કોરોના મહામારીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 29 ભવનમાં ફી માફીનો નિર્ણય લેવામાં આવતાં ચારેબાજુથી પ્રશંસા થઈ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 29 ભવનમાં કોરોનાથી મૃત્યુ પામેલાના બાળકોની ફી માફ આપવાનો નિર્ણય લીધો છે. જેથી આવા વિદ્યાર્થીઓ એક વર્ષની ફી માફ કરવાનો નિર્ણય લેવાતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વિશે જાણવા મળી રહી છે કે, આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં યુનિવર્સિટીના 29 ભવનોમાં ફીને લઇને નિર્ણય લેવાયો હોવાની માહિતી મળી રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 29માંથી કોઈપણ ભવનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના પરિવારના મોભી અથવા તો માતા-પિતાનું કોરોનાથી મૃત્યુ થયું હોય તો શિક્ષણ, પરીક્ષા અને હોસ્ટેલ ફી માંથી મુક્તિ
ઉપકુલપતિને કાજુ-બદામ આપી ઉગ્ર વિરોધ નોંધાવ્યો
જે વિધાર્થીના પરિવારના મોભી અથવા તો માતા-પિતાનું કોરોનાથી મોત થયું હોય તેવા વિધાર્થીને તમામ પ્રકારની ફીમાંથી માફી મળશે. એક વર્ષ માટે ફીમાંથી માફી આપવામાં આવી છે, જે ઘરે કમાવનાર વ્યક્તિ ગુમાવ્યો હશે તેવો વિધાર્થી ભવનમાં અભ્યાસ કરતા હશે તો ફી ભરવી નહીં પડે. તમને જણાવીએ કે આવા વિદ્યાર્થીઓને એકપણ પ્રકારની ફી લેવામાં નહીં આવે
બીજી બાજુ રાજકોટમાં કોરોના વેકસીનેશનને વેગ બનવવા યુનિવર્સિટી પણ મેદાનમાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોલેજમાં વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરની અનેક કોલેજમાં વેકસીન રજીસ્ટ્રેશનની શરૂ કરી દેવામાં આવી છે. 20 કોલેજમાં વેકસીનેશન કરવામાં આવશે નોંધનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અગાઉ એક રાહતના સમાચાર આપવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીએ કોરોનાની રસી લઈ લીધ હશે તેને ઈન્ટરનર્ભમાં પાંચ માર્કસ આપવાની વિચારણા કરવામાં આવી હતી. યુનિવર્સિટી આવા નિર્ણયની વિચારણા કરી રહી હતી. જોકે આગામી દિવસોમાં યુનિવર્સિટીની સિડીકેટની બેઠક મળશે જેમાં આ નિર્ણય લેવાઈ શકે છે.
રસીકરણનો રાષ્ટ્રીય કાર્યક્રમ હોવાથી રસીકરણને પ્રોત્સાહન આપવા ઈન્ટરનલ માર્કસ આપવાનો નિર્ણય લેવાઈ શકે છે. સામાન્ય રીતે યુનિવર્સિટી વિદ્યાર્થીઓની હાજરી, વર્તણૂંક, એનસીસી કે એનએસએસ જેવી પ્રવૃતિમાં ભાગ લીધો હોય કે સ્પોર્ટસ ક્ષેત્રે કોઈ સિદ્ધી પ્રાપ્ત કરી હોય તો તેના ઈંટરનલ માર્કસ આપવામાં આવે છે. પરંતુ કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે ઈટરનલમાં પાંચ માર્કસ રસીના ગણવા હાલ વિચારણા ચાલી રહી છે.
કોલેજો 50 ટકા ફી માફ કરે: એનએસયુઆઈ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં છેલ્લા એક વર્ષથી ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે અને આ મહામારીની પરિસ્થિતિ દરમિયાન ઘણા વાલીઓની નોકરી ધંધામાં મુશ્કેલી થવા પામી છે. જેને ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લા એનએસયુઆઈ દ્વારા આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઉપકુલપતિને કાજુ-બદામ આપી 50 ટકા ફી માફી આપવાની માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટ જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ રોહિત રાજપુતે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી કોલેજોમાં ઓનલા,ન શિક્ષણ ચાલી રહ્યું છે.
આ કોરોનાની મહામારી દરમિયાન ઘણા વાલીઓના નોકરી ધંધા પર આર્થિક અસર પહોંચી છે. જેના કારણે 50 ટકા ફી માફી કોલેજો દ્વારા આપવી જોઈએ. આ સાથે તેઓએ આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ અને સિન્ડીકેટ સભ્યો કોલેજ સાથે પ્રત્યેક કે પરોક્ષ રીતે જોડાયા છે તો સાથે વિદ્યાર્થી અને વાલીઓને સહયોગ કરવો જોઈએ.