નવનિયુકત 46 પી.આઇ.ના દિક્ષાંત સમારોહ યોજાયો: 14 મહિલાનો સમાવેશ
રાજ્યના સર્વગ્રાહી અને દરેક ક્ષેત્રના વિકાસના પાયામાં સુરક્ષા સલામતીના પ્રહરી પોલીસ દળનું યોગદાન અહેમ ભૂમિકા નિભાવે છે તેઓ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે સ્વની પરવા કર્યા વિના સમાજ માટે, અન્યો માટે, તેમની રક્ષા માટે સમર્પિત ભાવે કર્તવ્યરત પોલીસ દળે ગુજરાતની વિકસિત- સુરક્ષિત રાજ્યની ગરિમા વધારી છે.
રાજ્ય સરકાર દ્વારા લેવાયેલી પરીક્ષામાં પાસ થયેલા જેમાં બીજી બેન્ચના 46 પોલીસ ઇન્સ્પેક્ટર ભાઈ બહેનોની પરેડ ગ્રાઉન્ડ ખાતે દીક્ષાંત સમારોહ યોજાઈ ગયો જેમાં મુખ્યમંત્રી પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દીક્ષાત સમારોહ ના પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું. કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જેમને સુરક્ષા, સલામતી અને શાંતિના પ્રહરી કહ્યા છે તેવા પોલીસ દળની કર્તવ્ય ભાવનાની સરાહના કરી હતી.
મુખ્યમંત્રી એ ટેકનોલોજીનો સમયાનુકૂલ ઉપયોગ કરીને અને પ્રજા જીવનની રક્ષા- સુરક્ષા માટેની સંપૂર્ણ પ્રતિબદ્ધતા દાખવીને સેવારત થવાનો ભાવ ઉજાગર કરવા પણ પ્રેરણા આપી હતી. ભૂપેન્દ્ર પટેલે આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગુજરાતનું આહવાન કરતા ઉમેર્યું કે, વિકાસની નવી ઊંચાઈઓ સુરક્ષાની બુનિયાદના આધારે સર કરીને આત્મનિર્ભર ભારત બનાવવું છે.
મુખ્યમંત્રીએ આ નવ નિયુક્ત અફસરોમાં 14 બહેનો, 3 ડોક્ટર,25 ઈજનેર અને 3 પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવે છે તેમને બિરદાવી અને સીધી ભરતીની બીજી બેન્ચના 46 પોલીસ ઇન્સ્પેકટર ભાઈ -બહેનોએ શપથ ગ્રહણ કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્ય ગૃહ મંત્રી સંઘવીએ પરેડ નિરીક્ષણ કર્યું હતું. કરાઈ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ ઇન્સ્પેકટરો દ્વારા શિસ્તબદ્ધ રીતે માર્ચ પાસ્ટ કરીને સલામી આપી મુખ્યમંત્રી સહિત મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
પોલીસ અકાદમી કરાઇ ખાતે આયોજિત દીક્ષાંત પરેડ સમારોહમાં ગૃહરાજ્યમંત્રી હષે સંઘવી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, ઉૠઙ આશિષ ભાટિયા સહિત અધિક પોલીસ મહાનિર્દેશક ઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાક્ષી બન્યા હતા.અકાદમીના ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિવિધ તાલીમાર્થીઓ અને દીક્ષાંર્થીના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
- માતૃત્વની સંગાથે તાલીમ પૂર્ણ કરી નારીત્વ ગૌરવ વધારતી મહિલા
- લીંબડીના ભાગ્યેસ્વરીબાઝાલા અને બનાસકાંઠાના ગીતાબેન ચૌધરીએ નિભાવ્યું બેવડુ કર્તવ્ય
ગુજરાત પોલીસ નાં ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ પોલીસ ઇન્સ્પેક્ટર બાળકો સાથે સંપૂર્ણ તાલીમ પૂર્ણ કરીને આજે દિક્ષાંત પરેડમા સામેલ થઇ રહ્યા છે. બનાસકાંઠાના ડીસાના ગીતાબહેન ચૌધરી અને સુરેન્દ્રનગરના લીંબડીના ભાગ્યેશ્વરીબા ઝાલા એમ બે મહિલા ઓફિસરોએ ત્રણ મહિનાના બાળકો સાથે ટ્રેનિંગ પૂર્ણ કરી છે. આજે તેઓ દિક્ષાંત પરેડમા સામેલ થઇને સેવામા જોડાશે.
કરાઇ પોલીસ અકાદમીમા પહેલા બાળકો સાથે ટ્રેનિંગ શક્ય નહોતી. કારણ કે ત્યા નવજાત બાળકો માટે કોઇ વ્યવસ્થા જ નહોતી. ત્યા બાળ સંભાળ કેન્દ્ર શરૂ થયા પછી નવી ભરતીમા જ નહિ ચાલુ સેવામા કમાન્ડો ટ્રેનિંગની તક મળે તેવા મહિલા પોલીસ પણ પોતાના બાળકો સાથે સામેલ થાય છે. ૠઙજઈની પોલીસ ઇન્સ્પેક્ટર ભરતીમા પસંદ થયેલા ઙઈં ભાગ્યેશ્વરીબા ધર્મેંદ્રસિંહ ઝાલા અને ગીતાબેન મોતીભાઈ ચૌધરી 3 મહિના નાં બાળક સાથે માતા અને કેડેટ બન્ને જવાબદારીઓને સાસુ- સસરાની મદદથી લગભગ 12 કલાકના પરિશ્રમ અને તાલીમ પૂર્ણ કરી આજે દીક્ષાં મેળવી સેવામાં પ્રથમ પગલુ મૂકી રહ્યા છે. આ બંને બહેનોને અભિનંદન. મહિલા સશક્તિકરણનુ આજ જીવંત ઉદાહરણ છે.