- લાચાર અને મજબુર તરૂણીને બે માસ સુધી સતત હવસનો શિકાર બનાવતા મુકબધીર અને પ્રજ્ઞાચક્ષુના પાપની સજા મળી
- ભ્રુણના ડીએનએ ટેસ્ટ પરથી સુરદાસે ગર્ભવતી બનાવ્યાનો પુરવાર થયું: પીડિતાને સરકાર અને આરોપીઓ દ્વારા વળતર ચુકરવવા કોર્ટનો મહત્વનો હુકમ
શહેરના કોઠારિયા રોડ પર વિનોદનગર વિસ્તારની 13 વર્ષની વયની લાચાર અને મજબુર તરૂણીને તેની પિતાની ઉમરના મુકબધ્ધિ અને પ્રજ્ઞાચક્ષુ સહિત પાંચ કામાંધોએ બે માસ સુધી સતત બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવવાના ગુનામાં જેલમાં રહેલા પાંચેય નરાધમ સામેના કેસની સુનાવણી પુરી થતા અદાલતે પાંચેય તેના પાપની સજા ફટકારી હોય તેમ જીવનના અંતિમ શ્ર્વાસ સુધી જેલની સજા ફટકારી છે. પિડીતાને સરકાર અને આરોપીઓ દ્વારા વળતર ચુકવવાનો હુકમ કર્યો છે.
આ કેસની પ્રાપ્ત વિગત મુજબ મજબુર અને લાચાર પરિવારની પરિણીતાનો પતિએ ગૃહ ત્યાગ કર્યો હોવાથી ત્રણ સંતાનના ભરણ પોષણ માટે કેટરર્સનું કામ કરવા જતી હતી ત્યારે પોતાની 13 વર્ષની સગીર વયની પુત્રી ઘરે એકલી રહેતી હોવાથી તેણીના એકલતાનો લાભ લઇ પાડોશમાં જ રહેતા નાનજી ધનજી જાવીયા, અરવિંદ લક્ષ્ણદાસ કુબાવત, વિજાણંદ રવા મૈયડ, વિપુલ ઉર્ફે હિલુપ કાંતીલાલ ચાવડા અને ગોવિંદ દેવારાજ સાકળીયા નામના શખ્સો પોતાના ઘરે કામમાં મદદ માટે બોલાવી બે માસ સુધી સતત બળાત્કાર ગુજારતા તરૂણી ગર્ભવતી બની હતી. પોતાની પુત્રીનું પેટ ફુલેલુ જોઇ માતા તબીબ પાસે ચકારણી માટે લઇ ગઇ ત્યારે સગીર પુત્રી ગર્ભવતી હોવાનો તબીબ દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યો હતો.
આથી સગીરાની માતાએ ભક્તિનગર પોલીસ મથકમાં પ્રથમ ત્રણ શખ્સો સામે વારંવાર બળાત્કાર ગુજાર્યાની અને ગર્ભવતી બનાવ્યાની ફરિયાદ નોંધાવી હતી. આ તપાસ મહિલા પોલીસ મથકને સોપવામાં આવતા તરૂણીએ વધુ બે પાડોશી શખ્સોએ પણ હવસનો શિકાર બન્યાનું પોલીસ સમક્ષ જણાવતા પોલીસે પાંચેય શખ્સોની ધરપકડ કરી હતી જે પૈકી બે અંધ અને બે શખ્સોને બહેરાશ હોવાનું તેમજ ચારેય પૈકીના કેટલાક વિધુર અને પત્નીથી અસંતુષ્ટ હોવાથી સગીર બાળાને હવસનો શિકાર બનાવ્યાનું ખુલ્યું હતુ. ચારેય આધેડની સાથે એક સગીર શખ્સે પણ દુષ્કર્મ આચર્યુ હોવા બહાર આવતા પાંચેય શખ્સો 2018થી જેલ હવાલે કર્યા હતા.
પાંચેય નરાધમ સામેના સ્પેશ્યલ પોકસો અદાલતમાં કેસની સુનાવણી શરૂ થતાં ભ્રુણના ડીએનએ ટેસ્ટ દરમિયાન પ્રજ્ઞાચક્ષુ દ્વારા નાનજી જાવીયા દ્વારા ગર્ભ ર્હ્યાનું બહાર આવ્યું હતું. તેમજ સુનાવણી દરમિયાન તપાસનીશ પોલીસ અધિકારી, મેડિકલ અધિકારી અને પિડીતા તેમજ તેની માતાએ બનાવને સમર્થન આપતી જુબાની આપી હોવાથી સ્પેશ્યલ પોકસો અદાલતના જજ જે.ડી.સુથારે પાંચેયને તકસીરવાન ઠેરવી જીવનના અંતિમ શ્ર્વાસ સુધી જેલની સજા ફટકારી નાનજી ધનજીને રૂા.50 હજાર અને અન્ય ચાર શખ્સોને રૂા.25-25 હજાર એમ મળી કુલ રૂા.1.50 લાખનો દંડ તેમજ પોક્સો કાયદાની જોગવાય મુજબ રૂા.4 લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો છે. સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરા ઉપસ્થિત રહ્યા હતા.
- સગીરાને હવસનો શીકાર બનાવનાર આરોપીને આજીવન કેદ
- લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું
શહેરમા મવડી મેઇન રોડ પર આવેલા નવલનગરમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ અચરવાના પોકસો એક્ટ હેઠળના ગુનામાં અદાલતે આરોપીને આજીવન કેદની સજા ફરમાવતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ શહેરમાં મવડી મેઈન રોડ ઉપર આવેલા નવલનગર વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાને મવડી મેઈન રોડ ઉપર આવેલ ઉદયનગરમાં રહેતા આરોપી વિમલ ઉર્ફે કાનો હરેશભાઈ ચૌહાણ નામના શખ્સે લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ જઈ 25 દિવસ સુધી જુદી જુદી જગ્યાએ 25 દિવસ સુધી સગીરાને હવસનો શિકાર બનાવી હોવાની ભોગ બનનારની માતાએ માલવીયાનગર પોલીસ મથકમાં તા. 19/1/2016 ના રોજ ફરિયાદ નોંધાવી હતી પોલીસે સગીરાનુ અપહરણ કરી દુષ્કર્મ આચારનાર આરોપી વિમલ ઉર્ફે કાનો ચૌહાણ નામના વિરુદ્ધ સગીરાનું અપહરણ અને પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. માલવીયાનગર પોલીસ મથકના તપાસનીશ અધિકારીએ આ કેસનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યું હતું. ચાર્જશીટ બાદ કેસ કોર્ટમાં ચાલવા પર આવતા અદાલતે બંને પક્ષના વકીલોની રજુઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરાએ એવી રજુઆત કરી હતી. કે આ કેસમાં એફ.એસ.એલ. લેબોરેટરીના રિપોર્ટ મુજબ સગીરાના ગુપ્ત ભાગ અને કપડાં ઉપર વીર્ય અને લોહીના ડાઘા મળી આવ્યા હતા. જે સાઇન્ટેફિક પુરાવા છે. સગીરાની સંમતીની માન્ય રખાતી નથી સહિતની જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ વોરાએ કરેલી રજૂઆતોને એડિશનલ સેશન્સ જજ જે.ડી. સુથારે ગ્રાહ્ય રાખી સગીરાનું અપરણ કરી દુષ્કર્મ અચરવાના પોકસો એકટના ગુનામાં આરોપી વિમલ ઉર્ફે કાનો કાનો ચૌહાણને આજીવન કેદની સજા ફરમાવતો હુકમ કર્યો છે.
આ કેસમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતા.