કેન્દ્રીય ઔદ્યોગિક સમિતિએ આયાત મુકત શ્રેણીમાંથી ‘ટાયર’ની આયાતને હટાવીને પ્રતિબંધીત શ્રેણીમાં મૂકવાનું નકકી કર્યું છે

કેન્દ્ર સરકાર દ્વારા અત્યારની મૂકત શ્રેણીમાં મુકાયેલા તમામ પ્રકારનાં ટાયરની આયાતને પ્રતિબંધીત શ્રેણીમાં મૂકવાની દરખાસ્ત લાવવા વિચારધીન બની છે. ડીજીએફટીએ ૧૭ માર્ચના રોજ કેન્દ્રીય વાણિજયમંત્રાલયના હવાલાથી વિવિધ ઉદ્યોગોના હિત માટે લેવાયેલા નિર્ણયો અંગે દરખાસ્તના સંકેતો આપ્યા છે. દેશમાં આયાત થતા તમામ પ્રકારનાં ટાયરોને મૂકત શ્રેણીમાંથી પ્રતિબંધીત શ્રેણીમાં મૂકીને ટાયરની આયાત પર નિયંત્રણ લાવવા માટે ટાયર બનાવતી કંપનીઓ સરકાર સમક્ષ માંગણી કરતી હતી ખાસ કરીને ચાયનાથી આયાત કરવામાં આતા ટાયરો પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરવામાં આવતી હતી.

કેન્દ્રીય ઔદ્યોગીક સમિતિએઅત્યારની મૂકત શ્રેણીમાંથી ટાયરની આયાતને હટાવીને પ્રતિબંધીત શ્રેણીમાં ટાયરની અયાતને મૂકવાનું નકકી કરવામાં આવ્યું છે. વિદેશી વ્યાપારના મહાનિર્દેશક સચિવ દ્વારા આ ગતિવિધિઓ હાથ ધરવામાં આવી છે. ભારતમાં અત્યારે ૨૫ મીલીયન અમેરિકન ડોલરની કિંમતના મોટર, મોટર સાયકલ, બસ, બાંધકામ, ઔદ્યોગીક યંત્ર અને વાહનોના ટાયરોની આયતા થતી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટાયરોની મૂકત રીતે આયાત કવાની પ્રક્રિયાથી દેશના ઉત્પાદકોને મોટુ નુકશાન જાય છે. ડીપીઆઈઆઈટી એ એવું અવલોકન કર્યું છે કે આ ક્ષેત્રનાં વિકાસ માટે પ્રતિબંધો આવશ્યક છે. મોટા ઉદ્યોગો અને વાહનોમાં ઘરેલું ટાયરોનો ઉપયોગ વધે તે જરૂરી છે. અત્યારે ચીનમાંથી ટાયરોની વધુ આયાત કરવામાં આવે છે. ૨૦૨૦ના નાણાંકીય વર્ષ દરમિયાન એપ્રીલથી જાન્યુઆરી દરમિયાન ચીનથી આવતા ટાયરમાં ૨૦%નો વધારો થઈને ૩.૨ મીલીયન ટાયરોની આયાત કરવામં આવી હતી.

અત્યારે ડીજીએફટીએ ઘરેલુ ઉદ્યોગોમાંથી કોઈ પ્રતિભાવ મેળવ્યા નથી. સ્થાનિક ઉદ્યોગકોઈ દરખાસ્ત પણ કરી નથી. અગાઉ પણ કયારેય અવી માંગણી કરી નથી. પરંતુ સરકારને ધ્યાને આવ્યું છે કે વિદેશથી થતી ટાયરોની આયાતનાં કારણે સ્થાનિક ઉદ્યોગોને ઘણુ સહન કરવું પડે છે. પ્રતિબંધીત ચીજ વસ્તુઓની શ્રેણીમાં મૂકીને સ્થાનિક ઉદ્યોગોના ભોગે વિદેશથી કરવામાં આવતીટાયરોની આયાત પર અંકુશ મેળવીને સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનું સરકાર વિચારી રહી છે. કેન્દ્ર સરકાર તમામ પ્રકારનાં અને શ્રેણીના ટાયરોની આયાતને પ્રતિબંધીત શ્રેણીમાં મૂકીને ઘરેલુ ટાયર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા પ્રતિબંધ બની છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.