પરબધામમાં આજે અષાઢી બીજ નિમિતે લખોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આજે રવિવાર અને અષાઢી બીજ બંને એક સાથે હોવાથી માનવમહેરામણ ઉમટી પડ્યું હતું. નાના ભૂલકાં થી લઈ વૃદ્ધ સૌ કોઈ આ તહેવારને લઈ ઉત્સાહી હતા. સૌરાષ્ટ્રના જુનાગઢ ખાતે આવેલ પરબવાવડીએ દર વર્ષ આ આયોજન થાય છે અને લખો શ્રદ્ધાળૂઑ આ મહોત્સવનો લાભ લે છે. પરબધામે રક્તપીતીયાની સારવાર કરવામાં પરબધામ મોટું મહાત્મય ધરાવે છે. સતદેવીદાસ અને અમરદેવીદાસ જેવા સંતોએ દુખીયાઓની સેવા માટે અથાગ મહેનત કરેલી છે. જેના ફળરૂપે અહિયાં આવેલ દરેક દુખિયાનું દુખ દૂર થાય છે. જેમાં આ જગયાનુ આટલા વર્ષો પછી પણ મહાત્મય અનેરું રહ્યું છે. આ ઉપરાંત લોકોની શ્રદ્ધા અને આસ્થા આ જગ્યા સાથે અતૂટ રીતે જોડાયેલી છે. આ ઉપરાંત અહિયાં અષાઢી બિજ નો મેળો પણ ખૂબ જ વિશાળ પાયે યોજવામાં આવે છે. જેમાં લખો ભાવિકો ખૂબ જ આનદથી લાભ લે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.