ઓનલાઈન ગેમિંગ અને હોર્ષ રેસિંગ પર લાગશે 28 ટકા જીએસટીનું ભારણ
વિવિધ હેતુ માટે ઉપયોગમાં લેવાતા મોટા વાહનો પર 22 ટકા કંપનઝેશન સેસ લાગુ કરાયો
જીએસટી કાઉન્સિલની મંગળવારે મળેલી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જીએસટી કાઉન્સિલની 50મી બેઠક મંગળવારે નવી દિલ્હીમાં મળી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. જીએસટી કાઉન્સિલ ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ અને કેસિનોના કુલ વેલ્યુ પર 28 ટકા જીએસટી વસૂલવા સંમત થઈ છે. સાથે જ હવે સિનેમા હોલમાં ખાવાનું પણ સસ્તું થશે. જીએસટી કાઉન્સિલે સિનેમા હોલમાં ખાવા-પીવાની વસ્તુઓ પર જીએસટી ઘટાડવાનો નિર્ણય લીધો છે. જીએસટી કાઉન્સિલે સિનેમા હોલમાં પીરસવામાં આવતા ફૂડ પરનો ટેક્સ ઘટાડીને 5 ટકા કર્યો છે. ફિટમેન્ટ કમિટીએ ભલામણ કરી છે કે એમયુવી અને એકસયુવી પર 22 ટકા ટેક્સ લગાવવા માટે કંપનઝેશન સેસ લાગુ કર્યો છે.
કેન્સરના દર્દીઓ માટે સારા સમાચાર, દવાઓને મળી જીએસટી માંથી મુક્તિ
જીએસટી કાઉન્સિલે કેન્સરના દર્દીઓને રાહત આપી છે. હવે આયાતી કેન્સરની દવાઓ પર આઇજીએસટી લાગુ નહીં થાય. જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેન્સર સામે લડવા માટે વપરાતી દવાઓ અને દુર્લભ બીમારીઓ માટે વપરાતી દવાઓને જીએસટીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી કેન્સરની દવા ડીનુંટુકસિમેબ સસ્તી થશે.
એપેલેટ ટ્રિબ્યુનલ બનાવવાની મંજૂરી
જીએસટી કાઉન્સિલે ફિટમેન્ટ કમિટીની તમામ ભલામણોને મંજૂરી આપી હતી. કાઉન્સિલે જીએસટી ટ્રિબ્યુનલની રચનાને મંજૂરી આપી દીધી છે. આની સાથે જ જીએસટી સંબંધિત વિવાદો વહેલામાં વહેલી તકે ઉકેલાઈ જશે. મહારાષ્ટ્રે રાજ્યમાં 7 એપેલેટ ટ્રિબ્યુનલની સ્થાપનાની માંગ કરી છે. પ્રથમ તબક્કામાં 4ને મંજૂરી આપવામાં આવશે, બાકીના ત્રણને આગામી તબક્કામાં લીલી ઝંડી મળશે. જ્યારે પશ્ચિમ બંગાળમાં બે એપેલેટ ટ્રિબ્યુનલની રચના કરવામાં આવશે.
સિનેમા હોલની અંદર વેચાતા ખાદ્યપદાર્થો અને પીણાં
ની અમુક શ્રેણીઓ પરના કરને હાલના 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેના પર કાઉન્સિલે મંજૂરીની મહોર લગાવી છે. ખાસ કરીને પોપકોર્ન, કોલ્ડ ડ્રિંક્સ અને અન્ય સંબંધિત ખાદ્ય પદાર્થો પરનો ટેક્સ ઘટાડી શકાય છે. આ વસ્તુઓ સિનેમા માલિકો માટે આવકનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે, કારણ કે તેઓ વાર્ષિક આવકના 30-32 ટકા હિસ્સો ધરાવે છે. હાલમાં, 100 રૂપિયાથી ઓછી કિંમતની મૂવી ટિકિટ પર 12 ટકા ટેક્સ લાગે છે, જ્યારે તે મર્યાદાથી વધુની ટિકિટ પર 18 ટકા જીએસટી લાગે છે.
આટલું આટલું સસ્તું થશે
– જીએસટી કાઉન્સિલે કેન્સર સામે લડતી દવાઓ, દુર્લભ બીમારીઓની દવાઓને જીએસટી ટેક્સમાંથી મુક્તિ આપી છે.
– જીએસટી કાઉન્સિલે દુર્લભ રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાતી સ્પેશિયલ મેડિકલ ફૂડ પ્રોડક્ટ્સ (એફએસએમપી)ની આયાત પર જીએસટીમાંથી રાહત આપવાનો નિર્ણય પણ કર્યો છે.
– સેટેલાઈટ સર્વિસ લોન્ચ પણ સસ્તી થઈ છે, કારણ કે જીએસટી કાઉન્સિલે ખાનગી ઓપરેટરો દ્વારા જીએસટી સેટેલાઈટ લોન્ચ સર્વિસને છૂટ આપી છે.
– ન રાંધેલા અને કાચા પેલેટ્સ પર જીએસટી 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.
– સિનેમા હોલમાં હવે ખાવાનું સસ્તું થશે. હાલમાં સિનેમાહોલમાં પીરસવામાં આવતા ભોજન પર 18 ટકા ટેક્સ લાગે છે. હવે તેને ઘટાડીને 5 ટકા કરી દેવાયો છે.
– આર્ટિફિશિયલ ઝરી યાર્ન પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.