- ‘બદલા ઐસે લેંગે પુરા ખાનદાન કાંપેગા’
- હત્યાની કોશિશનાં ગુનામાં ફરિયાદીને સોશિયલ મીડિયા મારફત ધમકાવતી યુવતી સહિત પાંચ વિરુદ્ધ ગુનો
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીને સમાધાન કરી લેવા મામલે તેની પર અગાઉ થયેલ હત્યાના પ્રયાસના ગુનાના આરોપીઓએ ઇન્સ્ટાગ્રામ આઈડી પર બીભત્સ સ્ટેટ્સ મૂકી ગર્ભિત ધમકી આપતાં ગાંધીગ્રામ પોલીસે એક મહિલા સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. બનાવ અંગે ગાંધીગ્રામમાં અક્ષર મેઈન રોડ પર આશાપુરા મંદિર પાસે રહેતાં પ્રકાશભાઈ ઉર્ફે પીન્ટુ રમેશભાઈ લખલાણી (ઉ.વ.35) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મનીષ બાબુ ધામેચા, અમીત બાબુ ધામેચા, ચીરાગ બાબુ ધામેચા, મિત મનીષ ધામેચા અને નિશા બાબુ ધામેચા (રહે. તમામ જીવંતિકાનગર, ગાંધીગ્રામ) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ઘરેથી ઓનલાઇન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનું બૂકીગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગઇ તા.01/11/2024 ના મનીષ ધામેચા, અમીત ધામેચા, ચિરાગ ધામેચા, મીત ધામેચા તથા રુશીભાઈ ઉર્ફે આર.સી. ગોહિલએ તેઓની પર હથીયાર વડે હુમલો કરેલ હતો, જે બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જે બાદ પોલીસ દ્રારા કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ ત્યાર બાદ આ તમામ લોકો વારા ફરતી જામીન પર છુટેલ છે.
ગઈ તા.16/02/2025 ના તેમના મિત્ર મોહિતસિંહ ઝાલાનો ફોન આવેલ અને આ લોકો સાથે સમાધાન કરવાની વાત કરેલ હતી. જેથી તેને સમાધાન કરવાની ના કહેલ ત્યારબાદ તે લોકો જામીન પર હોય અને ફરિયાદીને જાણવા મળેલ કે, આરોપીઓ હજી તેમને મારવા માટે શોધે છે અને ઇન્સ્ટાગ્રામમાં અલગ અલગ સ્ટોરી મુકે છે. જેથી તેઓએ પત્નીના તથા સાસુના ફોનમાંથી આ બાબતે તપાસ કરતા તેના અલગ અલગ ઇન્સ્ટાગ્રામ આઇડી મનીષ ધામેચાની આઇ.ડી ઉપર છરીઓના ફોટા તથા ’307+302 હજી લાગે હો… પંડિત મોસ્ટ વેલકમ બેટા’ તેમજ નિશા ધામેચાની આઇડી ઉપર ’કાલે બજારમાં એકલો મળીશ ત્યારે ક્યાં જઈશ, ન બદમાશ અગર હમને તેરે માર ભી, ના તો તુ બસ કેશ કર સકે કેશ, બદલા તો તેરા બાપ ભી ના લે સકે, બસ એક મોકે કા ઈતઝાર હૈ, લાલા બદલા એસે લેંગે પુરા ખાનદાન કાપેગા, બાત કરને સે પહલે સામને વાલે કી તાકત કા અંદાજા હોના ચાહીયે વરના બાદ મે સિર્ફ કેસ કરને લાયક હી રહ જાતા હૈ ઈંસાન, તેવું લખ્યું હતું.
તેમજ અમીત ધામેચાની આઈડી ઉપર ભલે થાય 20 વરસની જેલ, ભાઈ ઉપર વાત આવશે તો આજીવન કાપી લેશું, હમારે સાથે બેઠનેવાલે કુતે આજ ખુદ કો શેર સમજ રહે હૈ, ઉન કુતો કો જાકર બતાઓ ઇસ જંગલ કા શેર અભી ઝિંદા હૈ મર્દના સમાધાન સ્મશાનને જ થાય, ઉંમર છોટી કર દેગે 307 બોલે ઉડે તો જ હા, છોકરાના ચારા થાય બાપ ના ચારા ના થાય, જેનો ડર હતો એ બધુ થઈ ચુક્યુ છે હવે એક જ વાત, કાં તો ઘા કરીશું, કાં તો ઘા ખાઇશું, બાકી હવે ડગલું તો પાછું ન મંડાય તેમજ મીત ધામેચાની આઈડી મિત 307 ઉપર ઇક બાર ફીર સે મુલાકાત હોગી તુમસે હમારી પીછલી બાર કા કુછ હિસાબ બાકી હૈ વિગેરે મુજબની સ્ટોરીયો મુકી તેઓને ગર્ભિત રીતે કેસ પાછો ખેંચી લેવા જાનથી મારી નાખવાની ધમકી આપતા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.