આજે વિશ્વ સામાજીક કાર્ય દિવસ
બાળકો, પરિવારો અને પ્રતિકૂળતાનો સામનો કરી રહેલા સમુદાયોના જીવનમાં સામાજીક કાર્યકરો દ્વારા ભજવવામાં આવતી મહત્વપૂર્ણ ભૂમિકા માટે જાગૃત્તિ અને સમર્થન વધારવાની સાથે તેના વિકાસ કરવાના કાર્યો સમાજનો સહયોગ અતી આવશ્યક
આ વર્ષની ઉજવણી થીમનો હેતું સામાજીક કાર્યકરોને નવીન, સમુદાય, અગણિત અભિગમ અપનાવવાની જરૂરિયાત પર ભાર મુકે છે: સામાજીક સેવા સંસ્થાને ટેકો અને ભંડોળ આપીને મજબૂત બનાવવામાં સમાજનો ટેકો ખૂબ જ જરૂરી
આ વર્ષની થીમ: બુએન વિવિર: ટ્રાન્સફોર્મેટિવ ચેન્જ માટે વહેંચાયેલ ભવિષ્ય
આજે વૈશ્ર્વિક સ્તરે વિશ્ર્વ સોશિયલ વર્ક દિવસ છે. આ દિવસ 2008થી વિશ્ર્વનાં મોટાભાગનાં દેશોમાં ઉજવાય છે. સામાજીક કાર્યને સમાજ સેવા સાથે સીધી રીતે જોડી શકાય છે. તેનો હેતુ જરૂરતમંદ લોકોને સહાયભૂત થવાનો છે. આજે સંસ્થાઓ સહાયની જરૂર છે કે કેમને જાણવા માટે પરિસ્થિતિ તેમજ વ્યક્તિ વિશે જ્ઞાન હોવું જોઇએ. સમાજમાં અમુક પરિબળો કે સ્થિતિને કારણે વ્યક્તિ પોતાની સ્થિતિને સુધારવા માટે આપત્તિમાં ટકી રહેવા અસમર્થ બની જાય ત્યારે સંસ્થાઓના સધિયારથી સ્વસ્થ્તાથી જીવન જીવવાં સક્ષમ બની જાય છે.
સામાજીક કાર્ય પ્રથાને ત્રણ સ્તરમાં વહેંચી શકાય છે. માઇક્રો વર્કમાં વ્યક્તિઓ અને પરિવાર સાથે સીધું કામ કરવાનો સમાવેશ થાય, જેમાં વ્યક્તિગત કાઉસેલિંગ કે પરિવારને સીધી મદદ કરવામાં આવે છે. 1960ના અંતમાં જોઇએ તો સામાજીક કાર્ય શિક્ષણ ઉપરાંત સામાજીક અને માનવ સેવા કેન્દ્રના રૂપમાં પ્રારંભ થયેલ. જે-તે વિસ્તાર પર્યાવરણ મુજબ સામાજીક-શૈક્ષણિક સંસ્થા, ક્લબ, મંડળ, ગૃપો કે એસોસિએશન કાર્યરત હોય છે, જે પોતાના કાર્ય ક્ષેત્રમાં આવતાં લોકોને તેના પ્રોજેક્ટ મુજબ મદદ કરતાં હોય છે. ઘણી સંસ્થા, વિસ્તાર કે લોકલબેઝ તો કેટલીક શહેર જીલ્લા કે રાજ્યસ્તરે પણ વિસ્તરેલી હોય છે. 1930ના દસકાની ભયંકર મહામંદીના દિવસોમાં સામાજીક કાર્ય શરૂ થયાનું જણાય છે.
આપણાં ગુજરાત રાજ્યમાં હજારો સંસ્થાઓ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરે છે. જેમાં બાળપ્રવૃત્તિ, મહિલા ઉત્થાન, વિધવાઓને સહાય, ગરીબોને રાશન કિટ, અશક્તો અને એકલાને ભોજન વ્યવસ્થા જેવા ઘણા પ્રોજેક્ટ ચલાવે છે. જે લોકોને મફ્ત તમામ સહાય પુરી પાડે છે. અમુક સંસ્થા પર્યાવરણ જાળવણીના પ્રચાર-પ્રસાર સાથે વૃક્ષારોપણ કે પ્રકૃત્તિના સંરક્ષણનું શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છે. એક વાત નક્કી છે કે સરકાર બધે પહોંચી વળી ન શકે, તેથી બીન સરકારી સંગઠન કે સેવા કરતાં સામાજીક કાર્યકરોના સથવારે શ્રેષ્ઠ પ્રજા સેવા થઇ શકે છે. એનજીઓનો અર્થ જ બીન સરકારી સંસ્થા થાય છે, એમાં પણ અમુક સરકારી ગ્રાન્ટ લઇને કે અમુક દાન-ભંડોળથી સંસ્થા ચલાવે છે.
આજની મોંઘવારીના યુગમાં ગમે તેને મુશ્કેલી પડી શકે છે, ત્યારે આવી સંસ્થા ગરીબ-જરૂરિયાતમંદોને મદદ કરીને સારૂ જીવન સાથે બે ટંક રોટલો મળે તેવું કાર્ય તો ચોક્કસ કરી રહ્યા છે. ઘણી સંસ્થાઓ વર્ષોથી કાર્ય કરતી જોવા મળે છે. જેમાં સરગમ ક્લબ, બોલબાલા ટ્રસ્ટ, જનવિજ્ઞાન જાથા, ચિલ્ડ્રન કે મહિલા ક્લબ છેલ્લા ત્રણ-ચાર દાયકાથી કામ કરી રહી છે. અમુક રોટરી-લાયન્સ જેવી ઇન્ટરનેશનલ સંસ્થા પણ પોતાના વિસ્તારમાં બ્રાંચ શરૂ કરીને શિક્ષણ મેડીકલ જેવા વિવિધ ક્ષેત્રોમાં સુંદર કાર્ય કરી રહ્યા છે. આજના યુગમાં સૌથી શ્રેષ્ઠ એવું રક્તદાન કેમ્પનું આયોજન ઘણી સંસ્થાઓ કરતાં લોકોને સમયસર બ્લડ મળી જાય છે. ખરી સમાજ સેવા જ્યારે આપણે જોઇએ ત્યારે આનંદ થઇ જાય છે, સંસ્થાઓની સફળતામાં તેના દાતાનો ફાળો મુખ્ય હોવાથી તેની કામગીરી સરળ બને છે.
સામાજીક કાર્ય અને સામાજિક વિકાસ પરામર્શ પ્રક્રિયાઓ અને થીમ્સ કે જે 2020થી 2030 સુધીની આપણી વિશ્ર્વની દિશાને આકાર આપે છે. સહનિર્માણ સમાવિષ્ટ સામાજિક પરિવર્તન સંદર્ભે વૈશ્ર્વિક સ્તરે સૌએ એકજૂટ થઇને કાર્ય કરવાની જરૂર છે. વિશ્ર્વની કોઇપણ સમસ્યામાં સરકાર સમુદાયને કે વ્યક્તિગત ન પહોંચી શકે ત્યારે બિન સરકારી સંગઠન સત્વરે માનવીને મદદ પહોંચાડી શકે છે. પૂર-હોનારત કે કુદરતી આફતો વખતે ઘટના સ્થળની આસપાસના સેવાભાવી લોકો જ પ્રથમ મદદે આવતાં હોય છે. વૈશ્ર્વિક પડકારોની ગતિશીલ અને ઝડપથી વિકસતી પ્રકૃત્તિ બાબતે પણ સમાજસેવી સંગઠનો મોખરે હોય છે. ઠજઠઉ 2024 થીમ સામાજીક કાર્યકરો માટે નવીન, સમુદાય આગળ વધારવા ભાર મૂકે છે. સ્વદેશી શાણપણ અને પ્રકૃત્તિ સાથે સુમેળ ભર્યા સહઅસ્તિત્વ પર આધારિત છે. જેમજેમ આપણે આજના વિશ્ર્વના બહુપક્ષીય પડકારોને નેવીગેટ કરીએ છીએ, હિંસક સંઘર્ષો લઇને પર્યાવરણીય કટોકટી સુધી ‘બુચેન વિવિર’ના સિધ્ધાંત સામાજીક કાર્યકરોને સાચી સુખાકારીને પ્રાધાન્ય આપવા માર્ગદર્શન આપે છે, જેનું મૂળ સમુદાય અને પ્રકૃત્તિ સાથે જોડાયેલ છે. સામાજીક કાર્યએ એક પ્રેક્ટિસ-આધારીત વ્યવસાય છે અને તે એક શૈક્ષણિક શિસ્ત છે, જે સામાજીક પરિવર્તન અને વિકાસ, સામાજીક એકતા અને લોકોની સશક્તિકરણ અને મુક્તિને પ્રોત્સાહન આપે છે. સામાજીક કાર્ય, સામાજીક વિજ્ઞાન, માનવતા અને સ્વદેશી જ્ઞાનના સિધ્ધાંતો આધારીત સામાજીક કાર્ય જીવનનાં પડકારો અને સુખાકારી વધારવા લોકો અને સંસ્થાને જોડે છે. આજના યુગમાં લગભગ દરેક જગ્યાએ ગામ કે શહેરમાં સમાજસેવી સંસ્થાઓ કાર્યરત હોવાથી જરૂરિયાતમંદ લોકોને સહાય મળી રહેશે. મેડીકલ ક્ષેત્રે સૌથી વધુ જરૂરિયાત ગરીબ-મધ્યમ વર્ગને પડતી હોય છે, ત્યારે આ પરત્વે કાર્યરત સંસ્થા ખૂબ જ મહત્વની કામગીરી કરતાં હોય છે.
સામાજીક સંસ્થા એટલે શું?
સમાજ કે સમુદાયની અમુક જરૂરિયાતોની પૂર્તિ માટે થતી વિવિધ આંતરક્રિયા કે પ્રવૃત્તિ કરતાં ધોરણોના સમૂહને સામાજીક સંસ્થા કહે છે. આપણાં સમાજમાં લગ્ન, કુટુંબ, જ્ઞાતિ વિગેરે જેવી સામાજીક સંસ્થા હોય છે, પણ અમુક સ્વૈચ્છિક સંસ્થા લોકોની સેવા માટે ચાલતી બીન સરકારી સંસ્થા હોય છે. આ સંસ્થા વિવિધ પ્રવૃત્તિ-પ્રોજેક્ટ ચલાવીને લોકોની સેવા કરતાં હોય છે. આજના દિવસે તેમના આ સેવાકાર્યોને બિરદાવવાનો દિવસ છે. સંસ્થાઓ પ્રત્યેક સમાજના સાંસ્કૃત્તિક વારસાનું જતન કરે છે. સેવા સંસ્થાએ સમૂહ પ્રવૃત્તિને પ્રસ્થાપિત કરતી કાર્ય પ્રણાલી છે. આખો સમાજ જે પાયા પર બનેલો છે. તે સામાજીક સંસ્થા છે, તે મૂલ્યો, ધોરણો અને જોડાણની સિસ્ટમ છે. આપણે ત્યાં સમાજ સેવાનું કાર્ય કરનાર વ્યક્તિને સામાજીક કાર્યકર કહેવાય છે.