વુ.એમ. આઇ. સંસ્થાના અગ્રણીઓએ બાળકોમાં પડેલી સુષુપ્ત શકિતઓને કેળવવા બ્રેઇન ડેવલપમેન્ટ કેરીયર કાઉન્સેલીંગ, બાળકને શેનો ફોબીયા છે તે જાણવું વગેરે વિષયો અંતર્ગત માતા-પિતાનું નર્ચરીંગ કેટલું મહત્વનું છે? અને આ ટેસ્ટ કેટલો મદદરૂપ છે તે વિશે માર્ગદર્શન આપ્યું
ભારત દેશનું ઉજજવળ ભવિષ્ય બાળક જ છે, બાળકનો શારીરિક, માનસિક વિકાસ માત્ર તેના પરિવાર પર જ નહીં પરંતુ તેની કારકિર્દી, સમાજ અને દેશ પર પણ અગત્યનો ભાજ ભજવે છે. તેથી બાળકના માનસિક વિકાસ માટે તેનું બ્રેઇન એકટીવ હોવું જરુરી છે. બાળકના મગજના વિકાસમાં અગ્રીમ ભાગ ભજવનાર ઠઇંઘ અખઈં (વુ.એમ.આઇ.) સંસ્થાના ફાઉન્ડર વિજયભાઇ રાયચુરા અને નવસાદ અવઢીયા સાથે ‘અબતક’ એ વાતચીત કરી હતી. આ સંસ્થા વિશે થોડી માહીતી આપતા વિજયભાઇએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૨માં આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં ડો. માધવ દવે, પ્રશાંત માણેક અને વિજય રાયચુરાએ જહેમત ઉઠાવી હતી.
આ વાતચીતમાં વિજયભાઇએ જણાવ્યું હતું કે બાળકોમાં ચેન્જ લાવવા સમાજને કંઇક આપવું હોય તો ડી.એમ.આઇ. ટી. ટેસ્ટ અગત્યનો છે. આ ટેસ્ટ વિશે વધુ માહીતી આપતા તેઓએ કહ્યું કે, તેનાથી બાળકમાં હેન્ડરાઇટીંગ ઇમ્પુવમેન્ટ, કીલ બ્રેઇન ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ વગેરેને વિકસાવી શકાય છે. આ ટેસ્ટ કરવાનો મહત્વનો ફાયદો એ છે કે તેનાથી બાળકોમાં એડવેન્ચર અને નેચર સ્કીલ ડેવલપ થાય છે. આ સિવાય સંસ્થા દ્વારા એપ્ટીટયુડ સાયફકોમેટીક ટેસ્ટ, તથા સ્ટુડન્ટસ વિઝા જેવી પ્રવૃતિઓ કરવામાં આવે છે. અને આ દરેક પ્રોગ્રામ્સ થકી સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં પાંચથી સાડા પાંચ હજાર બાળકોને ટ્રેઇન કરવમાં આવ્યા છે.
ડી.એમ.આઇ.ટી. રિપોર્ટ અંગે વધુમાં જણાવતા તેઓએ કહ્યું હતું કે ફીંગર પ્રિન્ટ રિપોર્ટ પરથી પણ બાળકની સ્કીલ જાણી શકાય છે. નાના બાળકોને તેના માતા-પિતા દ્વારા નર્ચર કરવામાં આવે તેના પરથી પણ બાળકની શીખવાની પઘ્ધતિ વિશે જાણી શકાય છે. અને તેમાં રહેલા આઇકયુ, ઇ કયુ, એ કયુ, વગેરે વિશે જાણી શકાય છે. બાળકોને આ ડી.એમ.આઇ.ટી. રિપોર્ટ માટે અવગત કરવા સંસ્થા દ્વારા સેમીનાર કરવામાં આવે છે. તથા સેલીબ્રિટીઓના પણ રિપોર્ટ કરાયા છે. જેમાં ડાન્સ ઇન્ડિયા ડાન્સના રેમો ડિસોઝાનો તથા ભીખુદાન ગઢવીનો પણ ટેસ્ટ કર્યો છે. જેથી લોકો આ ટેસ્ટથી પ્રેરાય, ઘણી વખત ટેસ્ટનું નામ પડે ત્યારે માતા-પિતાને પરવડશે કે નહીં તેવો સવાલ થાય છે તેથા જવાબમાં તેમણે જણાવ્યું હતું કે આરિપોર્ટ એનાલિસીસ, પ્રોસેસ, સર્વેમાંથી પસાર થાય છે. અને તેનાથી બાળકના નર્ચરીંગમાં ઘણો ફરક પડે છે. આ દરેક ફાયદાઓ ટેસ્ટના ખર્ચ કરતાં પણ વધુ અગત્યના છે. હેન્ડરાઇટીંગ ઇમ્પ્રુવમેનટમાં બાળકના હેન્ડરાઇટીંગ પરથી તેનો નેચર ખબર પડે છે? તેના વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, એવું જરુરી નથી કે દરેક વસ્તુનો ખ્યાલ હેન્ડરાઇટીંગ પરથી આવે અત્યારે ટેકનોલોજીના યુગમાં બાળક મોબાઇલમાં વધુ રસ ધરાવે છે. તેથી લખવાની રૂચિ ઓછી હોય છે. સંસ્થા દ્વારા કરાવવામાં આવતા ૬૦ દિવસના પ્રોગ્રામ અંતર્ગત પ્રથમ દિવસના હેન્ડરાઇટીંગમાં અને ૬૦માં દિવસના હેન્ડરાઇટીંગમાં જરુર ફર્ક દેખાય છે. હા પણ લખવા વિશે અરૂચિ ધરાવતા બાળકોને પણ ચકાસવામાં આવે છે. કારણ કે ઘણા બાળકોને સાંભળીને શીખવાની મજા આવેે ઘણાને જોઇને અને ઘણાને લખીને ઘણા બાળકો ડીસ્લેકસીયાના શિકાર પણ હોય છે. ત્યારે આવા સંજોગોમાં હેન્ડરાઇટીંગ પ્રોગ્રામ અગત્યનો ભાગ ભજવે છે.
રાઇટીંગથી ફિઝીયો, સાયકો બન્ને ઇમ્પેકટ પડે છે તેથી ઓડિયો વિઝયુઅલની ડિમાન્ડ બાળકમાં વિકસાવવી જોઇએ. ડી.એમ.આઇ.ટી. રિપોર્ટની જાગૃતતા આજે માતા-પિતામાં નથી તો તેના માટે પછાત વર્ગના પરિવારોને આરિપોર્ટ નિ:શુલ્ક કરી આપવામાં આવે છે. તેમજ ફ્રી કાઉન્સેલીંગ પણ સમસ્યાનો હલ લાવવામાં મદદરૂપ બને છે. એ સિવાય કીડ બ્રેઇન એકટીવેશનથી પણ બાળકને પ્રોત્સાહન આપવામાં આવે છે. જેમા મ્યુઝીક થેરાપી આપવામાં આવે છે. આથેરાપીનો ચાર દિવસનો કોર્ષ હોય છે, જેમાં મ્યુઝીકના માઘ્યમથી બ્રેઇન એકટીવીટી તથા બે્રઇન એકસસાઇઝ કરાવવામાં આવે છે. આ થેરાપીની ઓન એન્ડ એવરેજ ૯૯ ટકા બાળકોને ફાયદો થાય છે. તથા તેમાં બાળકમાં પ્રથમ દિવસથી જ ચેન્જ જોવા મળે છે.
આ બદલાવમાં એવા પ્રકારના અમુક કાર્યો એવા હોય છે જે પહેલા બાળક નથી કરી શકતું પરંતુ મ્યુઝીક થેરાપી એકટીવીટી કર્યા પછી કરી શકે છે. વધુમાં વૈદિક ગણિત પણ બાળકો માટે રસપ્રદ ભૂમિકા ભજવે છે. અત્યારે બાળકોને વૈદિક ગણિત વધારે પસંદ આવે છે કારણ કે તેનાં શોર્ટ કર્ટસ હોય છે. ૧૬મી સદીમાં તીર્જજી દ્વારા વૈદિક ગણિતની રચના કરવામાં આવી છે. નાસા, યુરોપ, અમેરિકા બધામાં આ વૈદિક ગણિતનો ઉપયોગ થાય છે. તેનાથી બાળકમાં ઝડપ અને એકાગ્રતા વધે છે. અને વૈદિક ગણિતની શાળાઓમાં પણ ધીરે ધીરે અવેરનેસ આવતી જાય છે. બાળકો માટે ભણવાનો બોજ પ્રિ સ્કુલના કારણે વઘ્યું છે તેના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે પ્રિ સ્કુલથી બાળકને ફ્રી માહોલ મળે છે. ચાઇલ્ડ સાયકોલોજી જાણી શકાય છે. તેથી પ્રિ સ્કુલ મહત્વની છે. આ સિવાય બ્રેઇન ટ્રેઇન શું છે? તેના પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું હતું કે આનાથી યાદ રાખવાની ટેકનિકસ વધે છે. મેમરી શાર્પ થાય છે. બે્રઇન ચાઇલ્ડ ડેવલપમેન્ટનો રોલ ખુબ જ મહત્વનો છે. તેનાથી બાળકને ખૂટતું આપી શકાય છે. આ સિવાય બાળકમાં કોઇપણ ફોળીયા હોય તો તેવા સંજોગોમાં બાળકનો ઉછેર અને નર્ચરીંગ અગત્યનો ભાગ ભજવે છે. બાળકનું આઇ કયુ, એસ કયુ, અને ઇ કયુ સમાંતર રાખવા શું કરવું? તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે કોઇપણ વ્યકિતમાં ૧૪ વર્ષે પોતાની એબીલીટી શેમાં છે તે ડેવલપ થાય છે. દરેક બાળકમાં પાંચ પ્રકારની આવડત હોય છે. (૧) લેંગવેજથી સમજવાની (ર) એનાલીસીસ દ્વારા સમજવાની (૩) બી હેપીયર ઓળખવામાં સારા ખરાબ વર્તનને પારખવાની (૪) અલગ પ્રકારની રચનાત્મકતા ઇમ્પ્લીમેન્ટ કરવાની (પ) શારીરિક ક્ષમતા તેમજ મિકેનીકલ માઇન્ડ ક્ષમતાનું કોમ્બીનેશન હોય છે. ટીનેજરમાં સુસાઇડના વધતા જતા કેસો વિશે તેમણે જણાવ્યું હતું. કે ટીનેજરો પર ખુબ જ પ્રેશર હોય છે. પરર્ફોમેન્ટ બતાવવાનું માર્કસ વધારે લાવવાનું તથા સમાજમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવાનું પરંતુ સમાજમાં આમ ન બને તે માટે બાળક પર પ્રેસર કરવા કરતા તેમાં પડેલી કુદરતી સુશુપ્ત શકિતને ઓળખવી જરુરી છે. અને જો તે શિક્ષકો અને માતા-પિતા દ્વારા ઓળખી લેવામાં આવે તો આ કેસોને અટકાવવા પર રોક લગાવી શકાય તેમ છે. અને આને માટે બ્રેઇન ટ્રેઇન પણ મદદરુપ મળે છે. યાદ શકિત સતેજ બને છે. આ સિવાય બાળકોમાં ‘ફોળીયા’ એટલે કે કોઇ એક બાબતને લઇને મનમાં ડર પેસેલો હોય છે આમાં બાળકનો ઉછેર તથા માતા-પિતા દ્વારા બાળકને મળતુ નર્ચરીંગ અગત્યનો ભાગ ભજવેછે. ઘણા બાળકો અસામાજિક વૃતિ તરફ પણ પ્રેરાયને પોતાનું જીવન બગાડે છે. તો એવામાં બાળક માટે એસ કયુ એટલે કે સ્પ્રીરયુઅલ નોલેજ, સ્પ્રીચ્યુઅલ નોલેજ, સ્પ્રીચ્યુઆલીટી તરફનો રસ તથા અમલ વગેરે દ્વારા બાળકોને પ્રેરીને તેને અટકાવી શકાય છે. આ સિવાય બાળકોને સ્પર્શતા મુદ્દા કરિયર કાઉન્સેલીંગ બાળકનો ઇન્ટ્રેસ જાણવો તેના માટે પણ બાળકોને અવેર કરવા, માર્ગદર્શન આપવું, પ્રોત્સાહન આપવું જરુરી છે.
અંતમાં સંસ્થાના અગ્રણીઓ વિજયભાઇ રાયચુરા અને નવસાદભાઇએ બાળકો માટેનો એક ખાસ મેસેજ આપતા જણાવ્યું હતું કે બાળકો માટે ફ્રી કાઉન્સેલીંગ તેમજ રિલેશનને લગતા, કરિયરને લગતા અને જે બાળકો વધારે પડતા હાઇપર હોય તેને યોગ્ય દિશા નિર્દેશ કરી સમાધાન લાવવા વુ.એમ.આઇ. સંસ્થા હંમેશા તત્પર . તો ૧૫/એ જાગનાથ ખાતે આવેલી સંસ્થાનો સંપર્ક કરવા વાલીઓને લાભ લેવા અનુરોધ કર્યો હતો.