પરાપીપળીયા સર્વે નં.૫૬ની જમીનમાં ક્ધટેનર યાર્ડ બનાવવા ૨૪ એકર જમીન ફાળવાશે: સુચિત ક્ધટેનર ડેપોની જગ્યામાં ઉભેલું મંદિર પેચીશો મુદ્દો
રાજકોટની ભાગોળે ખંઢેરી રેલવે સ્ટેશન નજીક રેલવે તંત્ર દ્વારા ક્ધટેનર યાર્ડ બનાવવા માટે જિલ્લા કલેકટર તંત્ર પાસે જમીનની માંગણી કરતા પરાપીપળીયા સર્વે નં.૫૬ની જમીન ફાળવવા નકકી થયું છે. જોકે સુચિત આ જગ્યામાં મંદિર ઉભું હોય જિલ્લા કલેકટર દ્વારા તાકીદે ધાર્મિક સ્થળના ફોટા મંગાવાયા હતા અને આજે રેલવે તંત્ર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, ખંઢેરી રેલવે સ્ટેશન નજીક ક્ધટેનર યાર્ડ બનાવવા માટે રેલવે દ્વારા કલેકટરતંત્ર પાસે જમીન માંગવામાં આવતા તાલુકા મામલતદાર કચેરી દ્વારા પરાપીપળીયા સર્વે નં.૫૬ની ૨૪ એકર જમીન ક્ધટેનર યાર્ડ માટે ફાળવવા તૈયારી દર્શાવી છે. આ મામલે આજે જિલ્લા કલેકટર, રેલવેના અધિકારીઓ, તાલુકા મામલતદાર, ડીઆઈએલઆર કચેરીના અધિકારીઓ અને ખંઢેરીના સરપંચ સહિતના આગેવાનોની જિલ્લા કલેકટર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક મળી હતી.
ઉલ્લેખનીય છે કે રેલવે તંત્રને ફાળવવાની થતી પરાપીપળીયા સર્વે નં.૫૬ની આ જમીન ઉપર હાલમાં એક મંદિર ઉભું હોય. જમીન ફાળવણી બાદ ધાર્મિક જગ્યાને લઈ વિવાદ ન સર્જાય તે માટે જિલ્લા કલેકટર દ્વારા તાકીદે આ મંદિરના ફોટોગ્રાફસ સહિતની વિગતો માંગવામાં આવી હતી અને આજની મીટીંગમાં પણ આ મુદો છવાયો હતો.
જો રેલવે તંત્ર દ્વારા જિલ્લા કલેકટર તંત્ર સુચવેલી જમીન ગ્રાહ્ય રાખવામાં આવશે તો રેલવે તંત્રને બજાર કિંમત મુજબ પરાપીપળીયા સર્વે નં.૫૬ની આ ૨૪ એકર એટલે કે ૯૮૭૨૯ ચો.મી. જમીનના બજાર કિંમત મુજબ પ્રતિ ચો.મીટરના ભાવે જમીનની કિંમત ચુકવી પડશે.