બન્ને દેશો વચ્ચે વ્યાપાર વાણિજ્ય વિકસાવવા ભારત દૂતાવાસ મસ્કત દ્વારા પ્રયાસ
મોરબી આગામી વાઈબ્રન્ટ સમીટને લઈ આગામી તા.૧૭ સપ્ટેમ્બરના રોજ ઓમાન-મસક્ત ખાતે બીટુબી બેઠક યોજાશે ભારતીય દુતાવાસ દ્વારા સમિટ અને બન્ને દેશો વચ્ચે વ્યાપાર વાણિજ્ય વધે તે માટે પ્રયાસ હાથ ધરાય છે. ભારતીય દુતાવાસ મસક્તના માર્કેટિંગ અધિકારી સોનિયા ધુરીએ સીરામીક એસો.ને સતાવાર આમંત્રણ પાઠવતા જણાવ્યું હતું કે તમને જાણ કરવી એ અમારી ખુશી છે કે ભારતીય દૂતાવાસ ભારતના ઓમાન બીટુબી ઇન્ટરનેશનનું આયોજન કરી રહ્યું છે, ત્યારબાદ મોરબી સિરામિક્સ એસોસિયેશનના એક ભારતીય પ્રતિનિધિમંડળ અને સિરામિક્સ અને ક્ધસ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીઝના ઓમાની કંપનીઓ વચ્ચે ડિનરનું આયોજન કરવામાં આવે છે. ભારતીય સિરામિક્સ પ્રતિનિધિમંડળ વાઇબ્રન્ટ સિરામિક્સ એક્સ્પો અને સમિટ ૨૦૧૭ ને પ્રોત્સાહન આપશે અને તેમાં ભાગ લેવા માટે ઓમની કંપનીઓને આમંત્રિત કરશે. વધુમાં જણવાયું હતું કે તમારા વ્યવસાયના અનુભવને ધ્યાનમાં લઈને, અમે તમને ઇ૨ઇ ઇન્ટરેક્શનમાં આમંત્રિત કરવા ઈચ્છીએ છીએ, જે રવિવાર, ૧૭ સપ્ટેમ્બરના રોજ ૬.૩૦ વાગ્યાના રોજ ડિપ્લોમેટિક એન્ક્લેવ, અલ-ખ્વાવર, મસ્કતમાં એમ્બસીના સ્થળ પર રાખવામાં આવશે.
આ ઇવેન્ટ ભારતના સિરામિક્સ ઇન્ડસ્ટ્રી વિશે જાણીતા તેમજ મુલાકાતી ભારતીય કંપનીઓ સાથે બિઝનેસ ટાઈઅપમાં પ્રવેશ કરવા માટે ખૂબ જ ઉપયોગી પ્લેટફોર્મ તરીકે કામ કરી હકે તેમ હોવાનું માર્કેટિંગ અધિકારી સોનિયા સંદેશ ધુરીએ અંતમાં જણાવ્યું હતું.