સ્થાનિક ઉપજ વધુ : વેપારીઓની સિન્ડિકેટથી રસોડે પહોંચતા ભાવો આસમાને
દેશ રાજ્ય અને સ્થાનિક કક્ષાએ કઠોળમાં આયાત વધતા બજાર ભાવમાં પીછેહઠ જોવા મળે છે. જોકે, સ્થાનિક ઉપજ વધુ હોવા છતાં પણ વેપારીઓની સિન્ડિકેટથી રસોડે પહોંચતા ભાવો આસમાને પહોંચ્યા હોવાનો બળાપો ગૃહિણીઓ કરી રહી છે.દેશમાં અનાજનું ઉત્પાદન વધતાં અનાજ ક્ષેત્રે આપણે સ્વાવલંબી બની ગયા છીએ અને હવે આયાતના બદલે ઘઉં-ચોખાની આપણે નિકાસ કરતા થઈ ગયા છીએ ત્યારે હજી પણ દાળ-કઠોળ તથા ખાદ્યતેલોની બાબતમાં આપણે આયાત પર આધાર રાખવો પડે છે એવું કૃષી બજારોના સૂત્રોએ જણાવ્યું હતું.
દાળ-કઠોળ તથા ખાદ્યતેલોનું ઘર આંગણે જેટલું ઉત્પાદન થાય છે તેની સામે સ્થાનિક માગ વધુ રહેતી હોવાથી દેશમાં કઠોળ તથા ખાધતેલોની આયાત નોંધપાત્ર થતી જોવા મળી છે. આવી આયાત પરનો આધાર ઘટાડવા સરકારે ઘર આંગણે કઠોળ તથા ખાદ્યતેલોનું ઉત્પાદન વધારવા ગંભીર પ્રયત્નો શરૂ કર્યાના નિર્દેશો તાજેતરમાં મળ્યા હતા.
જો કે આવા પ્રયત્નો વચ્ચે તાજેતરમાં એવા સમાચાર પણ બહાર આવ્યા છે કે આ વર્ષે પાછલા વર્ષની સરખામણીએ આશરે આઠ ટકા જેટલું ઘટવાની ભીતિ ઊભી થઈ છે. દેશમાં ખરીફ પાકમાં મુખ્યત્વે તુવેર, અડદ તથા મગના પાકો લેવામાં આવે છે.દેશમાં પાક વર્ષ 2022-23 માં તુવેરનો પાક 38 લાખ 44 હજાર ટનથી ઘટી આ વર્ષે 38 લાખ હજાર ટન આસપાસ આવવાનો અંદાજ તાજેતરમાં બહાર આવ્યો છે.
તુવેરના ઉત્પાદનમાં એકંદર 9 થી 10 ટકાની પીછેહટ જોવા મળી રહી છે. કર્ણાટકમાં તુવેરનો આવો પાક આશરે 10 ટકા જ્યારે મહારાષ્ટ્રમાં આશરે 22 થી 23 ટકા ઘટવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે. તેલંગણામાં ઉત્પાદન 41 થી 42 ટકા ઘટશે એવી ગણતરી કઠોળ- દાળ બજારમાં બતાવાતી થઈ છે. જો કે મધ્ય-પ્રદેશમાં તુવેરનો પાક ઘર આંગણે ખરીફ પાકમાં કઠોળનું ઉત્પાદન વધ્યું છે. દરમિયાન એક બાજુ સરકાર દેશમાં કઠોળનું ઉત્પાદન વધારવા પ્રયત્નો કરી રહી છે. અડદનું ઉત્પાદન આશરે 11 થી 12 ટકા ઓછું મનાઈ રહ્યું છે. અડદનો પાક 17 લાખ 40 હજાર ટનથી ઘટી 15 લાખ 30 હજાર ટન આસપાસ ઉતરવાની શકયતા છે. અડદનું ઉત્પાદન ઉત્તર-પ્રદેશ,મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં ઘટવાની તથા મધ્ય પ્રદેશમાં આવું ઉત્પાદન 4 થી 5 ટકા વધવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે.
દેશવ્યાપી ધોરણે ખેડૂતો તુવેરના બદલે કોટન તથા સોયાબીનના પાક તરફ વળ્યા છે અને તેના પગલે તુવેરના વાવેતર હેઠળનો વિસ્તાર તેટલા પ્રમાણમાં ઘટયો – હોવાની ચર્ચા બજારમાં સંભળાઈ છે.
ઓકટોબરમાં કમોસમી વરસાદના પગલે દેશમાં તુવેર તથા અડદના પાકને ઉંચા મથાળેથી ફટકો પડ્યાના નિર્દેશો વહેતા થયા છે. જો કે મગમાં ખરીફ પાકમાં સહેજ થવાનું અનુમાન બતાવાયું છે. મગનો આવો પાક શાહ દેશમાં 14 લાખ 80 હજાર ટનથી વધી 15 લાખ 30 હજાર ટન જેટલો ઉતરવાની શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા છે. રાજસ્થાનમાં આ વર્ષે મગનું ઉત્પાદન આશરે 9થી 10ટકા ઉંચું મનાઈ રહ્યું છે. જો કે મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં નવા મગ ઓછા પાકવાની પણ વાત બજારના જાણકારો કરી રહ્યા છે.
ત્યારે બીજી બાજુ દેશમાં કઠોળની ફ્રી-ઈમ્પોર્ટ છૂટની નિતિનો અમલ સરકારે વધારી અડદ તથા તુવેર માટે માર્ચ 2023 સુધી ચાલુ રાખવાનું નક્કી કરતાં બજારમાં આશ્ચર્ય બતાવાઈ રહ્યું હતું. લેન્ટીનની આયાતમાં ઝીરો એઆઈડીસીની ડેડલાઈન પણ વધારી માર્ચ 2023 સુધીની કરવામાં આવી છે. દરમિયાન, દેશમાં તુવેરની આયાત આ વર્ષે એપ્રિલથી નવેમ્બરના ક્ષ મહિનાના ગાળામા આશરે 20 થી 21 ટકા જેટલી ઘટી 3 લાખ 70 થી 75 હજાર ટન આસપાસ થઈ છે જે આંકડો ગયા વર્ષે આ ગાળામાં ચાર લાખ 70 થી 75 હજાર ટનનો નોંધાયો હતો.
દરમિયાન આ વર્ષે આ ગાળામાં અડદની આયાત 38 થી 39 ટકા ઘટી 2 લાખ 45 થી 46 હજાર ટન જેટલી થઈ છે જે પાછલા વર્ષે આ આઠ મહિનામાં 4 લાખ 1થી 2 હજાર ટન થઈ હતી. કરન્સી બજારમાં રૂપિયો તૂટતાં તથા ડોલર ઉંચકાતાં દેશમાં આયાત થતા કઠોળની ઈમ્પોર્ટ કોસ્ટ પણ તેટલા પ્રમાણાં ઊંચી ગઈ છે. દરમિયાન, ગ્રંથ- ઓન-મંથ ગણતા તુવેરના બજાર ભાવ તાજેતરમાં 6 થી 7 ટકા ઘટયાના વાવડ મળ્યા હતા. દેશમાં આફ્રિકાના તુવેરની આયાત તાજેતરમાં વધી છે. મુંબઈ પોર્ટ પર તાજેતરમાં આફ્રિકાના 32 થી 33 હજાર ટન તુવેર આવ્યા હતા. સરકારે પોતાના પોર્ટલ પર તુવેરના સ્ટોકની વિગતો મૂકવાનું વેપારીઓ માટે ફરજીયાત કરતાં તેની અસર પણ બજાર ભાવ પર પડી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. અડદના ભાવ પણ મંથ-ઓન-મંથ 6 થી 7 ટકા ઘટયા છે . મ્યાનમારથી અડદની આયાત તાજેતરમાં વધી હતી.
કઠોળના ભાવ આસમાને, ગૃહિણીઓનું બજેટ અસ્ત વ્યસ્ત
અનાજ અને કઠોળ સહિત રોજીંદી ખાધ્ય ચીજ વસ્તુઓના ભાવ વધતા જનતા પરેશાન થઇ ગઇ છે. ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોએ રોજીંદા ખોરાક માંથી દાળ ખાવાની છોડી દે તેવી પરિસ્થિત ઉભી થઇ ગઇ છે. જીવન જરૂરી ખાધ્ય વસ્તુઓમાં ભાવ વધારો થઇ રહ્યો છે. ત્યારે આમ જનતા પરેશાન થઇ ગઇ છે. જેન લીધે ગૃહિણીઓનુ બજેટ પણ અસ્તવ્યસ્ત થઇ ગયુ છે.
છેલ્લા કેટલાક સમયથી દાળ, ખાદ્યતેલ, શાકભાજી બીજા ખાધ્ય પદાર્થોમાં તેમજ ખાવા-પીવાની તમામ ચીજવસ્તુઓ મોંઘી થઇ ગઇ છે. આ તમામ જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવો 25 ટકા જેટલો વધી ગયો છે. અને ભાવ હજુ વધે તેવી શકયતા જણાઇ રહી છે. જેના કારણે સામાન્ય માણસનું માસિક બજેટ અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. સરકારી રેગ્યુલેશન અને નીતિઓની નિષ્ફળતા પણ એક કારણ છે. તુવેરદાળમાં એક વર્ષમાં જ કિલોએ રૂ.100 નો વધારો થઇ છે. જેને કારણે ગૃહિણીઓ હેરાન-પરેશાન થઇ છે.