ભારતમાં ઓનલાઈન ટ્રાન્જેક્શન અને ડિજિટલ પેમેન્ટનું ચલણ દિન પ્રતિદિન વધતુ જોવા મળી રહ્યું છે
ભારતમાં ડિજિટલ પેમેન્ટની હોડ ખુબ ઝડપીથી ફેલાતી જોવા મળી રહી છે. આ કારણે દુનિયાભરની કંપનીઓ પેમેન્ટ સર્વિસ શરૂ કરી રહી છે અને ભારતમાં તેનો લાભ ઉઠાવવાની કોશિશ કરી રહી છે
વોટ્સએપે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાથી અપ્રુવલ માટે રિપોર્ટ તૈયાર કરી લીધી છે. હવે જોવાનું એ રહેશે કે વોટ્સએપને ક્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાથી મંજૂરી મળશે.વર્તમાન સમયે ભારતમાં ઓનલાઈન ટ્રાન્જેક્શન માટે ગૂગલ પે, ફોન પે, પેટીએમ, મોબીક્વિક જેવી ઘણી સારી સર્વિસ ચાલી રહી છે. હવે જોવાનું રહ્યું કે વોટ્સએપના આવવાથી આ બધી કંપનીઓને કેટલી ટક્કર મળે છે.