રાજ્ય સરકારે બિન અનામત વર્ગ માટે પ્રમાણપત્રો બનાવવાનો ઠરાવ કરી દીધો છે. આમ હવે SC,ST,OBCની જેમ બિન અનામત વર્ગ માટે પણ પ્રમાણપત્ર બનાવવામાં આવશે. આ પ્રમાણ પત્રનો લાભ મૂળ ગુજરાતના હોય એવા લોકોને જ મળશે.આ પ્રમાણપત્ર આર્થિક અને શૈક્ષણિક યોજનાઓના લાભ મેળવવા માટે આપવામાં આવશે.

બિન અનામત આયોગે કરેલી ભલામણો

બિન અનામત આયોગે થોડા દિવસો પહેલા બિન અનામત વર્ગને અનામત જેવા લાભ આપવા માટે ગુજરાત સરકારને કેટલાંક મહત્વના સૂચનો કર્યા હતા. જેમાં સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા અને શિક્ષણ પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. બિનઅનામત વર્ગ ના આયોગે સરકારને સૂચન કર્યું છે કે અનામત વર્ગની માફક સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં વય મર્યાદા, પરીક્ષા માટે પ્રયાસ અને ફીમાં બિન અનામત વર્ગને પણ છૂટછાટ આપવામાં આવે. શૈક્ષણિક અને રોજગારીલક્ષી યોજનાઓ માટે MBBS જેવા ઉચ્ચ અભ્યાસ માટે 3 ટકા ના દરે એજ્યુકેશન લોન અને પ્રેસ્ટીજીયસ ઇન્સ્ટિટ્યૂટમાં હોસ્ટેલ માટે ફી આપવા. તથા વિદેશની માનનીય કોલેજ બેઝ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે લોન આપવા સૂચન કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.