રાજકોટ શહેર પોલીસ કમિશ્નર, તમામ રેન્જનાવડા અને 11 જિલ્લા એસ.પી. સાથે કાયદો અને વ્યવસ્થા અંગે વિચાર વિર્મશ કરશે
જામનગર ખાતે તા.1 મેના કાર્યક્રમ પૂર્ણ કરી રાજકોટ ખાતે બીજી મુલાકાતે આવી પહોચ્યા
રાજયના પોલીસ વડા વીકાસ સહાય બીજી વખત રાજકોટ આવી રહ્યા છે. રાજય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના પોલીસ અધિકારીઓની ક્રાઈમ કોન્ફરન્સ યોજવા જઈ રહી છે.જેમાં રાજકોટ પોલીસ કમિશ્નર ઉપરાંત રેન્જના વડા સૌરાષ્ટ્રનાં 11 જિલ્લા પોલીસ વડા સી.આઇ.ડી. ક્રાઇમ, ટેકનિકલ સેવાઓ, કોસ્ટલ સિક્યુરિટીના વડાઓ ઉપસ્થિત રહશે.સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાની સુરક્ષા તેમજ મંદિરો તેમજ ગેસ પ્લાન્ટની સુરક્ષા બાબતે ચર્ચા કરી તેની સમીક્ષા કરવામાં આવશે.
ડીજી તરીકેનો ચાર્જ સાંભળ્યા પછી અધિકારીઓ મળીને પોલીસની ટીમ બની શકે તે માટે ચાર મહાનગરના પોલીસ અધિકરીઓ સાથે મુલાકાત બાદ આજે રાજકોટમાં સૌ પ્રથમ વખત સૌરાષ્ટ્ર વિભાગની બેઠક યોજાય રહી છે.
આજે સવારથી સાંજ સુધી યોજાનાર આ કોન્ફરન્સમાં રાજકોટ શહેર અને જિલ્લાના તેમજ સૌરાષ્ટ્રનાં જિલ્લાઓના પોલીસ વડા સાથે મીટીંગ કરી ગુનાખોરીના આંકડા તેમજ ગુનાઓની થિયરી ઉપર સમીક્ષા કરી ક્રાઈમ અને લો એન્ડ ઓડરને મહત્વની ચર્ચા કરશે . રાજયના પોલીસ વડા બન્યા બાદ વિકાસ સહાયની રાજકોટ ખાતે પ્રથમ ક્રાઈમ કોન્ફરન્સ છે જેમાં રાજકોટ શહેર અને જિલ્લાના તેમજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ હાજર રહેવાના હોય તેમની સાથે બેઠક યોજી પોલીસની કામગીરીની સમિક્ષા કરવામાં આવશે. જેના માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ,રેંજના આઈજી અશોક યાદવ સાથે રાજકોટ શહેર અને જિલ્લા ઉપરાંત તમામ જિલ્લા પોલીસ વડા ખાસ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં સૌરાષ્ટ્રમાં દરિયાઈ સુરક્ષાને વધુ મજબુત બનાવવા માટેની તદ્ઉપરાંત જાહેર સ્થળો અને મંદિરો, પોર્ટ, ગેસ પ્લાન્ટની સુરક્ષા વ્યવસ્થાને લઈ રાજય પોલીસ વડા સાથે પોલીસ અધિકરીઓ મહત્વની ચર્ચા કરવામાં આવશે. તેમ આધારભૂત સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.