આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં તમામ યુનિવસિર્ટીમાં અંતિમ વર્ષની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવાયો હતો. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પરીક્ષા યોજવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોનાના કપરાં કાળમાં આવતી કાલથી ગુજરાત ટેક્નોલોજીક યુનિવર્સિટી (GTU)ની પરીક્ષા યોજાવાની છે.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યની તમામ કોલેજોની છેલ્લા વર્ષની પરીક્ષા લેવાશે. આવતીકાલથી GTUની પરીક્ષા પણ શરૂ થશે. અમે વિદ્યાર્થીઓને પરીક્ષાના ત્રણ વિકલ્પ આપ્યા છે. ઓફલાઈન, ઓનલાઈન સહિતના 3 વિકલ્પ છે. જેમાંથી વિદ્યાર્થીઓએ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે. અમે આ નિર્ણય વિદ્યાર્થીઓને પરીક્ષામાં તકલીફ ન પડે તેના માટે લીધો છે.