જો HDFC બેંકમાં તમારું એકાઉન્ટ છે તો તમારા માટે આ સમાચાર મહત્વના છે. HDFC બેંકે સેવિંગ એકાઉન્ટના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. નવા નિયમો અનુસાર, બેંકના ક્લાસિક શ્રેણીના લોકોના સેવિંગ એકાઉન્ટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. એચડીએફસીએ ક્લાસિક શ્રેણીમાં આવતા ગ્રાહકોના સેવિંગ એકાઉન્ટમાં ન્યૂનતમ ૧ લાખ રૂપિયા દર મહિને રાખવાની વાત કહી છે. મતલબ, તમે એચડીએફસીના ક્લાસિક ગ્રાહક છો તો તમારે તમારા સેવિંગ એકાઉન્ટમાં ૧ લાખ રૂપિયા રાખવા પડશે.
જો તમારું સેવિંગ એકાઉન્ટ એફડીની સાથે તો તમારે તમારા એકાઉન્ટમાં ઓછામાં ઓછા ૫ લાખ રૂપિયા રાખવા પડશે. એક તરફ,જ્યાં સેવિંગ એકાઉન્ટની ત્રિમાસિક રકમ ૧ લાખ છે તો ટર્મ ડિપોઝીટ માટે ઓછામાં ઓછા ૫ લાખ રાખવા પડશે. બેંકના જણાવ્યા પ્રમાણે આ નિયમ આ વર્ષે ૯ ડિસેમ્બરે લાગુ થઇ જશે.