ટીવીની આયાત ઉપર કેન્દ્ર સરકાર દ્વારા લગામ કસાઈ: આખે આખા ટીવી આયાત કરવાના સ્થાને વિદેશથી પાર્ટસ મંગાવી એસેમ્બલ કરવા મહત્વ અપાશે
દેશમાં ફરીથી એસેમ્બલ ટીવીનો જમાનો લાવવા માટે કેન્દ્ર સરકારે તખતો તૈયાર કર્યો છે. અત્યારે દેશમાં મોટાભાગના કલર ટીવી વિદેશમાંથી આયાત કરવામાં આવે છે. સરકારે આ આયાત ઉપર લગામ કસવાની તૈયારીના ભાગપે નિયમો કડક બનાવ્યા છે. જેના અનુસંધાને હવે આયાતકારને આયાત પહેલા વેપાર મંત્રાલયના ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની મંજૂરી લેવાની રહેશે. અત્યાર સુધી આખે આખા ટીવી વિદેશમાંથી આયાત થતાં હતા. જેના સ્થાને હવે ટીવીને સ્થાનિક કક્ષાએ એસેમ્બલ કરાવવાને મહત્વ અપાશે. જેનાથી સ્થાનિક પાર્ટસ તો વેંચાશે જ ઉપરાંત વિદેશમાં ઢસડાઈ જતું વિદેશી હુડીયામણ પણ બચશે. તેની સાથો સાથ એસેમ્બલ થયેલા ટીવીને ભારતમાંથી એક્ષપોર્ટ પણ કરી શકાશે.
સરકાર દ્વારા ગુવારે રંગીન ટેલીવિઝનની આયાત પર નિયંત્રણાત્મક પગલા અને પ્રતિબંધમાં વધારો કરી ચીન જેવા દેશોમાંથી બિનજરી ચીજવસ્તુઓની પરદેશમાંથી આયાત કરવાની જરિયાતોમાં કાપ મૂકી ઘરેલું ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે રંગીન ટીવીની આયાત પરના પ્રતિબંધોને વિસ્તૃત કરવામાં આવ્યાં હતા.
વિદેશી વ્યપાર મહાનિર્દેશક ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ ડી.જી.એફ.ટી. દ્વારા જાહેર કરાયેલી યાદીમાં રંગીન ટેલીવિઝનની આયાત નીતીને નિયંત્રણ મુકિતમાંથી બાદ કરવામાં આવી છે. આ વસ્તુને પ્રતિબંધિત આયાત શ્રેણીમાં મુકવાનો મતલબ એ થશે કે આયાત કરનારને વેપાર મંત્રાલયના ડાયરેકટર જનરલ ઓફ ફોરેને ટ્રેડને કલર ટીવીની આયાત માટે મંજુરી લેવાની રહેશે.
વિશ્ર્વમાં અત્યારે ટીવીના સૌથી નિકાસકાર દેશોમાં ચીન, મલેશિયા, હોંગકોંગ, કોરિયા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને જર્મની જેવા દેશોનો સમાવેશ થાય છે.
સરકાર દ્વારા ટીવીની આયાત પર નિયંત્રણના માપદંડમાં ટીવી સ્ક્રીનની સાઇઝમાં ૩૬ સે.મી. થી લઇને ૧૦૫ સે.મી. ઉપરની સ્કીન લીકવીડ ક્રીસ્ટલ ડિસપ્લે એલ.સી.ડી. અને ૬૩ સે.મી. નીચેના ટેલીવીઝન સેટને પણ આ પ્રતિબંધોની શ્રેણીમાં આવરી લેવામાં આવ્યા છે.
ભારતે ૨૦૧૯-૨૦ માં વિયેતનામ અને ચાઈનામાંથી ૭૮૧ મિલિયન ડોલર અને ૪૨૮ મિલિયન ડોલર અને ૨૬૩ મીલીયન ડોલરની અનુક્રમે છેલ નાણાંકિય વર્ષોમાં આયાત કરી હતી.
સરકારના આ પગલા અંગે પેનાસોનિક ઇન્ડિયાના સીઇઓ અને પ્રમુખ મનીષ શર્માએ જણાવ્યું હતું કે હવે ગ્રાહકો ઉચ્ચ ગુણવત્તાના સારા ઘર આંગણે તૈયાર કરાયેલા એસેમ્બલ ટીવી સેટ મેળવી શકશે.
સરકારનું આ પગલું ખરેખર, ઘર આંગણે બનાવીને એંસેમબલ કરવામાં આવતા ટીવી ઉઘોગ માટે ખુબ જ સાનુકુળ સંજોગોમાં અને પ્રોત્સાહન પુરુ પાડનાર સાબિત થશે. દેશની અગ્રણી બ્રાન્ડની કંપનીઓ કયારથી એ ઘર આંગણે દેશમાં જ કલર ટીવીનું ઉત્પાદન અને એસેમલ એકમો ધરાવે છે. તેનાથી કલર ટીવીની આયાત પર કરવામાં આવેલ પ્રતિબંધોના વધારાની કોઇ અસર નહિ થાય.
આયાત પર લાદેલા નિયંત્રણો
સરકાર દ્વારા ટીવીની આયાત ઉપર લગામ કસવા માટે કેટલાક ધારા-ધોરણો ઘડી કાઢવામાં આવ્યા છે. મુખ્ય ત્રણ માપદંડોમાં સ્ક્રીનની સાઈઝમાં ૩૬ સે.મી.થી લઈ ૧૦૭ સે.મી.થી ઉપરની સ્ક્રીન, લીકવીડ, ક્રીસ્ટલ, એલસીડી અને ૩૬ સે.મી.થી નીચેના ટેલીવિઝનને પ્રતિબંધ શ્રેણીમાં આવરી લેવામાં આવ્યા. એકંદરે મોટા ટીવીને છુટછાટ મળશે. નાના ટીવીનું એસેમ્બલ થશે.