સુરત જિલ્લા સરકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા તૈયાર કરાયેલ પ્લાન્ટનું ખાતમુહુર્ત
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજે તારીખ 08 જૂનના રોજ સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા તૈયાર કરાયેલ પ્લાન્ટમાં પ્રતિદિન 50 હજાર લીટર થી એક લાખ લીટર ક્ષમતા તથા આઇસક્રીમ કોન મેકિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું શાલ, સહકારીક્ષેત્રનો ખેસ અને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ભીખુભાઇ પટેલ, સુમુલ ફેડરેશનના એમ.ડી આર.એમ.સોઢીએ રાજયના મંત્રીઓ જગદિશભાઇ વિશ્વકર્મા, કનુભાઇ દેસાઇ પ્રાસંગીક સંબોધન કર્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, દૂધ ઉત્પાદન દ્વારા લોકોને આર્થિક રીતે મજબૂત કરવા સુમુલ ડેરીનો મહત્વનો ફાળો છે. ખેડૂતોની આવક બમણી કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો સંકલ્પ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી હંમેશા જે કહે છે. તે કામ પુરુ પાડે છે. ખેડૂતો પહેલા આકાશ પર આધારીત ખેતી કરતા પરંતુ હવે નહેરનું પાણી મળે છે તેના કારણ ખેડૂત પાક વધુ કરતા થયા છે.
આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ કનુભાઇ દેસાઇ, જગદીશભાઇ વિશ્વકર્મા, મુકેશભાઇ પટેલ, જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ ભીખુભાઇ પટેલ, સુરત જીલ્લાના પ્રમુખ સંદિપભાઇ દેસાઇ, સુમુલ ડેરીના અધ્યક્ષ માનસિંહભાઇ પટેલ, સુમુલ ફેડરેશનના ચેરમેન આર.એસ સોઢી, સુરત સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પરેશભાઇ પટેલ, સુરત જિલ્લાના પ્રભારી ભરતભાઇ પટેલ સહિતના સુમુલ ડેરીના ડિરેકટરો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.