યાત્રા દરમિયાન કોવિડ-19 ના સરકારે નકકી કરેલા
નિયમોનું ફરજીયાત પાલન કરવાની રેલ તંત્રની અપીલ
પશ્ચિમ રેલવે દ્વારા કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને તાજેતરમાં પશ્ર્ચિમ બંગાળ સરકાર દ્વારા લાગુ કરાયેલા દિશા નિર્દેશો મુજબ તાત્કાલીક પ્રભાવથી આગામી બે સપ્તાહ સુધી ટ્રેન દ્વારા પશ્ચિમ બંગાળ જનારા યાત્રિઓને પોતાના નકકી કરાયેલા સ્ટેશન પર પહોચવા માટેના 7ર કલાકની અંદર કરવામાં આવેલો નેગેટીવ આરટીપીસીઆર રિપોર્ટ દેખાડવો અનિવાર્ય કરી દેવામાં આવ્યો છે. યાત્રા દરમિયાન તથા સ્ટેશન પર નકકી થયેલા નિયમોનુસાર માસ્ક પહેરવું તથા સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવું જરુરી છે. મુસાફરોનું આવશ્યકતાનુસાર સ્ટેશન પર ટેસ્ટ ચેકઅપ કરવામાં આવશે. દરેક સ્ટેશનો પર યાત્રાળુઓનું થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. તેથી મુસાફરોને ટ્રેનના નિર્ધારીત સમયથી વહેલું પહોચવા પશ્ર્ચિમ રેલવે દ્વારા અપીલ કરાઇ છે.
રાજકોટ ડીવીઝનના સીનીયર ડીસીએન અભિનવ જૈફ દ્વારા ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુરક્ષા અને કોરોના વાયરસનો ફેલાતો અટકાવવા કેટલાક પગલાઓ લેવામાં આવ્યા છે. ભારતીય રેલ દ્વારા નિયત સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર (એસઓપી) મુજબ દરેક મુસાફરોને સ્ટેશનો પર તથા યાત્રા દરમિયાન માસ્ક અથવા ફેસકવર પહેરવું જોઇએ. આ મામલે અન્ય બાબતો સાતે રેલ પરિસરમાં થૂકવા સહિત સ્વચ્છતાને પ્રભાવિત કરનારી આ ગતિવિધીઓને પણ પ્રતિબંધિત કરવામાં આવે છે.
કોવિંદ-19 ની પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને સ્ટેશન પરિસર અથવા ટ્રેનની અંદર થૂંકવા જેવી અસ્વચ્છ પરિસ્થિતિઓનું નિર્માણ થવાથી બચવું જરુરી છે. જે આપણા જીવન અને સ્વાસ્થ્યને વિપરીત રીતે પ્રભાવિત કરી શકે છે. તે પ્રમાણે રેલ પરિસરો અને ટ્રેનોમાં થુંકવા વગેરે જેવી અસ્વચ્છ પ્રવૃતિઓને પ્રભાવિત કરનાર ગતિવિધિઓ માટે દંડ નિયમ 2012 અંતર્ગત આ વિષય અન્વયે રેલ અધિકારી દ્વારા માસ્ક ન પહેરનારને રૂ. 500 દંડ થશે.કોરોના સંબંધીત નિર્ધારીત પ્રોટોકોલ મુજબ જ રેલયાત્રા સુનિશ્ર્ચિત કરવા પશ્ર્ચિમ રેલવેએ અપીલ કરી છે.