્જ લેવો યોગ્ય છે? ખરેખર રાજય સરકારના બીમારી અટકાવવા માંગતી હોય તો લોકોને જાગૃત કરવા માટે સી.એમ. ફંડમાંથી સમગ્ર રાજયમા નાગરીકોને માસ્ક આપવા જોઇએ જેથી લોકડાઉનમાં ભારતના નાગરીકો જે આથીંક, માનસીક, માર સહન કરવો પડે મદદરુપ થવું જોઇએ. તેમજ એપડેમીક ડીસીઝ એકટમાં દંડની જોગવાઇ ન હોય શકે પણ અટકાવવા માટે કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર જરુરી કાયદા ઘડી શકે.
કાયદાના અમલ માટે આરોગ્ય વિભાગ નિયમો બનાવી શકે છે પણ તેની લીગલ પ્રોસીઝર કરવી પડે છે.
કોર્પોરેશન એરીયામાં મ્યુનિ. કમિશનર પહેલા કલમ ૩૧૫ તથા ૩૧૬ ભયંકર રોગો બાબત તથા પ્રસરતા અટકાવવા અંગે શકે નહી તેમજ જાહેર પ્રસિઘ્ધી કરવી પડે ત્યારબાદ વાંધા સુચનો મંગાવવા પડે લોકોને સાંભળવા પડે બાદ સ્થાયી સમીતી દરખાસ્ત મુકયા બાદ મંજુરી લીધા બાદ રાજય સરકારને મોકલવા પડે ત્યાંથી મંજુરી મળ્યા બાદ રાજય સરકારમાં ગેઝેટમાં પ્રસિઘ્ધ કર્યા બાદ લાગુ પાડી મીનીમમ વેજીસ રૂા ૨૯૬/ ૨૮૪/ ૨૭૬ જેટલોહોય તે દેશમાં કે રાજયમા તેના ઉપર દંડ ન લઇ શકાય તેમજ આવી મોંધવારી તથા મંદીના માહોલમાં આકરો દંડ ન લેવો જોઇએ. હાલની સરકારી ગરીબોના હીતમાં કામ કરતી હોય અને તેઓના નિર્ણય પ્રજાલક્ષી હોય જેથી નવા નિયમો મુજબ દંડ ન લેવા એડવોકેટ ગોપાલ ત્રિવેદી દ્વારા વિરોધ કરી અપીલ કરવામાં આવી છે.