દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રધાનમંત્રી ફસલબીમા યોજના (PMFBY) ખરીફ-૨૦૧૬ થી અમલી બનેલ છે. PMFBY અંતર્ગત લાભ લેનાર ખેડૂતોને જુદા-જુદા જોખમો સામે વીમાનું રક્ષણ પૂરૂ પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત ઘીરાણ લેનાર તમામ ખેડૂતોને આવરી લેવામાં આવે છે તથા જે ખેડૂતોએ ધીરાણ લીધું ન હોય તેવા ખેડૂતો પણ પ્રીમીયમની રકમ ભરી યોજનાનો લાભ લઇ શકે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા:- ૦૫/૦૪/૨૦૧૮ ના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઠરાવથી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં ખરીફ સીઝન માટે ખંભાળીયા તાલુકામાં મગફળી, મગ, તલ, કપાસપીયત, ભાણવડ તાલુકામાં મગફળી, કપાસપીયત, એરંડા, કલ્યાણપુર તાલુકમાં મગફળી, કપાસપીયત, તલ તથા દ્વારકા તાલુકામાં મગફળી, કપાસપીયત, તલ પાકો નોટીફાઇડ થયેલ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા-જુદા તાલુકા માટે નોટીફાઈડ થયેલા પાકો પૈકી મગફળી, મગ, તલ, એરંડા પાકનો વિમો ઉતારવા ખેડૂતોએ ૨% જ્યારે કપાસ પીયતમાટે ૫% પ્રીમીયમ ભરવાનું થાય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે રિલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ કંપની લી. વીમા કંપની તરીકે નક્કી થયેલ છે. ખરીફ-૧૮ દરમીયાન પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો લાભ લેવા અરજી કરવા માટેની છેલ્લી તારીખ કપાસ પીયત, મગફળી, મગ તથા તલ માટે ૧૫ જુલાઈ-૧૮ તથા એરંડા પાક માટે ૩૧ ઓગસ્ટ-૧૮ નક્કી થઈ આવેલ છે.
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત આવરી લેવામાં આવેલા જુદા-જુદા પ્રકારના જોખમો જેવાકે વાવેતર ન થવું/રોપણી ન થવી, મધ્ય ઋતુની વિપરીત પરીસ્થિતિ, પાક કાપણી/લણણી પછીનું નુકસાન વગેરે જોખમી પૈકી વાવેતર ન થવું/રોપણી ન થવી જેવા જોખમોમાં ખરીફ મગફળી, કપાસ પીયત માટે ૩૧-જુલાઇ-૧૮ તથા એરંડા માટે ૧૫-સપ્ટેમ્બર-૧૮ છેલ્લી તારીખ નકકી થઇ છે. મધ્ય ઋતુની વિપરીત પરિસ્થિતીના જોખમમાં મગ માટે તા.૩૧ ઓગષ્ટ તથા તલ,મગફળી માટે ૧૫-સપ્ટે. કપાસ પીયત માટે ૩૧-ઓકટો. તથા એરંડા માટે ૧૫-ડીસે છેલ્લી તારીખ છે. પાક કાપણી / લણણી પછીના નુકસાન જેમાં મગ માટે મીડ સપ્ટેમ્બરથી ઓકટો-૧૮ છેલ્લી તારીખ, ખરીફ મગફળી માટે મીડ સપ્ટે. થી નવે-૧૮ તથા તલ માટે ઓકટો. થી નવે-૧૮, કપાસ પીયત માટે ઓકટો. થી એપ્રિલ અને એરંડા માટે જાન્યુ. થી ફેબ્રુઆરી નકકી થઇ છે. જેની દેવભુમિ દ્વારકા જિલ્લાના ખેડુતોએ નોંધ લેવા તથા યોજનાનો વધુમાં વધુ લાભ લેવા નાયબ ખેતી નિયામક (વી.) – દેવભૂમિ દ્વારકાની યાદી જણાવે છે.