- ગુજરાતમાં 1900થી વધુ ડોક્ટર્સની કરાશે ભરતી
- વિધાનસભા ગૃહમાં આરોગ્ય મંત્રીએ કર્યું એલાન
સરકારી હોસ્પિટલમાં ખાલી જગ્યાઓને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા હતા. જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
સરકારી હોસ્પિટલમાં ખાલી જગ્યાઓ પર ડૉક્ટર્સની ભરતી ટૂંક સમયમાં કરવામાં આવનાર છે. જેમાં વિધાનસભામાં ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી હતી. આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલમાં 1900 ડૉક્ટરની ભરતી કરવામાં આવશે.
આ બાબતે ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 1900થી વધુ ડૉક્ટરની ભરતી કરવામાં આવનાર છે. જેમાં વર્ગ-1ની 1100થી વધુ જગ્યા ભરાશે. અને વર્ગ-2ની 800 જગ્યા ભરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની ખાલી જગ્યા પર સવાલો પૂછવામાં આવ્યા હતા જેનો જવાબ આપતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, MBBS ડોક્ટરની ભરતી કરી છે અને નવી ભરતી પણ કરવા જઈ રહ્યા છીએ નવી ભરતીમાં 1900થી વધુ ડોક્ટરોની ભરતી કરવા જઈ રહ્યાં છીએ. વર્ગ 1ની 1100થી થી વધુ જગ્યા ભરાશે તો વર્ગ 2 ની 800 જગ્યા પર ભરતી કરવામાં આવશે. નવી જગ્યા ભરવા જીપીએસસીમાં માંગણા પત્રક મોકલી અપાયા છે,વર્ગ 2ની જગ્યા માટે 13000થી વધુ અરજીઓ પણ આવી છે.
ઉલ્લેખનિય છે કે, રાજ્યના અનેક વિસ્તારમાં સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ એક મોટી સમસ્યા છે. કારણ કે મોટા ભાગના મિડલ ક્લાન અને લોઅપ મીડિલ ક્લાસ સહિત અભાવગ્રસ્ત લોકો સરકારી હોસ્પિટલમાં ઇલાજ કરાવાવનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં તબીબોની કમીના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ કારણે ઇલાજમાં વિલંબ જીવલેણ સાબિત થાય છે આવી સ્થિતિમાં ગૃહમાં તબીબોની ભરતી કરવા અનુરોધ કરવામા આવ્યો હતો.