- પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર
- જાન્યુઆરીમાં શારીરિક કસોટી યોજાઈ શકે છે
- PSI અને લોકરક્ષક માટે શારીરિક કસોટી યોજાશે
રાજ્યમાં પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. તેમજ ગુજરાત પોલીસ ભરતી માટે લેવાતી શારિરીક કસોટી જાન્યુઆરી મહિનામાં યોજાશે. PSI અને લોકરક્ષક માટે શારીરિક કસોટી જાન્યુઆરી મહિનાનાં બીજા સપ્તાહમાં યોજાશે. તેમજ પોલીસ ભરતીની 12,472 જગ્યાઓ માટે ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જાન્યુઆરી મહિનાનાં બીજા સપ્તાહમાં યોજાશે પરીક્ષા
અનુસાર માહિતી મુજબ, રાજ્યમાં પોલીસ ભરતીનાં ઉમેદવારો માટે શારીરિક કસોટીનું આયોજન જાન્યુઆરી મહિનામાં થઈ શકે તેમ છે. તેમજ એવી માહિતી સામે આવી છે કે, જાન્યુઆરી મહિનાનાં બીજા સપ્તાહમાં PSI અને લોકરક્ષક માટે આ કસોટી યોજાઈ શકે છે. આ દરમિયાન જાણો કે, 12,472 જગ્યાઓ માટે ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ગુજરાત પોલીસમાં જોડાવા માટે ઇચ્છુક અને આ માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષનું નિવેદન આપ્યું હતું. તેમજ એપ્રિલ મહિનામાં લોકરક્ષક અને PSI ભરતી માટે અરજીઓ મંગાવાઈ હતી અને બીજા તબક્કામાં ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરી અરજી મંગાવી હતી.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું કે, એપ્રિલ મહિનામાં લોકરક્ષક અને PSI ભરતી માટે અરજીઓ મંગાવાઈ હતી. ત્યારે તે વખતે એ ઉમેદવારો તરફથી એવી રજૂઆત હતી કે એ વખતે કોલેજ અને શાળાની પરીક્ષાના પરિણામ આવ્યા હતા, અને આપણે ઉનાળા અને ચોમાસાના કારણે તરત જ શારીરિક કસોટી લેવાના ન હતા, એટલે એવા ઉમેદવારો કે જેઓએ એપ્રિલમાં પરીક્ષા આપી હતી, એવા ઉમેદવારોને પણ તક મળે એટલા માટે આપણે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરી અરજી મંગાવી હતી. ઉમેદવારોની અરજીના કારણે બીજા તબક્કામાં અરજી કરવાની તક અપાઈ હતી.
અરજીની વિગતો આપતા હસમુખ પટેલે કહ્યું કે એપ્રિલમાં PSI માટે 4.47 લાખ અરજીઓ, લોકરક્ષક માટે 9.70 લાખ અરજી આવી હતી. ત્યારપછી બીજા તબક્કામાં PSI માટે 51,800 અરજીઓ અને લોકરક્ષક માટે 1.35 લાખ અરજી આવી છે. તો બંને તબક્કા મળીને અત્યાર સુધીમાં PSI માટે 4.99 લાખ જેટલી અરજી અને લોકરક્ષક માટે 11.05 લાખ અરજીઓ મળી છે. હવે નવેમ્બરમાં શારીરિક કસોટીનું આયોજન થશે. આ ઉપરાંત સૌથી પહેલા PSIની પરીક્ષા 2 પેપર લેવામાં આવશે. PSIની 2 લેખિત પરીક્ષા લેવાશે. શારીરિક પરિક્ષા પછી તરત જ PSIની લેખિત પરીક્ષા લેવાશે. PSIની ડિસેમ્બરમાં લેખિત પરીક્ષા લેવાશે.
હસમુખ પટેલે કહ્યું કે જે ઉમેદવારે બંને પોસ્ટ માટે અરજી કરી છે, તો તે ઉમેદવારે માત્ર એક જ વાર શારીરિક કસોટી આપવાની રહેશે. સાથે જ તેમણે કહ્યું કે ઉમેદવારોએ તંત્ર પર ભરોસો રાખીને મહેનત કરીને સફળ થવાનો પ્રયત્ન કરવો. ગઈ વખતે પણ ઉમેદવારોએ પૈસા આપીને ભરતી થવાનો પ્રયત્ન કરેલો, ત્યારે છેતરનાર લોકો સામે કાર્યવાહી કરાઈ છે. એટલે જ ઉમેદવારોને સલાહ છે કે આવા કોઈ પ્રયાસો કરશો નહીં.