કાચા માલની અછત વધી, સ્થાનિક માંગમાં વધારો નોંધાયો !!!
વૈશ્વિક પરિપેક્ષમાં લોખંડની આયાત ઘટાડવા સરકારે ચાઇનાથી જે લોખંડનો માલ આવતો તેના પર એન્ટી ડમ્પીંગ ડ્યુટી વધારી દીધી છે જે પ્રતિ ટન 114 ડોલરથી વધારીને 3,801 ડોલરે પહોંચ્યું છે. પરિણામે સ્થાનિક બજાર ને વધુ પ્રોત્સાહન પડતું રહે તે દિશામાં સરકાર હાલ કાર્ય કરી રહ્યું છે ત્યારે માર્ચ મહિનામાં લોખંડના ભાવમાં વધારો થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. સરકારનું માનવું છે કે લોખંડમાં આયાતી માં મોંઘો થયો છે તો સામે નિકાસ પણ વધી છે પરિણામે સ્ટીલના ભાવ ઊંચા આવી શકે છે બીજી તરફ કાચા માલની શોર્ટે જ એટલે કે અછત પણ ઊભી થતા ભાવ ઉચો આવે તો નવાઈ નહીં. સરકાર સ્થાનિક એટલે કે ડોમેસ્ટિક ઉત્પાદકોને વધુ પ્રાધાન્ય આપવા માંગે છે.
ભારતના સ્ટીલ ઉત્પાદકોએ ફેબ્રુઆરી મહિનામાં હોટ રોલ્ડ કોઈલ એટલે કે સાદી ભાષામાં સમજીએ તો લોખંડના ભાવમાં 500 થી રૂપિયા 1000નો વધારો કર્યો છે ત્યારે ફરી વખત માર્ચ મહિનામાં આ સ્થિતિ ઉદ્ભવશે તેવું અનુમાન પણ લગાવવામાં આવ્યું છે. સરકારે નિકાસ ઉપરની ડ્યુટી નાબૂદ કરી દીધી હોવાથી હવે લોખંડના નિકાસમાં પણ ઘણો ફાયદો ઉદ્યોગકારોને મળશે અને સ્થાનિક બજારમાં માંગ પણ બિનપ્રતિદિન વધતી જોવા મળશે. હાલ સરકાર જે રીતે નિકાસને પ્રોત્સાહન આપી રહ્યુ છે તેને જોતા જાન્યુઆરી મહિનામાં સાડા સાત લાખ ટન સ્ટીલ એટલે કે લોખંડનો નિકાસ કરવામાં આવ્યો હતો.
જે રીતે ભારતમાં લોખંડની માંગમાં વધારો થયો છે તેનાથી સ્થાનિક લોખંડ ઉત્પાદકો માટે સારા દિવસો આવ્યા છે. તરફ સ્ટીલ ઉત્પાદન કરતી કંપનીઓ ત્યારે જ ભાવ વધારો કરે કે જ્યારે કાચા માલની અછત ઊભી થાય અથવા તો તેનો ખર્ચ વધતો રહે પરંતુ હાલ લોખંડના ભાવમાં વધારો થવાનું એક બીજું કારણ એ પણ છે કે જે રીતે માંગ અને પુરવઠા માં બદલાવ આવી રહ્યો છે તેનાથી પણ લોખંડના ભાવમાં વધારો થઈ રહ્યો છે.
દેશમાં લોખંડ અને પોલાદના બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે તાજેતરમાં સમીકરણો ઝડપથી બદલાતા જોવા મળ્યા છે. દેશના વિવિધ શહેરો તથા રાજ્યોમાં ૨૦૨૩ના વર્તમાન વર્ષમાં બાંધકામ તથા ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે નાણાં ભંડોળ વધુ આવવાની ગણતરી વચ્ચે આ ક્ષેત્ર તરફથી સ્ટીલ બજાર તથા ઉદ્યોગમાં આવતી માગમાં વૃદ્ધી થવાની શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા છે. સ્ટીલ ઉદ્યોગના તજજ્ઞાોના જણાવ્યા મુજબ તાજેતરમાં કાચા માલોના ભાવ નીચા ઉતર્યા છે. જો કે તાજેતરમાં ૬થી ૮ મહિનાના ગાળા પર નજર માંડીએ તો ગ્રામીણ વિસ્તારમાંથી સ્ટીલ બજારમાં આવતી માગ અપેક્ષાથી ઓછી રહી છે.