અરજદારે લગ્નની મંજૂરી માટે ડિજિટલ પોર્ટલ www. digitalgujarat.gov.in ઉપર અરજી કરવાની રહેશે
ગુજરાત રાજ્યમાં હાલમાં લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીઓના કિસ્સામાં ખુલ્લા સ્થળોએ, બંધ સ્થળોએ, સ્થળની ક્ષમતાના ૫૦%થી વધુ નહીં પરંતુ મહત્તમ ૧૦૦ વ્યક્તિઓની મર્યાદામાં પ્રસંગના આયોજનને મંજૂરી આપવાની જોગવાઇ અમલમાં છે. રાજ્યમાં હાલ કોવીડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને લેતાં આગામી સમયમાં યોજાનાર લગ્નો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી. જે અંતે મંજુર થઈ છે.
કોવીડ-૧૯ની પ્રવર્તમાન સ્થિતિને લક્ષમાં રાખી, રાજ્યમાં આગામી સમયમાં યોજાનાર લગ્નો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે. આ બાબતે નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર ઓર્ગેનાઈઝીંગ મેરેજ ફંક્શનનું એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવેલ છે. જેને ડિજિટલ ગુજરાત પોર્ટલ (www. digitalgujarat.gov.in) પર કાર્યરત કરવામાં આવેલ છે. આ અંતર્ગત અરજદારે લગ્ન સમારંભ યોજવા અંગે આ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ અરજદાર રજિસ્ટ્રેશન સ્લીપની પ્રિન્ટ લઇ શકે છે. અને ઙઉઋ સેવ કરી શકે છે. જો કોઇ પોલીસ અધિકારી કે સ્થાનિક વહીવટીતંત્રના અધિકારી/ કર્મચારી અરજદાર પાસે રજિસ્ટ્રેશન સ્લીપની માંગણી કરે તો તે અરજદારે રજૂ કરવાની રહેશે. તેમ ગુજરાતના રાજયપાલના હુકમથી મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવા શું કરવું?
(૧) www.digitalgujarat.gov.in ઓનલાઇન એપ્લાય કરવા માટે સૌ પ્રથમ પોતાનું એકાઉન્ટ બનાવી લોગ ઈન કરવું ફરજીયાત છે. ત્યારબાદ જ આગળની પ્રક્રિયા થશે.
(૨) ત્યાર બાદ www.digitalgujarat.gov.in વેબસાઈટ પર જેમાં સૌ પ્રથમ ’સર્વિસ’નું ઓપ્શન આવશે. જેના પર ક્લિક કરતા સૌથી પહેલું ’સીટીઝન સર્વિસ’નું ઓપ્શન આવશે.
(૩) સીટીઝન સર્વિસના ઓપશન પર ક્લિક કરતા અલગ-અલગ સર્ટિફિકેટ માટે અપ્લાય શકાય તેના ઓપશન આવશે. તે પૈકી એક ઓપ્શન ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર મેરેજ ફંક્શનનું છે.
(૪) આ ઓપશન પર ક્લિક કરતા ફોર્મ ડાઉનલોડ કરી શકાશે. તેમાં જ પેમેન્ટની શરતો જાણી શકાશે. તેમજ છેલ્લે ઓનલાઇન એપ્લાયનું ઓપશન આવશે.
(પ) ઓનલાઇન એપ્લાય કરવા માટે સૌ પ્રથમ લોગ ઈન કરવું ફરજીયાત છે. ત્યારબાદ જ આગળની પ્રક્રિયા થશે.
(૬) ઉલ્લેખનીય છે કે અરજદારે મેરેજના આયોજન માટેનું પ્રૂફ અને
એડ્રેસ પ્રૂફ આપવું પડશે. તેમજ અન્ય જરૂરી ડોક્યુમેન્ટની વિગત સાઈટ પર આપેલ છે.