- વિદ્યાર્થીઓની પરિક્ષા અને વાંચન માટેની સુવિધાઓ કરાશે ઉપલબ્ધ
- ઓપન સ્કૂલિંગમાં અભ્યાસ અને રજીસ્ટ્રેશન પર માધ્યમિક શિક્ષણ બોર્ડે કોઇ ફી ન વસુલશે નહિ
- ઓપન સ્કૂલિંગ થકી બોર્ડની પરિક્ષા માટે નજીકની સરકારી કે અનુદાનીત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાનો સંપર્ક કરવો
માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત ઓપન સ્કૂલિંગને લઇ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓની પરિક્ષા અને વાંચન માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. ઓપન સ્કૂલિંગમાં અભ્યાસ અને રજીસ્ટ્રેશન પર માધ્યમિક શિક્ષણ બોર્ડે કોઇ ફી ન વસુલશે નહિ. તેમજ ઓપન સ્કૂલિંગ થકી બોર્ડની પરિક્ષા માટે નજીકની સરકારી કે અનુદાનીત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાનો સંપર્ક કરવો જોઈએ.
ગુજરાત ઓપન સ્કૂલિંગને લઈ માધ્યમિક શિક્ષણ બોર્ડ મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં ઓપન સ્કૂલિંગમાં અભ્યાસ અને રજીસ્ટ્રેશન પર માધ્યમિક શિક્ષણ બોર્ડે કોઇ ફી ન વસુલવા જણાવ્યું હતું.
ફી લેવામાં નહી આવે
સૂત્રોના જણાવ્યા અનુસાર માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી મળતી માહિતીમાં જણાવવામા આવ્યું છે કે ઓપન સ્કૂલિંગ થકી બોર્ડની પરિક્ષા માટે નજીકની સરકારી કે અનુદાનીત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાનો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત સરકારી કે અનુદાનીત શાળા થકી ઓપન સ્કૂલિંગના વિદ્યાર્થીઓ પરિક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે. તેમાં ઓપન સ્કૂલિંગના વિદ્યાર્થીઓની પરિક્ષા માટે કોઈ ફી વસુલવામાં આવશે નહીં.
ત્યારે માધ્યમિક શિક્ષણ બોર્ડના આ નિર્ણયના કારણે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તેમાં આર્થિક રીતે પીડાતા વિદ્યાર્થીઓ માટે બોર્ડના આ નિર્ણયના કારણે વિદ્યાર્થીઓ વધારે માત્રામાં પરિક્ષા આપી શકશે અને પોતાનો વિકાસ કરી શકાશે. આ ઉપરાંત માધ્યમિક શિક્ષણ બોર્ડ વિદ્યાર્થીઓ માટે વાંચન ઓનલાઈન સામગ્રી પણ ઉપલબ્ધ કરાવશે.