જ્યારે પણ આપણે જાનલેવા વ્યસનોની વાત કરીએ છીએ ત્યારે આલ્કોહોલ, તમારુ, સ્મોકિંગ, જેવા વિષયોને વધુ મહત્વ આપીએ છીએ. પરંતુ તમને જાણીને જરુરથી આશ્ર્ચર્ય થશે કે સેક્સ પણ વ્યસનનો એક પ્રકાર છે. કેટલાક એવા કારણો છે જે તમને સેક્સનાં વ્યસની બનાવે છે. તો આવો થોડી છણાવટ કરીએ એ કારણોની બાબતે જે તમને બનાવી શકે છે. સેક્સનાં આદી…..!

– આત્મ સન્માનની ખામી :

shutterstock 47382295બાળપણ એ આખા જીવનનું મૂળ છે પરંતુ જો બાળપણમાં જ જે બાળકોને તરછોડવામાં આવ્યા હોય કે તેની અવગણના કરવામાં આવી હોય અથવા તો તેનું શારિરિક શોષણ કરવામાં આવ્યું હોય તેવા બાળકોમાં પોતાની જાત પ્રત્યેનું સન્માન હોવુ એ ભાગ્યે જ બને છે જે ખામી તેને સેક્સ્યુઅલ ગતિવિધિઓ તરફ દોરે છે જે આગળ જતા એક વ્યસનમાં પરિણમે છે અને તેના ગંભીર પરિણામો આવે છે.

– કામેચ્છાની કલ્પનાઓનો પ્રારંભ સમય કરતાં વહેલો થવો….

આ એક એવી પરિસ્થિતિ છે જેના દ્વારા સેક્સ્યુઅલ એક્ટીવીટી બાબતે માનવ સ્વભાવમાં સામાન્ય રીતે ઉત્કંઠા રહેલી હોય છે. પરંતુ સમય કરતાં વહેલું સેક્સ બાબતેનું જ્ઞાન વ્યક્તિને વધુ ઉત્તેજીત અને કામુક બનાવે છે. ખાસ તો બાળપણમાં આ પ્રકારની કામેચ્છા બાબતેની કલ્પનાઓ બાળકને સેક્સ એડિક્ટ બનાવે છે. જેના માટે મુખ્યરુપે બાળક સામે થતી માતા-પિતાની સમાગમતી વાતો, તેનું વર્તન, પોર્નોગ્રાફી, સેક્સ્યુઅલ એબ્યુઝ જેવા કારણો મહત્વની ભૂમિકા ભજવે છે.

– લાગણીસભર આત્મીયતા કેળવવાની મુશ્કેલી ….!

1412759245040 Image galleryImage A0WJM4 Man and woman in b 1જ્યારે કોઇવ્યક્તિ અન્યો સાથે આત્મિયતા કેળવવામાં મુશ્કેલી અનુભવે છે. ત્યારે તે નાસીપાસ થાય છે. અને લાગણીને વ્યક્ત પણ નથી કરી શકતો તેમજ કોઇની લાગણીને સમજવા પણ સક્ષમ નથી હોતો તેવો સમય તેને સેક્સનો વ્યસની બનાવવામાં મહત્વનું પરિબળ બને છે. આ બાબતે તેને વહેલું જ જાગૃત થવાની જરુર બને છે. જેથી તે આ પ્રકારનાં વર્તનને અંકુશમાં લાવી અન્યો સાથેનાં સંબંધોને વધુ નીકટ અને લાગણી સભર બનાવી શકે.

– વ્યસની વ્યક્તિત્વ અથવા વર્તાવ ….!

hqdefault 1 1ક્યારેક માણસનું વર્તન જ તેને સેક્સનાં વ્યસની બનાવવા પાછળનું મુખ્ય કારણ હોય છે. જેના માટે તે ખુદ પોતાના જ રસમાં અથવા પોતાની જ ઇચ્છાઓમાં ગળાડૂબ અથવા તો વ્યસ્ત હોય તેવી વ્યક્તિ સેક્સ પાર્ટનરને સતત બદલતો રહે છે. અને એ સંબંધો પરપોટા જેવા હોય છે. પળવારમાં બની પણ જાય છે. ઘડીભરમાં તૂટી પણ જાય જેમાં કોઇ પ્રકારની સંવેદના કે લાગણી નથી હોતી, અને આગળ જાતા એ વ્યસનનું સ્વરુપ ધારણ કરે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.