બેઠકમાં એકઝમસન અંગેની યાદી ઉપરની  ચર્ચા અને વિચારણા કરવામાં આવશે

ભારત અને કેન્દ્ર સરકારની સૌથી મોટી વાત જીએસટી લાવવા પાછળ ને એ હતી કે વન નેસન વન ટેક્સને અમલી બનાવવામાં આવે. આ મુદ્દે સરકાર 12 ટકા અને 18 ટકા ટેક્સ સ્લેબને એક કરીને એક સિંગલ ટેક્સ સ્લેબ બનાવવા માંગે છે. તેને લઈને 27 નવેમ્બરના રોજ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની મહત્વની બેઠક થઇ શકે છે. નવો ટેક્સ રેટ 15 ટકા અથવા 16 ટકા હોઈ શકે છે. અહેવાલ મુજબ, જો સરકાર 15 ટકા ટેક્સ સ્લેબ બનાવે છે. રેટ રેશનલાઈઝ કરવા માટે ગ્રૂપ ઓફ મિનિસ્ટરની આ ત્રીજી બેઠક છે જે 1લી સપ્ટેમ્બરે યોજાઈ હતી. અને આ અંગેનો રિપોર્ટ આગામી 2 માસમાં સુપરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

12 અને 18 ટકા ટેક્સ સ્લેબની વાત કરીયે તો જીએસટી બાસ્કેટમાં જેટલા સર્વિસ અને ગુડ્સ આવે છે તેના લગભગ 60 ટકા આ ટેક્સ રેટની મર્યાદામાં આવે છે, જએસટી કાઉન્સિલની આગામી બેઠક ડિસેમ્બર 2021માં યોજાઈ તેવી સંભાવના પણ સેવાઇ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં આ પ્રસ્તાવ પર મહોર મારવામાં આવી શકે છે.

ઉપરાંત, અન્ય કેટલીંક પ્રોડક્સ્ટને પણ સરકાર જીએસટી હેઠળ લેવા માટે વિચાર કરી શકે છે. જો સરકાર દ્વારા રેટ બદલાવવામાં આવશે તો વધુ ચીજવસ્તુઓને જીએસટીમાં આવરી લેવાય તો નવાઈ નહીં. સરકાર કેટલાંક નવા પ્રોડક્સ્ટને પણ જીએસટી હેઠળ લેવા પર વિચાર કરી રહી છે. હાલમાં, 150 ગુડ્સ અને 80 સર્વિસીસ પર જીએસટી નથી લાગતો. સંભવ છે કે આવનારા દિવસોમાં સરકાર આ ગુડ્સ અને સર્વિસીસ પર પર ટેક્સ લગાવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.