- ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
- ઇમ્પેક્ટ ફી યોજનાની મુદતમાં વધુ 6 માસનો વધારો કરાયો
- આજથી આગામી છ મહિના સુધી મુદ્દતમાં વધારો
ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફીને લઈને એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. તેમજ ગુજરાત સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં સતત પાંચમીવાર વધારો કરતાં હવે વધુ 6 મહિનાની મુદત લંબાવવામાં આવી છે.
ઇમ્પેક્ટ ફી ભરવાની મુદતમાં સતત 5 વખત વધારો
રાજ્યમાં બિનઅધિકૃત ગેરકાયદેસર બાંધકામો ફી ભરીને કાયદેસર કરવા માટેની ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દત વધુ 6 મહિના માટે લંબાવાઈ છે. તેમજ ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં સતત પાંચમી વખત વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચોથી વખત અપાયેલી 6 મહિનાની મુદત 16મી ડિસેમ્બરે પૂર્ણ થઈ રહી હતી. પરંતુ હવે નવી તારીખ એટલે કે આજથી આગામી 6 મહિના સુધી મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે.
અગાઉ 4 વાર મુદ્દત વધારી હતી
ગુજરાતમાં ગેરકાયદે બાંધકામને ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી શકાય છે. તેમજ આ પહેલા 4 વાર સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીની મુદ્દત વધારી હતી. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદે તેમજ બીયુ વિનાના બાંધાકમને તોડીને ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી શકાય તે માટે બાંધકામો તોડવાને બદલે નિયત ફી વસૂલીને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી કાયદો અમલી બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ કાયદાને ઓછો પ્રતિસાદ મળતાં સતત પાંચમી વખત મુદ્દત વધારાઈ છે.