હિતેશ રાવલ – સાબરકાંઠા
રાજય સરકાર દ્વારા આયુષ્યમાન ભારત અને માં યોજનાના કાર્ડ તદ્દન મફતમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં માં/ માં વાત્સલ્ય યોજનાને આયુષ્યમાન ભારતમાં જોડવામાં આવેલ છે. જેથી માં/ માં વાત્સલ્ય યોજનાના દરેક લાભાર્થીએ આરોગ્યની સારવારનો લાભ લેવા અર્થે પોતાનુ માં/ માં વાત્સલ્ય કાર્ડને દરેક સભ્યો પ્રમાણે આયુષ્યમાન ભારતના કાર્ડમાં રૂપાતરણ કરવાની જરૂરીયાત રહેશે.
માં વાત્સલ્યની યોગ્યતા ધરાવતા લાભાર્થીએ નવુ કાર્ડ / રીન્યુ કરવા નજીકના સરકારી પ્રાથમિક આરોગ્ય કેંદ્ર, શહેરી આરોગ્ય કેંદ્ર , સામુહીક આરોગ્ય કેંદ્ર, સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ, સિવીલ હોસ્પિટલ તથા આયુષ્યમાન ભારત અને માં યોજનાની સાથે જોડાયેલ ખાનગી હોસ્પીટલમાં જવાનું રહેશે.
જ્યારે માં / માં વાત્સલ્ય કાર્ડને પી.એમ.જે.એ.વાયમાં કનવર્ટ / રૂપાતરણ માટે નજીકની ગ્રામ પંચાયતમાં જવાનું રહેશે. કોમન સર્વીસ સેન્ટરમાં ફક્ત આયુષ્યમાન ભારતના લાભાર્થીનુ કાર્ડ બનાવવામાં આવશે. ઉપરોક્ત તમામ ફેસીલીટી ઉપર મફત કાર્ડ બનાવવામાં આવે છે. હાલમાં ફકત કાગળ બેઝ કાર્ડ આપવામાં આવશે થોડા સમય બાદ પી.વી.સી કાર્ડ દરેક લાભાર્થીને આપવામાં આવશે. જેથી લોકોએ પોતાના કાર્ડની નોંધણી ઉપર જણાવેલ ફેસીલીટીમાં જઇને કરાવવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.